________________
૧૧૯૮ ]
દર્શન અને ચિંતન કરતા, જ્યારે ભારતીય વિદ્વાને ધાર્મિક ક્રિયાકલાપ, આધ્યાત્મિક તને, સામાજિક નીતિપ્રથાઓ અને ધાર્મિક જીવન વગેરેના મતભેદથી ચર્ચા કરવા પ્રેરાતા. તેનું પરિણામ પણ જુદું જુદું આવેલું બંને દેશના સાહિત્યમાં નજરે પડે છે. પ્રાચીન ગ્રીક સાહિત્યમાં આધ્યાત્મિક દૃષ્ટિએ ઉપનિષદની કક્ષામાં મૂકી શકાય એવા સાહિત્યના અભાવ ઉપરથી આ ભેદ સહેજે કળી -શકાય છે. સમય બદલાતાં વળી બંને દેશના વિકાની માનસમૃષ્ટિમાં ફેર પણ પડેલે જણાય છે. ચર્ચાની ભૂમિકામાં સોક્રેટીસનું પદાર્પણ થતાં જ શ્રીક વિચારસૃષ્ટિનું વલણ સત્યદર્શન તરફ થાય છે, અને ભારતીય વિદ્વાનોનું માનસ સાંપ્રદાયિક અસ્મિતાથી વિશેષ કલુષિત થતાં જ તેઓમાં શુષ્ક, તર્ક, જળ અને વાગડબરવૃત્તિ વધે છે.
પ. પ્રશ્નોત્તરપદ્ધતિ અને કથા પદ્ધતિ --પ્રશ્નોત્તર અને કથા (ચર્ચા) એ બે પદ્ધતિના મૂળમાં ઘણી આકર્ષક સમાનતા છતાં પણ તેના બાહ્ય સ્વરૂપમાં ભેદ છે. પ્રશ્નોત્તર પદ્ધતિમાં એક પૂછે છે ને બીજે ઉત્તર આપે છે, એટલે એક શ્રેતાને અને બીજો વક્તાને પદે છે; જ્યારે ચર્ચાપદ્ધતિમાં વાદી પ્રતિવાદી બને સમાન પદે છે. પશ્નોત્તર પદ્ધતિમાં પ્રશ્નકર્તા અને ઉત્તરદાતા એ બંને પિતાની વાત દલીલ સિવાય મુદ્દા પૂરતી પણ કહી શકે, જ્યારે ચર્ચાપદ્ધતિમાં તેમ ન ચાલે તેમાં તે વાદી–પ્રતિવાદી બંનેને દાખલા-દલીલ આપવા અનિવાર્ય થઈ પડે છે. પ્રશ્નોત્તરપદ્ધતિમાં બે વકતા શ્રોતા વચ્ચે પક્ષભેદ અને અને સિદ્ધાંતભેદ હોવાને કાંઈ નિયમ નથી, જ્યારે ચર્ચાપદ્ધતિમાં પક્ષભેદ અને સિદ્ધાંતભેદ હેવાને જ. સારાંશ કે પ્રશ્નોત્તર પદ્ધતિમાં પ્રશ્નકર્તા અને ઉત્તરદાતાની વાક્યરચના ન્યાય (પંચાવયવ) થી યુક્ત હેવાને નિયમ નથી; જ્યારે ચર્ચાપદ્ધતિમાં વાદી–પ્રતિવાદી બનેની વાક્યરચના સ્પષ્ટ કે અસ્પષ્ટરૂપે ન્યાયયુક્ત હેય છે જ. બાહ્ય સ્વરૂપમાં આવો ભેદ હોવા છતાં તેના ઉદ્દગમમાં તે ભેદ નથી. જેમ પ્રશ્નોત્તર એ જ્ઞાનેચ્છા અને જયેચ્છામાંથી જન્મ પામે છે, તેમ ચર્ચા પણ તેમાંથી જ જન્મ પામે છે. જે વ્યક્તિ કોઈ વસ્તુનું સામાન્ય
૨. જુઓ, વિન્ડલબાની A His. of Philosophy, પૃ. ૮૭, વિભાગ ૮ અને આગળ.
૩. આ કથનનો પુરા બ્રાહ્મણો, ઉપનિષદો, સૂત્ર, જૈન આગમો અને બૌદ્ધ ત્રિપિટક જોતાં સહેજે મળી આવશે.
૪. જુઓ, કૂટનટ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org