________________
હૃદયમાં રહેલ કમળ બાળવું અને શરીરની બહાર તથા અંદર નીચે મુજબ ધારણા કરવી. ૧) શરીરની બહાર ૩ ખૂણાવાળો બળતો અગ્નિનો જથ્થો- સાથિયાના ચિહ્યાળો અને વહિં બીજ ૨ કાર સાથે ધારવો.
૨) શરીરની અંદર મહામંત્રના ધ્યાનથી ઉત્પન્ન થયેલી જવાળા અને બહારના વિભુરની જવાળાએ બન્નેથી દેહ અને આઠ કર્મનું બનેલું કમળ બન્નેને બાળીને ભસ્મીસાત કરવું.
પિંડસ્થ ધ્યાનમાં અભ્યાસ કરનાર યોગીને મંત્ર-તંત્ર કંઈ કરી શક્યાં નથી. વિશેષમાં કર્મક્ષય થવાથી મોક્ષ
મળે છે.
jainuniversity.org
પેઈજ નં.૯૯
(૩) વાયવી ધારણા:
ત્યાર પછી ત્રણ ભુવનના વિસ્તારને પૂરી દેતા, પર્વતોને ચલાયમાનકરતા અને સમુદ્રના ક્ષોભ પમાડતા, પ્રચંડ વાયુને ચિંતવવો અને પૂર્વ શરીર તથા કમલને બાળીને જે રાખ કરવામાં આવી છે તેને આ વાયુવડે ઉડાડી નાખી, પ્રબળ ધારણા કરી તે વાયરાઓને શાંત કરવો, એને મારૂતી અર્થાત વાયવી નામની ત્રીજી ધારણા કહેવાય
છે.
(૪) વારૂણી ધારણા:
ત્યાર પછી અમૃત સરખા વરસાદને વરસાવનાર, વાદળાઓથી ભરપૂર આકાશને ચિંતવવું. પછી અર્ધચંદ્રાકાર કલાબિંદુ સહિત વરૂણ બીજને સ્મરવું. તે વરૂણ બીજથી ઉત્પન્ન થયેલા અમૃત સરખા પાણીથી આકાશને ભરીને પૂર્વ શરીરથી પેદા થયેલ રજ જે આકાશમાં ઉડાડી હતી, તે રજને પાણીથી ધોઈ નાંખવી. પછી વારૂણને શાન્ત કરવું, તે વારૂણી ધારણા કહેવાય છે. (૫) તત્તભ ધારણા:
ત્યાર પછી શુદ્ધ બુદ્ધિવાળા સાધકે સાત ધાતુ વિનાના, પૂર્ણચંદ્રની માફક નિર્મલ કાંતિવાળા અને સર્વજ્ઞ સમાન પોતાના આત્માને ચિંતવવો. પછી સિંહાસન ઉપર આરૂઢ થયેલા, સર્વ અતિશયોથી સુશોભિત, સર્વ કર્મોનો નાશ કરનારા અને કલ્યાણકારક મહિમાવાળા, પોતાના શરીરની અંદર રહેલા, નિરાકાર આત્માને ચિંતવવો એ
‘તત્ત્વભ નામની ધારણા' જાણવી. આ પિંડસ્થ ધ્યાનનો હંમેશા અભ્યાસ કરનાર સાધક મોક્ષ સુખ પામે છે.
પેઈજ નં.૧૦૦
Lib topic 7.2 # 3
www.jainuniversity.org