________________
૧૨૫૬ ]
દર્શન અને ચિંતન કલહ આદિ દૂર કરવા, વ્યવસ્થા રાખવા, સભ્ય અને સભાપતિ આવશ્યક હોય જ એ ઉપર કહેવામાં આવ્યું છે.
અંગેનું સ્વરૂપ અને કર્તવ્ય –(૧) વાદ કથામાં બે પક્ષકારે હોય છે. તેમાં એક વાદી અને બીજે તેની સામે થનાર તેની અપેક્ષાએ પ્રતિવાદી; તેવી રીતે બીજાની અપેક્ષાએ તેની સામે પડનાર પહેલે પ્રતિવાદી કહેવાય છે. વાદી અને પ્રતિવાદી બંનેનું કામ પ્રમાણપૂર્વક પિતાપિતાના પક્ષનું સ્થાપન અને પરપક્ષનું ખંડન એ છે.
(૨) વાદી અને પ્રતિવાદી બંનેના સિદ્ધાતોના રહસ્યનું જ્ઞાન, ધારણશક્તિ બહુશ્રતપણું, ક્ષમા, મધ્યસ્થપણું –એ ગુણોને લીધે જેઓ વાદી અને પ્રતિવાદી બંનેને માન્ય થઈ શકે તે સભ્ય. તેનું કામ નીચે પ્રમાણે –
વાદી અને પ્રતિવાદીને ચેકસ પક્ષને સ્વીકાર કરાવી તેઓને જે પદ્ધતિએ ચર્ચા કરવાની હોય તે પદ્ધતિને પણ સ્વીકાર કરાવવો, પહેલે કોણ બોલશે તે ઠરાવવું; વાદી અને પ્રતિવાદીએ પિતપોતાના પક્ષના સાધનમાં અને વિરુદ્ધ પક્ષના નિરાકરણમાં જે કહ્યું હેય તેના ગુણ અને દેને નિશ્ચય કરવો; વખત આબે સત્ય (1) પ્રકાશન કરી ચર્ચાને બંધ કરવી અને યથાર્થપણે સભામાં ચર્ચાનું ફળ (જય અગર પરાજય) નિવેદન કરવું.
સભાપતિનું સ્વરૂપ અને તેનું કાર્ય --પ્રજ્ઞા (વિવેકશક્તિ) આશા, ઐશ્વર્ય (પ્રભાવ), ક્ષમા, અને મધ્યસ્થતા (નિષ્પક્ષપણું) એટલા ગુણેથી યુક્ત હોય તે સભાપતિ થઈ શકે.
તેનું કાર્ય બને વાદીઓ અને સભ્યોએ જે કર્યું હોય તે સમજી લેવું અને તકરારને નીવેડે લાવ વગેરે હોય છે.
કાળમર્યાદા – જથ્થુ વાદીઓની ચર્ચા હોય તે તેને સમય સભ્યની ઈચ્છા અને બેલનારની છૂર્તિ (કથનસામર્થ્ય ઉપર આધાર રાખે
૧ વાવતિવારિણિanતતરનીemesધારાવાસ્થતિમાક્ષરતાઅભિનેતા અભ્યાઃ પ્રમાણન તા. વરિ. ૮, p. ૧૮ :
સભ્યના સ્વરૂપ વિષે હેમચંદ્ર આપેલું નીચે એક સુંદર પદ્ય છે : स्वसमय रसमयज्ञाः कुलजाः पक्षद्वयेप्सिताः क्षमिणः ।
वादपथेवभियुकास्तुलासमाः प्रानिकाः प्रोक्ताः ॥ प्रमाणमीमांसा पृ. ३८, 8. . ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org