Book Title: Jivan Shuddhi ane Bhagwan Mahavir
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249635/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર આજનો છેલ્લો દિવસ એટલે શું ? લોકો એને સાંવત્સરિક દિવસ કે પર્વ કહે છે. પણ વળી સાંવત્સરિક એટલે શું ? એ પ્રશ્ન થાય છે. એનો ઉત્તર ઉપરના માળામાં આવે છે. ભગવાન મહાવીર અને જીવનશુદ્ધિ એ બે વસ્તુ નાખી નથી જ. એક જ તત્ત્વનાં બે નામો અને રૂપ છે. કલ્પના અને બુદ્ધિ જ કાંઈક વિચારી શકે તેવી સૂક્ષ્મ વસ્તુ એ જીવનશુદ્ધિ. અને હાલતી ચાલતી, તથા જીવતી જાગતી, સ્થૂળ દૃષ્ટિને પણ ગ્રાહ્ય થઈ શકે તેવી જીવનશુદ્ધિ એ ભગવાન મહાવીર. આજનો દિવસ જીવનશુદ્ધિનો એટલે જીવનશુદ્ધિને આદર્શ માનનાર હરકોઈને માટે પોતાના ભૂતજીવનમાં ડોકિયું કરવાનો, અને એ જીવનમાં ક્યાં ક્યાં કચરો એકઠો થયો છે, એની સૂક્ષ્મ તપાસ કરવાનો. આટલું જ કરવા માટે આપણે ભગવાનનું જીવન સાંભળીએ છીએ. જે એ જીવન સાંભળી પોતાના જીવનમાં એકવાર પણ ડોકિયું કરાય, અને પિતાની નબળાઈઓ નજરે પડે છે, સમજી લેવું કે તે બધાં જ તપ તપ્યો અને બધાં જ તીર્થોની યાત્રા કરી. પછી દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણની જુદાઈ નહિ રહે, એને માટે એને રણઝની પેઠે રખડવું નહિ પડે. આપણે સાંવત્સરિક દિવસો કેટલા પસાર કર્યા ? તેને સ્થૂળ ઉત્તર તો સૌ કોઈ પિતાની જન્મપત્રિકામાંથી મેળવી શકે પણ યથાર્થ સાંવત્સરિક દિવસ પસાર કર્યો છે કે નહિ એનો સત્ય ઉત્તર Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને તો અંતરાત્મા જ આપી શકે. પચાસ વર્ષ જેટલી લાંબી ઉંમરમાં એકવાર પણ આવું સાંવત્સરિક પર્વ જીવનમાં આવી જાય તો, એ બાકીનાં ઓગણપચાસે સફળ જ છે. ભગવાન મહાવીરનું જીવન સાંભળીએ છીએ ત્યારે તેમના ઉપર પડેલા ઉપસર્ગો સાંભળી અને તેમની પાસે હાજર થતી દેવીની સંખ્યા સાંભળી કાંતે અચરજ પામી વાહ વાહ કરીએ છીએ અને કાંતે “કાંઈક હશે એમ કહી અશ્રદ્ધાથી ફેંકી દઇએ છીએ. જ્યારે એ ભયાનક પરિષહો, અને પ્રભાવશાળી દેવાની વાત સામે આવે છે ત્યારે, શ્રદ્ધાથી અચંબો પામીએ, કે અશ્રદ્ધાથી એ વાત ન માનિયે, પણ બંનેનું પરિણામ એક જ આવે છે, અને તે એ કે આપણે ક્ષુદ્ર રહ્યા. આવું તો આપણું જીવનમાં ક્યાંથી આવે ! એ તો મહાપુરુષમાં જ હોય અથવા કઈમાં ન હોય એમ ધારી આપણે શ્રદ્ધાળુ હોઈએ કે અશ્રદ્ધાળુ હોઈએ, પણ મહાવીરના જીવનમાંથી આપણું સાધારણ જીવન પરત્વે કશું જ ઘટાવી કે ફલિત કરી શક્તા નથી. એટલે આપણે તે જીવનશુદ્ધિની દષ્ટિએ ભગવાન મહાવીરના જીવનમાંથી કશો જ ફાયદો ઉઠાવી શકતા નથી, એમ સામાન્ય રીતે કહી શકાય. મહાવીરની મહત્તા દેવના આગમન, કે બીજી દિવ્ય વિભૂતિઓમાં નથી. શરીરસૌષ્ઠવ કે બીજા ચમત્કારોમાં પણ નથી. કારણ કે જે દેવ આવી જ શકતા હોય તો બીજાઓ પાસે પણ આવે અને શરીરનું સૌષ્ઠવ તથા બીજી વિભૂતિએતો મહાન ભેગી ચક્રવર્તીઓને કે જાદુગરેને પણ સાંપડે. ત્યારે પછી આપણે આવી અતિશયતાઓથી કાં લેભાવું જોઈએ ? ત્યારે પ્રશ્ન થશે કે, ભગવાનના જીવનમાં આકર્ષક અથવા ઉપગી, મેહક અસાધારણ તત્ત્વ શું છે કે જેનો સંબંધ આપણી સાથે પણ સંભવી શકે, અને જેને લીધે ભગવાનની આટલી મહત્તા છે ? એને ઉત્તર રાતદિવસ ચાલતા આપણા જીવનમાંના તોફાનોમાંથી મળી રહે છે. જે તેફાનો આપણને હેરાન કરે છે, કચરી નાખે છે Page #3 -------------------------------------------------------------------------- ________________ જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર અને નિરાશ કરી મૂકે છે, તેજ મનનાં તફાને ભગવાનને પણ હતાં. ભયનું ભારે વાવાઝોડું, બીકનું ભારે દબાણ, લીધેલ સ્થિર રહેવાની પ્રતિજ્ઞામાંથી ચલિત થઇ, હંમેશની પડેલી ભેગની ટેવોમાં તણાઈ જવાની નબળાઈ, સંગમનું રૂપ ધારણ કરીને આવી, અને ભગવાનની કસોટી થવા લાગી. પ્રતિજ્ઞાના અડગ પગ ડગાવવા, પૂર્વ ભોગોના મરણ અને લાલચે આગનું રૂપ ધારણ કર્યું અને ખીર પાકવા લાગી. મહાવ્રતની ભીષ્મ પ્રતિજ્ઞા લેતી વખતે અંતરાત્માના દિવ્ય નાદને સાંભળવા ભગવાને જે મનમાં શ્રવણ બારીઓ ઉઘાડી મૂકી હતી, તેમાં દુન્યવી વાવાઝોડાના નાદો ખીલારૂપે દાખલ થયા. આ બધું છતાં એ ભીષ્મપ્રતિજ્ઞાવીર કેવી કેવી રીતે આગળ વધે જ ગયો, અને સંગમથી કે પગ ઉપરના ખીરપાકથી કે ખીલા ભેંકાવાથી જરા પણ પાછા ન હઠતાં, છેવટે વિજયવાન થયો, એ જ જાણવામાં મહાવીરના જીવનની મહત્તા છે. અને એવા સંગમ દેવો, એ રંધાતી ખીરે, એ કાનમાં ઠોકાતા ખીલાઓ આપણે રોજને રેજ આપણું જીવનમાં, ધર્મસ્થાનમાં કે બજારમાં અનુભવીએ છીએ. કપડાં વેગીનાં હોય કે ભોગીનાં, પણ આપણું જીવનમાં એ બધા જ ઉપસર્ગો આપણે અનુભવીએ છીએ. પછી શંકા શી કે ભલા, આવા દેવો હોઈ શકે ? કે વળી આવા ઉપસર્ગો હોઈ શકે ? તેમજ અચંબો પણ શે, કે અહો ! આ તે બધું ભગવાન જેવા મોટા પુરુષને જ હોય, એમને જ આવા ઉપસર્ગો પડે, અને એ જ તેને જિતી શકે. આપણે પોતે ભગવાન છીએ. આપણું જીવનમાં તેમને પડયા, અને તેમણે સહ્યા, તે બધા જ ઉપસર્ગો રાત દિવસ આવે જાય છે. પણ આપણે પિતાના જીવનમાં ડોકિયું નથી કરતા, અને ભગવાનના જીવન તરફ પણ નજર કરીએ છીએ તો અંદર ઊતરવા ખાતર નહિ, પણ ઉપર ઉપરથી જ. એટલે જ આપણે ભગવાનના જીવન અને આપણું જીવન વચ્ચે ભારે ફેર અનુભવીએ છીએ, અને એ ફેર બિક એવો દેવતાઈ માની લઈએ છીએ કે આપણે ભગવાન ઉપર Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને શ્રદ્ધા રાખવા છતાં તેમનાથી વેગળા અને વેગળા રહીએ છીએ આપણે પાતે જ ભગવાન છીએ, એનેા અ એટલે જ કે ભગવાનને માનસિક વિટંબણા એમના જીવનનાં તફાના, અને એમનું દિ આસુરી વૃત્તિનું યુદ્ધ, એ જ આપણા જીવનમાં છે. ફેર હોય તાં એટલા જ છે કે આપણે આપણા જીવનગત એ ઉપસગાંને જોત નથી, જોવા ઈચ્છતા નથી, તે માટે પ્રયત્ન કરતા નથી, જ્યા ભગવાને એ બધું કર્યું. અને જે જાણે, ઈચ્છે અને પ્રયત્ન કરે ? વસ્તુને મેળવે તેથી જ ભગવાને જીવન મેળવ્યું અને આપણે ગુમાવ્યું અને હજી ગુમાવતા જઈએ છીએ. મહાવીર કોના પુત્ર હતા, કઇ નાતના હતા, ઉમર શી હતી, તેમના પરિવાર કેટલા હતા, સમૃદ્ધિ શી હતી, ધર, ક્યારે છેડયું, કયાં કયાં ફર્યાં, કાણુ તેમના પરિચયમાં આવ્યું, કેટલા અને કયા કયા દૈવી બનાવા બન્યા, કે કેટલા રાજા ચરણામાં પડયા, કેટલા ચેન્ના અને ચેલીએ થયા, કેટલા ગૃહસ્થાએ તેમના પગ પૂજ્યા, તેમણે શાં શાં કામા કર્યાં, કયાં નિર્વાણ પામ્યા, વગેરે બધું જાણવું ડાય તે જાણવું ખરું પણ સ્મરણમાં રહે કે એ બધી બાબત તે વધારે ચમત્કાર પૂક અને વધારે આકર્ષક રીતે બીજાના જીવનમાંથી પણ સાંભળ્ અને મેળવી શકીએ. ત્યારે આજકાલ વંચાતા મહાવીરજીવનમાંથી શું કાંઈ સાંભળવા જેવું નથી ? એ પ્રશ્ન થશે. ઉત્તર ઉપર દેવાઇ તે ગયા જ છે, છતાં સ્પષ્ટતા ખાતર કહેવું જોઈએ. કૅ મહાવીરનું જીવન સાંભળતી કે વિચારતી વખતે અંતર્મુખ થઈ, એમના જીવનની ઘટના, ખાસ કરી ગૃહસ્થ અને સાધક જીવનની ઘટનાઓ, આપણા જીવનમાં કઈ કઈ રીતે બનૉ રહી છે તે ઉંડાણથી જોયા કરવું. ચમત્કારા, દૈવી ઘટનાએ અને અતિશયાની વાતે પાછળનું યથાર્થ રહસ્ય, આપણા જીવનને સામે રાખી, ભગવાનના જીવનમાં ડાકિયું કરવાથી તરત ધ્યાનમાં આવશે. એ ધ્યાનમાં આવતાં જ ભગવાનની Page #5 -------------------------------------------------------------------------- ________________ જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર 16 1. સ્વતઃસિદ્ધ મહત્તા નજરે ચડશે. પછી એ મહત્તા માટે કેઈ ઠાઠમાઠ દિવ્ય ઘટના કે ચમત્કારનું શરણુ લેવાની જરુર નહિ રહે. જેમ જેમ એ જરુર નહિ રહે તેમ તેમ આપણે ભગવાનના જીવનની એટલે સાંવત્સરિક પર્વની નજીક જઈશું. આજે તો આપણે બધાય સાંવત્સરિક પર્વમાં હોવા છતાં તેમાં નથી; કારણ કે આપણે જીવનશુદ્ધિમાં જ નથી. એટલે સાંવત્સરિક પર્વનું કલેવર તો આપણું પાસે છે જ. એમાં પ્રાણ પૂરાય અને એ પ્રાણ પૂરવાના સ્થળ ચિહ્નરૂપે આપણે રાષ્ટ્ર માટે ભોગને ત્યાગ કરીએ, અને એમ સાબીત કરી બતાવીએ કે, રાષ્ટ્રને ઉપયોગી થવાની જીવનશુદ્ધિ અમારામાં આ રીતે છે, તે આજનું આપણું આંશિક કર્તવ્ય સિદ્ધ થયું લેખાય. ને ભગવાનની જીવનશુદ્ધિને એટલે તેને પડઘો પાડતો સાંવત્સરિક પર્વનો પંથ એવો વિશાળ છે કે તેમાંથી આપણે આધ્યાત્મિક અને લૌકિક બંને કલ્યાણ સાધી શકીએ. હવે જોવાનું છે કે જીવનશુદ્ધિનો દાવો કરતા આપણે રાષ્ટ્રસેવા દ્વારા એને કેટલો વિકાસ કરી શકીએ છીએ. રસ્તો તો આજે ખુલ્લે થઈ ગયો છે. રાષ્ટ્રધર્મ એટલે પ્રવૃત્તિ અને જીવનશુદ્ધિ એટલે નિવૃત્તિ, એ બે વચ્ચેનો માની લીધેલ વિરોધનો ભ્રમ પણ હવે ભાંગી ગયો છે. એટલે ફક્ત પુરુષાર્થ કરવો છે કે નહિ, એ જ ઉત્તર આપો બાકી રહે છે. આના ઉત્તરમાં જ જૈન સમાજનું જીવન અને મરણ સમાયેલું છે. તા. 28-8-30 સુખલાલ