________________ મલ્લિનાથની પ્રતિમા 191 આવા ચોત્રીસ અતિશયયુક્ત તીર્થકરનું શરીર એવું અલોકિક હોય છે કે એમાં સ્ત્રી-પુરુષના આવા ભેદ સંભવી શકે નહિ. (3) એટલા માટે જ તીર્થંકરની પ્રતિમા, જેમ મલ્લિનાથની બાબતમાં સ્ત્રીની આકૃતિવાળી નથી, તેમ અન્ય તીર્થકરોની બાબતમાં પણ પુરુષ જેવી કડક મુખમુદ્રાવાળી, મૂછ-દાઢીવાળી હોતી નથી. તીર્થકરની પ્રતિમા સૌમ્ય ભાવવાળી, ચંદ્રના પ્રકાશ જેવી શીતલ, માતા જેવા વાત્સલ્યભાવવાળી, જગતના સર્વ જીવો માટે કરુણાસહિત અમીભરેલી આંખોવાળી, ધ્યાનસ્થ મુદ્રાવાળી, અપૂર્વ ઉપશમભાવવાળી હોય છે. એટલા માટે તીર્થંકરની મુખમુદ્રામાં સ્ત્રીની પ્રતિકૃતિ જોવી હોય તો પણ જોઈ શકાય છે, અને પુરુષની પ્રતિકૃતિ જોવી હોય તો તે પણ જોઈ શકાય છે. એટલા માટે જ તીર્થકરોની પ્રતિમાનું શિલ્પવિધાન જ્યારથી ચાલુ થયું ત્યારથી સર્વ તીર્થકરોની પ્રતિમા એકસરખી જ રહી છે. તીર્થકરો હંમેશાં કાં તો પર્યકાસન (પદ્માસન) મુદ્રામાં અથવા કાયોત્સર્ગ મુદ્રામાં નિર્વાણ પામે છે. એટલા માટે જિનપ્રતિમા હંમેશાં એ બે મુદ્રામાં જ હોય છે. સ્ત્રી-પુરુષના ભેદ શરીરના હોય છે, આત્માના નહિ, તીર્થકર થયા પછી સ્ત્રી-પુરુષનો ભેદ હોતો નથી, રહેતો નથી. એટલા માટે મલ્લિકુંવરી તીર્થકરને પણ “મલ્લિનાથ” તરીકે ઓળખવાની અને એમની પ્રતિમા અન્ય તીર્થકરો. જેવી બનાવવાની પ્રથા શ્વેતામ્બરોમાં પરાપૂર્વથી ચાલી આવી છે. (અપવાદરૂપે મલ્લિનાથની એક પ્રાચીન ધાતુપ્રતિમા સ્ત્રી સ્વરૂપે છે, જે લખનૌના મ્યુઝિયમમાં છે.) મલ્લિનાથ સ્ત્રી તરીકે તીર્થંકર થયા એ ઘટનાને શ્વેતામ્બર સંપ્રદાય અચ્છેરા' તરીકે એટલે કે સામાન્ય રીતે ન બને એવી આશ્ચર્યકારક ચમત્કૃતિભરેલી ઘટના તરીકે ઓળખાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org