Book Title: Gujaratna Aetihasik Lekho Author(s): Lalchandra B Gandhi Publisher: Lalchandra B Gandhi View full book textPage 1
________________ ગુજરાતના ઐતિહાસિક લેખ” પુસ્તકમાં ગંભીર ખલનાઓ લેખક–શ્રીયુત પં. લાલચંદ્ર ભગવાન ગાંધી. પ્રાચવિદ્યામંદિર, વડોદરા. કાર્બસ ગુજરાતી સભા, મુંબઈ તરફથી તેની ગ્રંથાવલિના નં. ૧૫ તરીકે “ગુજરાતના અતિહાસિક લેખો' નામનું જે પુસ્તક ૩ ભાગોમાં પ્રકાશિત થયેલું છે અને જેના સંગ્રહ કરનાર એડીટર તરીકે આચાર્ય ગિરજાશંકર વલ્લભજી બી. એ; એમ. આર. એ. એસ. નિવૃત્ત કયુરેટર, આર્કીઓલોજિકલ વિભાગ, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈ-એમનું નામ જોડાયેલું છે–તે સંબંધમાં વાચકનું લક્ષ્ય ખેંચવા ઇચ્છું છું. ગૂજરાતના ઐતિહાસિક ઉત્કીર્ણ લેખો જે અન્યત્ર અંગ્રેજી પરિચય–ભાષાંતર સાથે કે તે વિના પ્રકાશિત થયા હતા, તેનો એકત્ર સંગ્રહ ગૂજરાતી પરિચય-ભાષાંતર સાથે ઉપર્યુક્ત પુસ્તકમાં કરવામાં આવ્યું છે; એથી ઈતિહાસપ્રેમીઓને-ગુજરાતના અભ્યાસીઓને-આનંદ થવો જોઈએ પરંતુ તેનું આંતર નિરીક્ષણ કરતાં વિષાદ થાય એવું વિશેષ જણાય છે. એમાં કેટલેક સ્થળે અક્ષમ્ય વિચિત્ર ગંભીર ભૂલભરેલા અથો કરવામાં આવ્યા છે અને અશુદ્ધિએની પરંપરા છે. એથી ઇતિહાસના અભ્યાસીઓને અને અન્ય વાચકને ગેરસમજ થવી સંભવિત છે તથા તેને પ્રવાહ અન્યત્ર આગળ વધે એ શક્ય છે. એથી એ સંબંધમાં અહીં થોડું સૂચન કરવાનું ઉચિત ધાર્યું છે. આશા છે કે સત્ય-પ્રેમીઓ તટસ્થ દૃષ્ટિથી એનું અવકન કરશે. ઉપર્યુક્ત પુસ્તકને ત્રીજો ભાગ, જે સંવત ૧૯૯૮માં સન ૧૯૪રમાં પ્રકટ થયેલ છે, તેમાં માત્ર એક પહેલા લેખ સંબંધમાં જ અહીં વક્તવ્ય શક્ય છે. ત્યાં “વાઘેલા વંશના લેખે' એવા મથાળા નીચે આબુગિરિ ઉપર દેલવાડાને રાજા વિરધવલના સમયને શિલાલેખ” જેને નં. ૨૦૬ તરીકે ઓળખાવેલ છે અને “પ્રા. સં. ઈ. ભા. પા. ૧૭૪” સંજ્ઞાથી અન્યત્ર પ્રસિદ્ધ જણાવેલ છે તે લેબ, પહેલાં ભાવનગર રાજ્યના પુરાતન સંશોધનખાતા તરફથી પ્રકાશિત થયેલા “કલેકશન ઓફ પ્રાકૃત એ૩ સંસ્કૃત ઈસ્ક્રિપ્શન્સ' નામના પુસ્તકમાં પ્રકટ થયેલ હતો. (જે પુસ્તક અત્યારે મારી સામે નથી.) પૂર્વોક્ત “ગુજરાતના ઐતિહાસિક લેખ” પુસ્તકના ત્રીજા ભાગમાં એ શિલાલેખને પ્રાથમિક પરિચય કરાવતાં જણાવ્યું છે કે-“અણહિલવાડના રાજાઓના પ્રધાને વસ્તુપાલ અને તેજપાલ નામના બે ભાઈઓએ આદિનાથના મંદિરમાં કેટલુંક સમારકામ તથા સુધાર કરાવ્યાનું લેખમાં લખ્યું છે.”Page Navigation
1 2 3 4 5 6