SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને તો અંતરાત્મા જ આપી શકે. પચાસ વર્ષ જેટલી લાંબી ઉંમરમાં એકવાર પણ આવું સાંવત્સરિક પર્વ જીવનમાં આવી જાય તો, એ બાકીનાં ઓગણપચાસે સફળ જ છે. ભગવાન મહાવીરનું જીવન સાંભળીએ છીએ ત્યારે તેમના ઉપર પડેલા ઉપસર્ગો સાંભળી અને તેમની પાસે હાજર થતી દેવીની સંખ્યા સાંભળી કાંતે અચરજ પામી વાહ વાહ કરીએ છીએ અને કાંતે “કાંઈક હશે એમ કહી અશ્રદ્ધાથી ફેંકી દઇએ છીએ. જ્યારે એ ભયાનક પરિષહો, અને પ્રભાવશાળી દેવાની વાત સામે આવે છે ત્યારે, શ્રદ્ધાથી અચંબો પામીએ, કે અશ્રદ્ધાથી એ વાત ન માનિયે, પણ બંનેનું પરિણામ એક જ આવે છે, અને તે એ કે આપણે ક્ષુદ્ર રહ્યા. આવું તો આપણું જીવનમાં ક્યાંથી આવે ! એ તો મહાપુરુષમાં જ હોય અથવા કઈમાં ન હોય એમ ધારી આપણે શ્રદ્ધાળુ હોઈએ કે અશ્રદ્ધાળુ હોઈએ, પણ મહાવીરના જીવનમાંથી આપણું સાધારણ જીવન પરત્વે કશું જ ઘટાવી કે ફલિત કરી શક્તા નથી. એટલે આપણે તે જીવનશુદ્ધિની દષ્ટિએ ભગવાન મહાવીરના જીવનમાંથી કશો જ ફાયદો ઉઠાવી શકતા નથી, એમ સામાન્ય રીતે કહી શકાય. મહાવીરની મહત્તા દેવના આગમન, કે બીજી દિવ્ય વિભૂતિઓમાં નથી. શરીરસૌષ્ઠવ કે બીજા ચમત્કારોમાં પણ નથી. કારણ કે જે દેવ આવી જ શકતા હોય તો બીજાઓ પાસે પણ આવે અને શરીરનું સૌષ્ઠવ તથા બીજી વિભૂતિએતો મહાન ભેગી ચક્રવર્તીઓને કે જાદુગરેને પણ સાંપડે. ત્યારે પછી આપણે આવી અતિશયતાઓથી કાં લેભાવું જોઈએ ? ત્યારે પ્રશ્ન થશે કે, ભગવાનના જીવનમાં આકર્ષક અથવા ઉપગી, મેહક અસાધારણ તત્ત્વ શું છે કે જેનો સંબંધ આપણી સાથે પણ સંભવી શકે, અને જેને લીધે ભગવાનની આટલી મહત્તા છે ? એને ઉત્તર રાતદિવસ ચાલતા આપણા જીવનમાંના તોફાનોમાંથી મળી રહે છે. જે તેફાનો આપણને હેરાન કરે છે, કચરી નાખે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249635
Book TitleJivan Shuddhi ane Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherZ_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Publication Year
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size354 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy