________________
ગામના લેખ. નં. ૩૪૪ ]
(૨૩૨ )
અવકન,
આવેલાય તરફથી
અને અમે
મંત્રી સાયર ભંડારીગોત્રને હતો. લેખમાં જણાવ્યા પ્રમાણે રાવલ લાખણની સંતતિમાં તે થએલે હતો. મારવાડના ભંડારીઓ આજે પણ પિતાને રાઉલ લાખણની સંતતિ માને છે અને કહે છે કે અમને યશોભદ્રસૂરિએ જેન કર્યા છે. આ રાઉલ લાખણ નિઃશંક રીતે નાડોલને ચૈહાણ હતું. યશોભદ્રસૂરિના મુખ્ય શિષ્ય શાલિસૂરિને પણ ચાહમાન વંશના શૃંગાર–સ્વરૂપ લખ્યા છે તેથી ચાહમાનને અને પંડેર ગ૭નો પરસ્પર વિશેષ સંબંધ હતો એમ જણાય છે. સંભવ છે કે એજ ચાહમાને પાછળથી ભારી કહેવાયા હોય. અસ્તુ.
(૩૪૫) આ નંબરવાળે લેખ મારવાડ રાજ્યના છેક દક્ષિણ ભાગમાં આવેલા રત્નપુર નામના એક ગામમાં આવેલું છે. થોડાં વર્ષો પહેલાં, ભાવનગર રાજ્ય તરફથી પ્રકટ થએલા “પ્રાકૃત અને સંસ્કૃત લેખને સંગ્રહ” નામના પુસ્તકમાંથી આજે અમે ઉતારે કરેલે છે.
વાસ્તવિક રીતે જોતાં આ કાંઈ ખાસ જૈન લેખ નથી. કારણકે . પ્રથમ તે એ શિવના મંદિરમાં તરે છે અને બીજું એની લેખન પદ્ધતિ પણ તદનુકૂળ છે. પરંતુ આ સંગ્રહમાં એને સ્થાન આપવાનું કારણ એ છે કે એક તે આમાં સુપ્રસિદ્ધ જૈન નૃપતિ કુમારપાળનું નામ છે અને બીજું, જેમના પ્રયત્નથી આ લેખમાં આવેલી જીવહિંસા પ્રતિબંધક આજ્ઞા કરવામાં આવી છે તેઓ જૈન હતા. ત્રીજું, જેનેની જ લાગણી ઉલ્લસિત કરવા માટે આમાં જાહેર કરેલું ફરમાન કાઢવામાં આવ્યું છે. આના પછીને લેખ પણ એજ પ્રકાર છે.
લેખનો ભાવાર્થ આ પ્રમાણે છે –
મહારાજાધિરાજ પરમભટ્ટારક, પરમેશ્વર, પાર્વતીપતિ લબ્ધ પ્રિઢપ્રતાપ શ્રી કુમારપાળદેવના રાજ્ય સમયે, મહારાજ ભૂપાલ શ્રી રાયપાલદેવની હકુમતમાં આવેલા રનપુર નામના સંસ્થાનના
૬૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org