________________
પર્યુષણ પર્વ અને તેને ઉપયોગ ઘણું પવિત્ર ફરમાન કરવામાં આવ્યાં છે. બ્રહ્મચર્ય પાળવું, સાચું
લવું, ઉંચ નીચ કે નાના મોટાને ભેદ છેડી દે, આવકના ૨ ટકા સેવા કરનાર નીચલા વર્ગને અને ૧૦ ટકા સંસ્થાઓ તેમ જ ફકીરોના નભાવમાં ખરચવા, વગેરે જે વિધાને ઇસ્લામ ધર્મમાં છે તે રમઝાન મહિનાની પવિત્રતા સૂચવવા માટે બસ છે. બ્રાહ્મણ ધર્મના તહેવારો એમની વર્ણવ્યવસ્થા પ્રમાણે બહુવર્ણ છે એટલે તેમાં બધી જ ભાવનાઓવાળા બધી જ જાતના તહેવારનું લક્ષણ મિશ્રિત થયેલું નજરે પડે છે. બૈદ્ધ તહેવારે લેકકલ્યાણની અને -ત્યાગની ભાવનામાંથી જન્મેલા છે ખરા ? પણ જૈન તહેવાર સિાથી જુદા પડે છે અને તે જુદાઈ એ છે કે જેનોને એક પણ નાનો કે મોટો તહેવાર એવો નથી કે જે અર્થ અને કામની ભાવનામાંથી અથવા તો ભય, લાલચ, અને વિસ્મયની ભાવનામાંથી ઉત્પન્ન થયો હાય, અગર તે તેમાં પાછળથી સેળભેળ થયેલી એવી ભાવનાનું શાસ્ત્રથી સમર્થન કરવામાં આવતું હોય, નિમિત્ત તીર્થકરોના કોઈપણ કલ્યાણનું હોય અગર બીજું કાંઈ હોય પણ એ નિમિત્તે ચાલતા પર્વ કે તહેવારને ઉદ્દેશ માત્ર જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ તેમ જ પુષ્ટિ કરવાને જ રાખવામાં આવેલા છે. એક દિવસના કે એકથી વધારે દિવસના લાંબા એ બને તહેવારે પાછળ જેન પરંપરામાં માત્ર એ એક જ ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.
લાંબા તહેવારમાં ખાસ છ અઠ્ઠાઈઓ આવે છે, તેમાં પણ પર્યુષણની અઠ્ઠાઈ એ સિથી શ્રેષ્ઠ ગણાય છે. તેનું મુખ્ય કારણ તેમાં સાંવત્સરિક પર્વ આવે છે એ છે. સાંવત્સરિક એ જેનેનું વધારેમાં વધારે આદરણીય પર્વ છે. એનું કારણ એ છે કે જૈન ધર્મની મૂળ ભાવના જ એ પર્વમાં ઓતપ્રોત થયેલી છે. જેને એટલે જીવનશુદ્ધિનો ઉમેદવાર. સાંવત્સરિક પર્વને દિવસે જીવનમાં એકત્ર થયેલ મેલ બહાર કાઢવાનું અને ફરી તેવા મેલથી બચવાને નિર્ધાર કરવામાં આવે છે. એ પર્વને દિવસે બધા નાના મોટા સાથે તાદામ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org