SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને સાધવાનું અને જેના જેનાથી અંતર વિખૂટું પડયું હોય તેની તેની સાથે અંતર સાંધવાનું અર્થાત્ દીલ ચેખું કરવાનું ફરમાન છે. જીવનમાંથી મેલ કાઢવાની ઘડી એ જ તેની સર્વોત્તમ ધન્ય ઘડી છે અને એવી ઘડી મેળવવા જે દિવસ યોજાયો હોય તે દિવસ સૈથી વધારે શ્રદ્ધેય લેખાય તેમાં નવાઈ નથી. સાંવત્સરિક પર્વને કેંદ્રભૂત માની તેની સાથે બીજા સાત દિવસો ગોઠવવામાં આવ્યા છે. અને એ આઠે દિવસ આજે પજુસણ કહેવાય છે. શ્વેતાંબરના બન્ને ફિરકાઓમાં એ અઠવાડિયું પજુસણ તરીકે જ જાણીતું છે અને સામાન્ય રીતે બનેમાં એ અઠવાડિયું એક સાથે જ શરૂ થાય છે અને પુરું થાય છે. પણ દિગંબર સંપ્રદાયમાં આઠને બદલે દશા દિવસે માનવામાં આવે છે અને પજુસણને બદલે એને દક્ષલક્ષણ કહેવામાં આવે છે. તથા એનો સમય પણ વેતાંબર પરંપરા કરતાં જુદો છે. વેતાંબરોના પજુસણ પૂર્ણ થયાં કે બીજા દિવસથી જ દિગંબરની દશલક્ષણ શરૂ થાય છે. જૈન ધર્મના પાયામાં ત્યાગ અને તપની ભાવના મુખ્ય હોવાથી એમાં ત્યાગી સાધુઓનું પદ મુખ્ય છે. અને તેથી જ જૈન ધર્મના તમામ પર્વેમાં સાધુપદને સંબંધ મુખ્ય ભાગ ભજવે છે, સાંવત્સરિક પર્વ એટલે ત્યાગી સાધુઓને વર્ષાવાસ નક્કી કરવાનો દિવસ, અને અંતર્મુખ થઈ જીવનમાં ડોકિયું મારી તેમાંથી મેલ ફેંકી દેવાના અને તેની શુદ્ધિ સાચવવાના નિર્ધારનો દિવસ. આ દિવસનું મહત્વ જેઈ ઋતુની અનુકૂળતા પ્રમાણે તેની સાથે ગોઠવાએલા બીજા દિવસે પણ તેટલું જ મહત્ત્વ ભોગવે છે, અને આઠે દિવસ લેકે જેમ બને તેમ ધધધાપો ઓછો કરવાને, ત્યાગ તપ વધારવાને, જ્ઞાન ઉદારતા આદિ સદ્દગુણો પોષવાને અને ઐહિક, પારલૌકિક કલ્યાણ થાય એવાં જ કામ કરવાને પ્રયત્ન કરે છે. દરેક જેનને વારસામાંથી જ પર્યુષણના એવા સંસ્કાર મળે છે કે તે દિવસે મા પ્રપંચથી નિવૃત્તિ મેળવી બને તેટલું વધારે સારું કામ કરવું. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249637
Book TitleParyushan Parv ane Teno Upayog
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherZ_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Publication Year
Total Pages9
LanguageGujarati
ClassificationArticle, 0_not_categorized, & Paryushan
File Size494 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy