________________
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને જન્મેલા હોય અને જીવનશુદ્ધિ માટે જ પ્રચારમાં આવ્યા હોય તે તહેવારે ઉચ્ચ ભૂમિકાના લેકોને લાયક હોવાથી લોકોત્તર અગર દેવી કહી શકાય.
પહાડો અને જંગલમાં વસતી ભીલ, સંથાલ, કાળી જેવી જાતોમાં અગર તો શહેર અને ગામડામાં વસતી છારા, વાઘરી જેવી જાતોમાં અને ઘણી વાર તો ઉચ્ચ વર્ણની મનાતી બીજી બધી જ જાતોમાં આપણે જઈને તેમના તહેવાર જોઈએ તો તરત જ જણાશે કે એમના તહેવારો ભય, લાલચ અને અદ્દભુતતાની ભાવનામાંથી જન્મેલા છે. તે તહેવારે અર્થ અને કામપુરૂષાર્થની જ પુષ્ટિ માટે ચાલતા હોય છે. નાગપંચમી, શીતળાસાતમ, ગણેશચતુર્થી, દુર્ગા અને કાળીપૂજક એ મેલડી અને માતાની પૂજાની પેઠે ભયમુક્તિની ભાવનામાંથી જન્મેલા છે. મેળાકત, મંગળાગૌરી, જયેષ્ટાગૌરી, લક્ષ્મીપૂજા વગેરે તહેવારે લાલચ અને કામની ભાવનામાંથી જન્મેલા છે, અને એના ઉપર જ એ ચાલે છે. સૂર્યપૂજા, સમુદ્રપૂજા અને ચંદ્રપૂજા વગેરે સાથે સંબંધ ધરાવનારા તહેવારો વિસ્મયની ભાવનામાંથી જનમેલા છે. સૂર્યનું અપાર ઝળહળતું તેજ અને સમુદ્રનાં અપાર ઉછળતાં મોજાં જોઈ માણસ પહેલવહેલો તે આભો જ બની ગયો હશે અને એ વિસ્મયમાંથી એની પૂજાના ઉત્સવો શરૂ થયા હશે.
આવા અર્થ અને કામના પોષક તહેવારે સર્વત્ર પ્રચલિત હોવા છતાં વેધક દષ્ટિવાળા ગણ્યા ગાંઠયા થોડાક માણસો દ્વારા બીજી જાતના પણ તહેવારો પ્રચલિત થએલા આપણે જોઈ શકીએ છીએ. યાહુદી, ક્રિશ્ચીયન અને જરથોસ્તી ધર્મની અંદર જીવનશુદ્ધિની ભાવનામાંથી
જાએલા કેટલાક તહેવારે ચાલે છે. ઈસ્લામ ધર્મમાં ખાસ કરી રમઝાન મહિને આખો જીવનશુદ્ધિની દષ્ટિએ જ તહેવારરૂપે ગોઠવાએલો છે. એમાં મુસલમાનો માત્ર ઉપવાસ કરીને જ સંતોષ પકડે એટલું બસ નથી ગણાતું પણ તે ઉપરાંત સંયમ કેળવવા માટે બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org