________________
ઉપાધ્યાયપદની મહત્તા
અથવા
અંગ ઇચ્ચાર જે વલી, તેહના બાર ઉપાંગ રે; ચરણકરણની સિત્તરી, જે ધારે આપણઇ અંગ રે.’
ઉપાધ્યાય મહારાજના પચીસ ગુણમાં અગિયાર અંગ, બાર ઉપાંગ તથા નંદીસૂત્ર અને અનુયોગસૂત્ર એ બે મળીને પચીસ ગુણ પણ ગણાવાય છે. વળી, ઉપાધ્યાયના પચીસ ગુણ નીચે પ્રમાણે પણ ગણાવવામાં આવે છે : बारसंग विउबुद्धा करण चरण जुओ। पब्भवणा जोग निग्गो उवज्झाय गुणं वंदे ||
[બાર અંગના જાણકાર, કરણસિત્તરી અને ચરણસિત્તરીના ગુણોથી યુક્ત, પ્રભાવના તથા યોગથી યુક્ત એવા ઉપાધ્યાયના ગુણોને વંદન કરું છું.] બાર અંગના બાર ગુણ, એક ગુણ કરહંસત્તરીનો, એક ગુણ ચરણસિત્તરીનો, આઠ પ્રકારની પ્રભાવનાના આઠ ગુણ તથા મન, વચન અને કાયા એ ત્રણના યોગના ત્રણ ગુણ એમ મળીને ઉપાધ્યાયના પચીસ ગુણો ગણાવવામાં આવે છે.
જેમ આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ છત્રીસ જુી જુદી રીતે ગણાવવામાં આવે છે તેમ ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ જુદી જુદી પચીસ રીતે ગણાવવામાં આવે છે. શ્રી જ્ઞાનવિમલસૂરિ ‘નવકાર ભાસ’માં કહે છે :
પંચવીસ પંચવીસી ગુણતણી, એ ભાખી પ્રવચનમાંહિ રે, મુક્તાફલ માલા પરિ, દીપે જસ અંગ ઉછાહી રે.’
૪૩૭
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી પણ ‘નવપદની પૂજા'માં આ પચીસ પચીસીનો નિર્દેશ કરતાં કહે છે : ‘ધરે પંચને વર્ગ વર્ગત ગુણૌધા.' અહીં એમણે ગણિતશાસ્ત્રના પારિભાષિક શબ્દો વાપર્યા છે, પાંચનો વર્ગ એટલે ૫ × ૫ = ૨૫. આ વર્ગને ફરી વર્ગત કરવામાં આવે એટલે ૨૫ × ૨૫ = ૭૨૫ થાય. ઉપાધ્યાય ભગવંત એટલા ગુણોનો ધારણ કરનાર હોય છે.
આમ શાસ્ત્રકારોએ ઉપાધ્યાય ભગવંતના ૨૫ × ૨૫ એટલે કુલ ૬૨૫ ગુણ બતાવ્યા છે. અલબત્ત, આમાં અગિયાર અંગ, ચરણસિત્તરી, કરણસિત્તરી વગેરે ગુણો એકાધિક વાર આવે છે એટલે કુલ ૬૨૫ ગુણ કરતાં થોડા ઓછા ગુણ થાય; તો બીજી બાજુ ચરણસિત્તરી અને કરણસિત્તરીના સિત્તેર સિત્તેર ગુણને એક એક ગુણ તરીકે બતાવવામાં આવ્યા છે તેને બદલે તેના પેટાભેદોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org