Book Title: Jivan Shuddhi ane Bhagwan Mahavir
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર આજનો છેલ્લો દિવસ એટલે શું ? લોકો એને સાંવત્સરિક દિવસ કે પર્વ કહે છે. પણ વળી સાંવત્સરિક એટલે શું ? એ પ્રશ્ન થાય છે. એનો ઉત્તર ઉપરના માળામાં આવે છે. ભગવાન મહાવીર અને જીવનશુદ્ધિ એ બે વસ્તુ નાખી નથી જ. એક જ તત્ત્વનાં બે નામો અને રૂપ છે. કલ્પના અને બુદ્ધિ જ કાંઈક વિચારી શકે તેવી સૂક્ષ્મ વસ્તુ એ જીવનશુદ્ધિ. અને હાલતી ચાલતી, તથા જીવતી જાગતી, સ્થૂળ દૃષ્ટિને પણ ગ્રાહ્ય થઈ શકે તેવી જીવનશુદ્ધિ એ ભગવાન મહાવીર. આજનો દિવસ જીવનશુદ્ધિનો એટલે જીવનશુદ્ધિને આદર્શ માનનાર હરકોઈને માટે પોતાના ભૂતજીવનમાં ડોકિયું કરવાનો, અને એ જીવનમાં ક્યાં ક્યાં કચરો એકઠો થયો છે, એની સૂક્ષ્મ તપાસ કરવાનો. આટલું જ કરવા માટે આપણે ભગવાનનું જીવન સાંભળીએ છીએ. જે એ જીવન સાંભળી પોતાના જીવનમાં એકવાર પણ ડોકિયું કરાય, અને પિતાની નબળાઈઓ નજરે પડે છે, સમજી લેવું કે તે બધાં જ તપ તપ્યો અને બધાં જ તીર્થોની યાત્રા કરી. પછી દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણની જુદાઈ નહિ રહે, એને માટે એને રણઝની પેઠે રખડવું નહિ પડે. આપણે સાંવત્સરિક દિવસો કેટલા પસાર કર્યા ? તેને સ્થૂળ ઉત્તર તો સૌ કોઈ પિતાની જન્મપત્રિકામાંથી મેળવી શકે પણ યથાર્થ સાંવત્સરિક દિવસ પસાર કર્યો છે કે નહિ એનો સત્ય ઉત્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5