________________
પ્રાચીન જેનલેખસંગ્રહ,
(૨૩૧)
[ નાડલાઈ.
, ,
,
,
,
,
લેખમાં, જે સ. ૧૫૭ માં લખવામાં આવ્યું છે, સ્પષ્ટ જણાવ્યું છે કે, સં. ૯૬૪ માં, આ મંદિર શ્રીયશોભદ્રસૂરિ મંત્રશકિતથી અહિં લાવ્યા હતા,
આ દંતકથા કે માન્યતાની સાથે આજે આપણને કઈ સંબંધ નથી. આપણે તે આટલું કહી શકીએ કે વિકમના બારમા સિકાથી તે આ મંદિર વિદ્યમાન હવાના પુરાવાઓ આપણને મળે છે. સિથી જુને લેખ (નં. ૩૪૩) છે તેની મિતિ ૧૧૮૭ ની છે, તેથી તે તારીખની પહેલાં કઈ પણ વખતે એ મંદિરની સ્થાપના ત્યાં થઈ છે એ નિર્વિવાદ છે. વિશેષમાં એ પણ જાણવા જેવું છે કે હાલમાં એ મંદિર આદિનાથના નામે પ્રસિદ્ધ છે, પરંતુ તે વખતે મહાવીરના નામે પ્રસિદ્ધ હતું. કારણ કે રાજ્યપાલ રાજાના વખતના જે લેખે, એના સભામંડપમાં કેતરેલા છે તે બધામાં આને “મહાવીર ચિત્ય” તરીકે જ ઉલ્લેખેલે છે. પાછળથી જ્યારે મંત્રી સાયરે જીર્ણોદ્ધાર કર્યો હશે ત્યારે તેણે મહાવીરદેવના સ્થાને આદિનાથની સ્થાપના કરી હશે. પરંતુ નં. ૩૩૮-૯ વાળા લેખે ઉપરથી એમ જણાય છે કે સાયરને કરાવેલે ઉદ્ધાર પૂર્ણતાએ પહોંચ્યું લાગતું નથી અને તેથીજ ગુજરાતના ચાંપાનેર, મહમદાબાદ, વીરમગામ, પાટણ, સમી અને મુંજપુર આદિ ગામના જુદા જુદા સંઘેએ તેની પૂર્ણતા કરી છે. અને એજ સમયમાં સાયરના પુત્રોએ, ૩૩૬ મા લેખમાં જણાવ્યા પ્રમાણે, મુખ્ય મંદિરમાં આદિનાથની પ્રતિમા સ્થાપના કરી. પરંતુ ૩૩૭ નંબરવાળા લેખ ઉપરથી જણાય છે કે એ પ્રતિમા પણ લાંબા સમય સુધી સ્થિત રહી શકી નથી અને તેથી લગભગ પણ સિકા જેટલા કાલ પછી ફરી તેમનાજ વંશજોએ સં. ૧૬૪ માં પુનઃ આદિનાથની નવી પ્રતિમા પ્રતિષ્ઠિત કરી. આ લેખેથી એ પણ જાણવા જેવું છે કેઆ મંદિરના આવી રીતે ત્રણે વખતે થએલા સ્મારકામમાં મુખ્ય કરીને એક જ વંશના લોકોએ ભાગ ભજવ્યું છે તેથી એમ અનમાનાય છે કે એ મંદિર સાથે એ વંશને ખાસ સબંધ હવે જોઈએ,
૬૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org