Book Title: Jain Dhyan na Char Prakaro Author(s): Jain University Publisher: Jain University View full book textPage 1
________________ ૭.૨ જૈન ધ્યાનના ચાર પ્રકાર મનની વિચારધારાને એક વિષયમાં એકાગ્ર કરવી તે ધ્યાન કહેવાય છે. જૈન માનતા અનુ+સાર ધ્યાન, આત્માની એક વિશિષ્ટ શક્તિ છે. આત્મા સ્થિર-નિશ્ચિત-અધ્યવસાયપરિણામોને ધ્યાન કહેવામાં આવે છે. તે શુભ અને અશુભ એમ બે પ્રકારનું છે. શુભ સ્થાન - શુભ ધ્યાનથી પૂર્વસંચિત પાપકર્મનો ક્ષય થાય છે અને આત્માની શુદ્ધિ થાય છે. અશુભ ધ્યાન - અશુભ ધ્યાનથી નવા કર્મોનું સર્જન થાય છે. અને આત્મા મલિન થાય છે. શુભ અને અશુભ ધ્યાન મુખ્યત્વે ચાર પ્રકારના છે. ૧.આર્તધ્યાન - મનગમતું મેળવવા માટે અને અણગમતું છોડવા માટે ચિંતા કરવી, કષાય કરવા, રડવું દુઃખી થવું તેને આર્તધ્યાન કહેવાય છે. અનિષ્ટસંયોગ, ઈષ્ટવિયોગ, રોગચિંતા અને નિદાન ૪ ભેદ છે. આ ધ્યાનથી દુર્ગતિમાં જવું પડે છે. ૨.રીક ધ્યાન - હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર, પરિગ્રહ વગેરે પાપો કરવા માટે સતત વિચાર કરવા, તેનો અમલ કરવો અને કરાવવો તે રૌદ્ર ધ્યાન છે. આત્મવિકાસમાં આ ધ્યાન બાધક છે. હિંસાનું બંધી, મૃષાનુબંધી, તેયાનુબંધી, વિષય સંરક્ષાનુબંધી- ૪ (ચાર) પેટા પ્રકાર છે. આ ધ્યાનથી નરક ગમન થાય છે. ભવાંતરમાં દુઃખી દુઃખી થાય છે. ૩.ધર્મ ધ્યાન - મનની શુભ વૃત્તિ અને પ્રવૃત્તિની એકાગ્રતાથી જીવન પવિત્ર અને પાવન છે. તેને ધર્મ ધ્યાન કહેવામાં આવે છે. આજ્ઞાવિયય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાન વિજય ચાર પેટા ભેદ છે. આ ધ્યાનથી જીવ સદગતિમાં જાય, દેવભવ પામે છે. ૪.શુક્લ ધ્યાન - આત્માના વિશુદ્ધ સ્વરૂપની અનુભૂતિ થાય, આત્મસાક્ષાત્કાર થાય છે, તેને “શુક્લ ધ્યાન' કહેવામાં આવે છે. બધા પ્રકારના મોહ અને દોષો નાશ પામે છે, ત્યારે આ ધ્યાન સિદ્ધ થાય છે. પિંડસ્થધ્યાન, પદસ્થધ્યાન, રૂપસ્થધ્યાન, અને રૂપાતીત ધ્યાન એ ચાર પેટા ભેદ છે. આ ધ્યાનથી કષાયજન્ય, ઈર્ષા, વિષાદ, શોક સંતાપ આદિ માનસિક દુઃખોથી કદાપિ પીડા પામતો નથી. તે પ્રસન્નચિત અને પ્રમુદિત રહે છે. અનુત્તરવાસી દેવભવ અથવા કેવલજ્ઞાની બને છે. શરીર અને (ધ્યાન) ચક્ર : નામ આરા અક્ષર બીજ ભગવાન યક્ષિણી ફળ રંગરસ્થાન મૂલાધાર વ,શ,ષ,સ સુવિધિનાથ સુતારકા આરોગ્યસિદ્ધ ગૂંદા (મંગળ) પૃથ્વી (મગરમચ્છ) આનંદી મૂલાધાર લાલ. પદ્માવતિ સ્વાધિષ્ઠાન ૬ (બુધ) અવિકારીપણું બ, ભ,મ,ય. ૨,લ પાર્શ્વનાથ (સર્પ) 4 yo પૈડું કેસરી નરદત્તા નાભિ મણિપુર (ગુરુ) ડ, ઢ, ણ,ત,થ, દ,ધ,ન,૫,ફ મુનિસુવ્રત (કાચબો). સરસ્વતિ સાધના કૃપા સફેદ ક થી ઝ ટ,ઠ ય અંબિકા અનાહત (શુક્ર) નેમિનાથ (શંખ) વચન રચના સમર્થ યોગી હૃદય પીળો વાયુ વિશુદ્ધ (શનિ) સ્વરાક્ષર બધા ચંદ્રપ્રભ આકાશ (ચંદ્ર) જવાલા માલિની શાંતચિત કંઠ સાહિત્ય સર્જન શ્વેતા હ,ક્ષ શાંતિનાથ આજ્ઞા (રવિ) નિર્વાણી વાક્ય-વચન સિદ્ધ નેત્રવચ્ચે લાલ મહાતત્ત્વ હૈં પદ્મપ્રભા અય્યતા સહસ્ત્રદલ હજાર પ્રથમ વલય Lib topic 7.2 # 1 સમાધિ, મગજ www.jainuniversity.orgPage Navigation
1 2 3 4 5 6 7