________________
રૂપાતીત ધ્યાનઃ
અમૂર્ત, ચિદાનંદ સ્વરૂપ નિરંજન સિદ્ધ પરમાત્માનું આલંબન લઈ હંમેશ તેનું ધ્યાન કરવાથી સાધકો આત્મા પરમાત્મા સાથે એકીકરણ કરે છે. પિંડસ્થ,પદસ્થ, રૂપથ અને રૂપાતીત ચાર પ્રકારના ધ્યાન રૂપી અમૃતમાં મગ્ન થયેલું સંયમીનું મન જગતના તત્ત્વોને સાક્ષાત કરે છે અને પોતાના આત્માની વિશુદ્ધિ કરે છે આ રીતે જ્યારે તન્મયપણું પ્રાપ્ત કરે છે ત્યારે તે સિદ્ધ આત્મામાં લય પામે છે એટલે કે આત્મા અને પરમાત્માનું ઐક્ય થાય છે.
પેઈજ નં.૧૦૪
jainuniversity.org
ચતુર્વિધ ધ્યાન સ્તોત્ર
પરમેષ્ઠિય વર્ણો (અક્ષરો) વડે તે ધ્યાન કેવી રીતે થાય તે સગુરૂએ કહેલા પિંડ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એવા પરમેષ્ઠિય તત્વને હું કહીશ.
મૂલાધાર ચકની ચાર પાંખડી છે. તે નમ:સિદ્ધ’થી સમૃદ્ધ છે. અને કર્ણિકામાં પ્રણવ (ૐ કાર) કે જે પંચ પરમેષ્ઠિના પાંચ વર્ણ અર્થાત પાંચ પ્રથમાક્ષર અ + અ + આ + અ + + થી નિષ્પન્ન છે. તેનું ધ્યાન સુખને આપો.
સ્વાધિષ્ઠાન ચક્ર છ ખુણાની આકૃતિવાળું છે. તે આકૃતિની મધ્યથી લઈને પ્રદક્ષિણામાં અર્થાત ક્રમશઃ નમો અરિહંતાણં એ સાત અક્ષરનો મહામંત્ર છે. તેનું ધ્યાન દુ:ખનું હરણ કરો.
મણિપુર ચક્ર આઠ પાંખડીવાળું છે. તેની મધ્યમાં તથા દિશાઓમાં, પાંચ પરમેષ્ઠિઓ તેમજ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ છે. તેનું હું ધ્યાન કરૂં છું. -
અનાહત ચક્ર સોળપત્ર વાળું છે. તેમાં ષોડશાક્ષરી નામની મહાવિદ્યા છે. તેમજ તે સોળ પાત્રો સોળ સ્વરોથી સૂચિત સોળ વિધાદેવીઓથી પણ યુક્ત છે.તેની કર્ણિકામાં શ્રી ગૌતમ સ્વામીને હું નમસ્કાર કરું છું.
વિશુદ્ધ ચક્ર જે કંઠમાં છે. અને જેમાં ચોવીસ પત્રો છે. તેમાં ચોવીસ તીર્થંકરો, તથા જિનેશ્વરની ચોવીસ માતાઓ તથા ચોવીસ યક્ષો અને ચોવીસ યક્ષિણીઓ રહેલી છે. તથા કર્ણિકામાં જિનશક્તિ એટલે અહેં નમઃ છે. તેનું હું સદા ધ્યાન કરૂ છું.
લલના ચક કે જેની બત્રીસ પાંખડીઓ છે. તે બત્રીશ ઈન્દ્રોથી સમૃદ્ધ છે, અને “હ” રહિત એટલે ‘ક’ થી માંડી ‘સ' સુધીના બત્રીશ વ્યંજન, તેમજ સરસ્વત્યે: નમ: મંત્રથી સિદ્ધ થતી સરસ્વતી દેવી મને સુખ આપો.
આજ્ઞાચક ને ત્રણ પાંખડીઓ છે. તેમાં હ, ળ, ક્ષ, થી યુક્ત અને “ૐ નમ:' થી સંકલિત (હીં કારરૂપી) એકાક્ષરી મહાવિદ્યા સમગ્ર સિદ્ધિને આપનારી છે.
સોમચક્ર જે સોમકલા (અર્ધચન્દ્રની આકૃતિ) સ્વરૂપ છે. તેમાં ‘અ, સિ, આ, ઉ, સા નમ:' મંત્રનું ચન્દ્ર જેવા શ્વેત વર્ણ રૂપે ધ્યાન કરતાં તે મોક્ષના કારણરૂપ બને છે.
Lib topic 7.2 # 6
www.jainuniversity.org