Book Title: Mallinathni Pratima Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 1
________________ મલ્લિનાથની પ્રતિમા જેનોમાં શ્વેતામ્બર અને દિગમ્બર સંપ્રદાય વચ્ચે મહત્ત્વના બે સૈદ્ધાંતિક મતભેદ આ છે : (૧) સ્ત્રી-મુક્તિ અને (૨) કેવલી-ભુક્તિ. (કેવળજ્ઞાનીના આહાર વિશે.) દિગમ્બરો માને છે કે સ્ત્રી મોક્ષે ન જઈ શકે. શ્વેતામ્બરો માને છે કે ભલે અલ્પ પ્રમાણમાં પણ સ્ત્રી અવશ્ય મોક્ષગતિ પ્રાપ્ત કરી શકે છે. - શ્વેતામ્બરો માને છે કે આ અવસર્પિણી કાળમાં સૌપ્રથમ મોક્ષે જનાર મરુદેવા માતા (ભગવાન ઋષભદેવનાં માતા) છે. દિગમ્બરો માને છે કે મરુદેવા માતા સ્ત્રી હોવાથી મોક્ષે ન જઈ શકે. પ્રથમ મોક્ષે જનાર તે ભગવાન ઋષભદેવના પુત્ર બાહુબલિ છે. એટલા માટે તીર્થકરોની પ્રતિમાની સાથે સાથે બાહુબલિની પ્રતિમાની પૂજાનો પ્રચાર દિગમ્બરોમાં વિશેષ છે. શ્વેતામ્બરો માને છે કે ચોવીસ તીર્થકરોમાં ૧૯મા તીર્થકર મલ્લિનાથ તે સ્ત્રી હતાં – મલ્લિકુંવરી હતાં. પૂર્વભવમાં તપની બાબતમાં માયાકપટ કરવાને કારણે એમને સ્ત્રી તરીકે જન્મ મળ્યો હતો. દિગમ્બર માને છે કે મલ્લિનાથ પુરુષ હતા, કારણ કે સ્ત્રી જો કેવળજ્ઞાન ન પામી શકે, મોક્ષગતિ પ્રાપ્ત ન કરી શકે તો તીર્થંકર થવાની વાત જ શી ? શ્વેતામ્બર અને દિગમ્બર સંપ્રદાય વચ્ચેનો આ મતભેદ જમાનાજૂનો છે અને એવું કોઈ પ્રત્યક્ષ પ્રમાણ કે સાબિતી નથી કે જેથી આ મતભેદનું તરત નિરાકરણ થઈ શકે. બંને સંપ્રદાયના પૂર્વાચાર્યોએ એકબીજાના મતનું ખંડન કરવા માટે ઘણી દલીલો કરી છે. શ્વેતામ્બર પરંપરા જો એમ માને છે કે મલ્લિનાથ સ્ત્રી હતા અને શ્રીરૂપે તીર્થકર થયા હતા, તો પછી મલ્લિનાથની પ્રતિમા પુરુષના આકારની કેમ છે ? એ માટે નીચેના કેટલાક મુદ્દા વિચારવા જેવા છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3