________________
પદસ્થ ધ્યાનઃ
પવિત્ર પદોનું આલંબન લઈને ધ્યાન કરવામાં આવે તેને પદસ્થ ધ્યાન કહે છે. ૧) નાભિકંદ ઉપર સોળ પાંખડીવાળું એક કમળ ધારવું. દરેકપાંખડીમાં એક પછી એક સોળ સ્વર ધારવા. ૨) હૃદયમાં ૨૪ પાંખડીવાળું કમળ ધારવું. તેની દરેક પાંખડીમાં ચોવીસ વ્યંજન મૂકવા. વચ્ચે કર્ણિકામાં ૨૫મો વ્યંજન મૂકવો. ૩) મુખમાં આઠ પાંખડીવાળું કમળ ધારવું. તેમાં અનુક્રમે ય ર લ વ શ ષ સ હ આઠ વર્ણની સ્થાપના ધારવી. આ સ્વર, વ્યંજન સ્વરૂપ માતૃકાનું ધ્યાન ધારવાથી સાધક શ્રુતજ્ઞાનનો પારગામી થાય છે અને ભૂત ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન થાય છે.
પેઈજ નં.૧૦૧
બીજી રીતે પદરથ ધ્યાન
નાભિકંદ નીચે ૮ પાંખડીવાળું કમળ ધારવું. આઠ પાંખડીમાં ૮ વર્ગ નીચે મુજબ સ્થાપવા. ૧ - અ થી અઃ સુધીના ૧૬ સ્વર
ક ખ ગ ઘ ડ
ચ છ
જ ઝ
ટ ઠ ડ ઢ
ણ
૫ -
ત થ દ ધ ન
ત થ દ ધ
ન
૫ ફ
બ
ભ મ
ય ર લ વ
શ ષ સ હ
બે પાંખડી વચ્ચે હૂની સ્થાપના કરવી. અગ્રભાગમાં ૐ હ્ સ્થાપવા. નાભિ નીચે એક સરોવરની કલ્પના કરવી. ૧૬ પાંખડીવાળા કમળની અંદર પોતાના આત્માને સ્થાપન કરી પાંખડીઓમાં ૧૬ વિદ્યા દેવી ધારવી.
સ્ફટિકના રત્નના કુંભમાંથી ઝરતા દૂધની માફક અમૃતથી પોતાને સિંચાતા ધારવું.
પરમેષ્ઠિ અહત છે તેના મસ્તક વિષે ધ્યાન કરવું. તે ધ્યાન સહિત સોહં, સોહં, તે વીતરાગ તેજ હું, તેજ હું – એમ વારંવાર ચિંતન કરવાથી આપણે રાગ વિનાના થઈએ.
પેઈજ નં.૧૦૨
Lib topic 7.2 #4
www.jainuniversity.org