SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ થાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [૧રપ૮ શકાય તેટલા માટે અને ગતાનુગતિક સાધારણ જનતા તેવા વિતકુશળ પંડિતથી ઠગાઈ કુમાર્ગે ન જાય એમ વિચારી કાણિક મુનિએ છળ, જાતિ વગેરેને ઉપદેશ કર્યો છે. આના ઉત્તરમાં હેમચંદ્ર કહે છે કે અસત્ય ઉત્તરથી પ્રતિવાદીનું ખંડન કરવું એ યોગ્ય નથી. કારણ કે મહાત્માઓ અન્યાય વડે જય કે યશ મેળવવા ઈચ્છતા નથી. માટે છલાદિને પ્રયોગ કરે અનુચિત હોવાથી જલ્પ એ વાદથી જુદી કથા સિદ્ધ થતી નથી. આ જ વાત તેણે ક્લ,. જાતિ. આદિના ઉપદેશક અક્ષપાદનો પરિહાસ કરતાં અન્ય ચાર બ્રાઝિશિ માં, રૂપાન્તરથી કહીર છે : પ્રાકૃત લેકે રવભાવથી જ વિવાદઘેલા હોય છે તેમાં વળી તેઓને લ, જતિ અને નિગ્રહસ્થાન જેવાં માયિક તને ઉપદેશ કરે અને તે વડે પ્રતિવાદીના મર્મોને ભેદવાનું સાધન પૂરું પાડવું એ અક્ષપાદમુનિની ખરેખર વિરક્તિ છે!” હેમચંદ્રના આ ઉત્તર ઉપર અક્ષપદને અનુગામી આગળ વધી દલીલ કરે છે કે કેઈ પ્રબળ પ્રતિવાદીને જેવાથી અગર તેના જ્યને લીધે થતા ધર્મ નારાની સંભાવનાથી પ્રતિભા કામ ન કરે ત્યારે ધૂળની પેઠે અસત્ય ઉત્તરે ફેંકવામાં આવે, તે એવી બુદ્ધિથી કે તદ્દન હાર કરતાં સંદેહદશામાં રહેવું એ ઠીક છે તે એમાં શો દોષ? આ દલીલને ઉત્તર હેમચંદ્ર આપે છે કે १. नैवम् , असदुत्तरैः परप्रतिक्षेपस्य कर्तुमयुक्तत्वात् न धन्यायेन अयं यशोधनं वा महात्मनः समीहन्ते । प्रमाणमीमांसा पृ. ३८, द्वि. पं. ५ २. स्वयं विवादग्रहिले वितण्डापाण्डित्यकण्डलमुखे जनेऽस्मिन् । मायोपदेशात्परमर्म भिन्दन्नहो विरक्तो मुनिरन्यदीयः ।। ३. अथ प्रबलप्रतिवादिदर्शनात् तजये धर्मध्वंससंभावनातः प्रतिभाक्षयेण सम्यगुत्तरस्याप्रतिभासादसत्तरैरपि पांशुभिरिवावकिरनेकान्तपराजयावर सन्देह इति. धिया न दोषमावहतीति । प्रमाणमीमांसा पृ. ३८, द्वि. पं. ६. ४. न, अत्यापवादिकस्य जात्युत्तरप्रयोगस्य कथान्तरसमर्थनसामाभावातू वाद एव द्रव्यक्षेत्रकालभावानुसारेण यद्यसदुत्तरं कथञ्चन प्रयुञ्जीत किमेतावता कथान्तरं प्रसग्येत तस्माजल्पवितण्डानिराकरणेन वाद एवैकः कथाप्रथां लभत इति ચિતમ્ ઝમાળનીના રૂ. ૨૮, દ્ધિ. . ૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249272
Book TitleKathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages68
LanguageGujarati
ClassificationArticle & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy