SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર અને નિરાશ કરી મૂકે છે, તેજ મનનાં તફાને ભગવાનને પણ હતાં. ભયનું ભારે વાવાઝોડું, બીકનું ભારે દબાણ, લીધેલ સ્થિર રહેવાની પ્રતિજ્ઞામાંથી ચલિત થઇ, હંમેશની પડેલી ભેગની ટેવોમાં તણાઈ જવાની નબળાઈ, સંગમનું રૂપ ધારણ કરીને આવી, અને ભગવાનની કસોટી થવા લાગી. પ્રતિજ્ઞાના અડગ પગ ડગાવવા, પૂર્વ ભોગોના મરણ અને લાલચે આગનું રૂપ ધારણ કર્યું અને ખીર પાકવા લાગી. મહાવ્રતની ભીષ્મ પ્રતિજ્ઞા લેતી વખતે અંતરાત્માના દિવ્ય નાદને સાંભળવા ભગવાને જે મનમાં શ્રવણ બારીઓ ઉઘાડી મૂકી હતી, તેમાં દુન્યવી વાવાઝોડાના નાદો ખીલારૂપે દાખલ થયા. આ બધું છતાં એ ભીષ્મપ્રતિજ્ઞાવીર કેવી કેવી રીતે આગળ વધે જ ગયો, અને સંગમથી કે પગ ઉપરના ખીરપાકથી કે ખીલા ભેંકાવાથી જરા પણ પાછા ન હઠતાં, છેવટે વિજયવાન થયો, એ જ જાણવામાં મહાવીરના જીવનની મહત્તા છે. અને એવા સંગમ દેવો, એ રંધાતી ખીરે, એ કાનમાં ઠોકાતા ખીલાઓ આપણે રોજને રેજ આપણું જીવનમાં, ધર્મસ્થાનમાં કે બજારમાં અનુભવીએ છીએ. કપડાં વેગીનાં હોય કે ભોગીનાં, પણ આપણું જીવનમાં એ બધા જ ઉપસર્ગો આપણે અનુભવીએ છીએ. પછી શંકા શી કે ભલા, આવા દેવો હોઈ શકે ? કે વળી આવા ઉપસર્ગો હોઈ શકે ? તેમજ અચંબો પણ શે, કે અહો ! આ તે બધું ભગવાન જેવા મોટા પુરુષને જ હોય, એમને જ આવા ઉપસર્ગો પડે, અને એ જ તેને જિતી શકે. આપણે પોતે ભગવાન છીએ. આપણું જીવનમાં તેમને પડયા, અને તેમણે સહ્યા, તે બધા જ ઉપસર્ગો રાત દિવસ આવે જાય છે. પણ આપણે પિતાના જીવનમાં ડોકિયું નથી કરતા, અને ભગવાનના જીવન તરફ પણ નજર કરીએ છીએ તો અંદર ઊતરવા ખાતર નહિ, પણ ઉપર ઉપરથી જ. એટલે જ આપણે ભગવાનના જીવન અને આપણું જીવન વચ્ચે ભારે ફેર અનુભવીએ છીએ, અને એ ફેર બિક એવો દેવતાઈ માની લઈએ છીએ કે આપણે ભગવાન ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249635
Book TitleJivan Shuddhi ane Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherZ_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Publication Year
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size354 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy