________________
જિનતત્ત્વ
કરણ એટલે ક્રિયા. સિત્તરી એટલે સિત્તેર બોલ, કરણસિત્તરી વિશે નીચેની ગાથામાં કહેવાયું છે :
पिंड विसोही समिई, भावण पडिमा य इन्दिअनिरोहो । पडिलेहण गुत्तीओ अभिग्गहा चेव करणं तु ।।
[પિંડ વિશુદ્ધિ, સમિતિ, ભાવના, પ્રતિમા, ઇન્દ્રિયનિરોધ, પ્રતિલેખના, ગુપ્તિ અને અભિગ્રહ એ કરણ (ક્રિયા) છે.
કરણસિત્તરીના ૭૦ બોલ નીચે પ્રમાણે છે :
સફ
પિંડવિશુદ્ધિ સમિતિ
ભાવના
પ્રતિમા
ઇન્દ્રિયનિરોધ
પ્રતિલેખના
Jain Education International
ગુપ્તિ
અભિગ્રહ
કુલ
૭૦ પ્રકાર
ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ બીજી રીતે પણ ગણાવવામાં આવે છે, જેમ કે અગિયાર અંગના અગિયાર ગુણ અને ચૌદ પૂર્વના ચૌદ ગુણ એમ અગિયાર અને ચૌદ મળીને પચીસ ગુણ. અગિયારે અંગનાં નામ જોઈ ગયા. ચૌદ પૂર્વનાં નામ નીચે પ્રમાણે છે : (૧) ઉત્પાદ પૂર્વ, (૨) અગ્રાયણી પૂર્વ, (૩) વીર્યપ્રવાદ પૂર્વ, (૪) અસ્તિપ્રવાદ પૂર્વ, (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વ, (૬) સત્યપ્રવાદ પૂર્વ, (૭) આત્મપ્રવાદ પૂર્વ, (૮) કર્મપ્રવાદ પૂર્વ, (૯) પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વ, (૧૦) વિદ્યાપ્રવાદ પૂર્વ, (૧૧) કલ્યાણ પૂર્વ, (૧૨) પ્રાણાયુ પૂર્વ, (૧૩) ક્રિયાવિશાલ પૂર્વ, (૧૪) લોકબિંદુસાર પૂર્વ.
૪ પ્રકારની
૫ પ્રકારની
૧૨ પ્રકારની
૧૨ પ્રકારની
૫ પ્રકારના
૨૫ પ્રકારની
૩ પ્રકારની
૪ પ્રકારના
શ્રી જ્ઞાનવિમલસૂરિએ ‘નવકાર ભાસ'માં ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ આ બંને રીતે દર્શાવ્યા છે. જુઓ :
‘અંગ અગ્યાર, ચૌદ પૂર્વ જે, વલી ભણિ ભણાવે જેહ રે; ગુણ પણ વીસ અલંકર્યા, દૃષ્ટિવાદ અરથ ગેહ રે.
*
For Private & Personal Use Only
www.jainelibrary.org