________________
અëનું ધ્યાનઃ
ઉપર અને નીચે રેફયુક્ત અને કલા અને બિન્દુથી આક્રાન્ત, અનાહત સહિત મંત્રાધિરાજને સુવર્ણના કમલમાં રહેલા ગાઢ ચંદ્રના કિરણોની માફક નિર્મલ, આકાશમાં સંચરતો અને દિશાઓને પ્રાપ્ત થતો ચિંતવવો. ત્યાર પછી મુખ કમળમાં પ્રવેશ કરતા, ભૂલતાની અંદર ભમતા, નેત્રપાત્રમાં સ્કુરાયમાન થતા, ભાલ મંડલમાં રહેતા, તાલુકાના રંધથી બહાર નીકળતા,અમૃતસરને ઝરતા, ઉજ્જવલતામાં ચંદ્રમાં સાથે સ્પર્ધા કરતા, જ્યોતિષ મંડલમાં ક્રૂરતા, આકાશના ભાગમાં સંચરતા મોક્ષલક્ષ્મી સાથે યોજતા સર્વ અવયવોથી સંપૂર્ણ મંત્રાધિરાજને કુંભક કરીને ચિંતવવો. કહ્યું છે કે આ કાર જેની આદિમાં છે અને હકાર જેના અંતમાં છે તથા મધ્યમાં બિન્દુ સહિત રેફ છે તે
જ પરમતત્ત્વ છે. તેને જે જાણે છે, તે તત્વનો જાણકાર છે.
મનને સ્થિર કરી યોગી જ્યારે આ મહાતત્ત્વનું ધ્યાન કરે છે ત્યારે તે વખતે તેને આનંદ સંપદાની ભૂમિ સમાન મોક્ષ લક્ષ્મી સમીપ આવીને ઉભી રહે છે. ૐકારનું ધ્યાનઃ
&ય કમલમાં રહેલ, સમગ્ર શબ્દ બ્રહ્મની ઉત્પત્તિનું એક કરણ, સ્વર તથા વ્યંજન સહિત, પંચ પરમેષ્ઠિ પદ વાચક તથા મસ્તકમાં રહેલા ચંદ્રકલામાંથી ઝરતા અમૃતના રસે કરી ભીંજાતા, મહામંત્ર પ્રણવ-ૐ કારને કુંભક કરીને ચિંતવવો. પંચપરમેષ્ઠિ મંત્રનું ધ્યાનઃ
ત્રણ જગતને પવિત્ર કરનાર, અતિ પવિત્ર, પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર વિશેષ પ્રકારે ચિંતવવો. આ મહામંત્રને સારી રીતે આરાધીને શ્રેષ્ઠ આત્મલક્ષ્મીને મેળવી, આ ભવમાં યોગીઓ ત્રણેલોકના જીવોથી પણ પૂજાય છે. હજારો પાપ કરનારા અને સેંકડો પ્રાણીઓને મારનાર તિર્થંચો પણ આ મહામંત્રની આરાધના કરી દિવ્ય ગતિને પ્રાપ્ત થયા છે.
પેઈજ નં.૧૦૩
રૂપથ સ્થાન:
અરિહંત ભગવાનના રૂપને અવલંબીને કરેલું ધ્યાન રૂપસ્થ ધ્યાન કહેવાય છે.
આ ધ્યાન કરવાથી સાધક પોતાના આત્માને સર્વજ્ઞ જુએ છે. ૧) સમવસરણમાં રહેલા અરિહંત ભગવાનના રૂપને અનુલક્ષીને કરેલું ધ્યાન રૂપસ્થ કહેવાય છે.
પ્રતિમાથી રૂપસ્થ ધ્યાનઃ
જિનેશ્વર ભગવાનની શાંત, મનોહર, આને સામે ખુલ્લી આંખે દષ્ટિ કરવી. આંખ બંધ ન કરવી જેથી અપૂર્વ આનંદ મળે છે. કર્મની નિર્જરા થાય છે તેને રૂપસ્થ ધ્યાન કહે છે.
Lib topic 7.2 #5
www.jainuniversity.org