________________
પ્રાચીનજૈનલેખ ગ્રહું, ( ૨૫૮ ) [ નાડાલના લેખ ન. ૩૬૬-૬૭.
નામના સ્થાનમાં આવેલા મહાવીર દેવના ચૈત્યમાં, ફ્રેમ્હાજ, ઘરણા, જસચંદ્ર, જસદેવ, જસધવલ અને જસપાલ નામના શ્રાવકે એ આ પ્રતિમા બનાવીને બૃહદ્ગચ્છના આચાર્ય મુનિચંદ્રસૂરિના પ્રશિષ્ય, દેવસૂરિના શિષ્ય પદ્મચંદ્ર ગણિના હાથે પ્રતિતિ કરાવી, એમ આ લેખને ભાવાય છે. આ લેખમાં પતિષ્ઠાતાના નામ સાથે પાણિનીય ’ શબ્દ લગાડવામાં આવ્યા છે તેથી જણાય છે કે--તે પાણિની રચિત વ્યાકરણ શાસ્ત્રના મ્હોટા અભ્યાસી હશે. મૂળ આ પ્રતિમાએ વીસાડા નામના સ્થાનમાં બેસાડેલી હતી એમ લેખ કહે છે તેથી જણાય છે કે પાછળથી કેઇ વખતે આ મંદિરમાં તેમને આણવામાં
આવી છે.
( ૩૬૬-૬૭ )
આ મને લેખા, એજ મંદિરના મૂળ ગભારામાં મુખ્ય વૈશ્વિ ઉપર જે ત્રણ પ્રતિમાએ પ્રતિષ્ઠિત છે તેમાંની એ ઉપર કેાતરેલા જોવામાં આવે છે. ૩૬૭ નખર વાળા લેખ, મધ્યસ્થાને વિરાજિત મૂલ નાયક પદ્મપ્રભુની પ્રતિમા ઉપરના છે. લેખાક્ત હકીકત આ પ્રમાણે છેઃ—
www.
સ. ૧૬૮૬ ના પ્રથમ આષાઢ માસની વદી ૫ શુક્રવારના દિવસે, મહારાજાધિરાજ ગસિહુના રાજ્ય કારભાર ચલાવનાર મત્રી જયમલ્લજીએ આ પ્રતિમાએ બનાવી અને તપાગચ્છના આચાર્ય હીરવિજયસૂરિના ગાદીધર આચાયૅ વિજયસેનસૂરિના શિષ્ય અને જહાંગીર બાદશાહે જેમને ‘ મહાતપા ' નુ* બિરૂદ આપ્યુ હતું, તે શ્રી વિજયદેવસૂરિએ, પેાતાના પટ્ટધર આચાર્ય વિજયસિ' આદિ શિષ્ય પરિવાર સાથે, તે મૂર્તિની પ્રતિષ્ઠા કરી. આ પ્રતિષ્ઠા કાર્ય જાલેારમાં થયુ હતુ. ત્યાંથી એ મૂર્તિ લાવીને નાડોલના આ રાયવિહાર નામના મદિરમાં, રાણા જગસિહજીના રાજ્ય વખતે સ્થાપન કરવામાં આવી.
ગાડવાડ પ્રાંત કે જેમાં આ નાડેલ, નાડલાઇ વિગેરે જૈનતી સ્થાના આવેલાં છે તે, પહેલાં મેવાડ રાજ્યના તાબામાં હતા અને
Jain Education International
૬૬૮
For Private & Personal Use Only
www.jainelibrary.org