________________
-કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન t ૧૧૯૯ જ્ઞાન અગર વિશેષજ્ઞાન મેળવવા ઈચછે, તે જ બીજા તજજ્ઞને પ્રશ્નો કરે છે. આ જાતના પ્રશ્નોને ઉદ્યમ જિજ્ઞાસામાંથી થાય છે. વળી બીજી કોઈ વ્યક્તિ પિોતે કઈ વસ્તુનું જ્ઞાન મેળવવા ખાતર નહિ, પણ સામાને ચૂપ કરી પરાજિત કરવાની ઈચ્છાથી પ્રશ્નો કરે છે. આવા પ્રશ્નોને ઉદ્દગમ જયેષ્ઠામાંથી થાય છે. તેવી જ રીતે ચર્ચાની બાબતમાં પણ છે. કોઈ ચર્ચાકારે જ્ઞાન (શુદ્ધ જ્ઞાન) મેળવવાના ઇરાદાથી ચર્ચા કરવા પ્રેરાય છે, જ્યારે બીજા કેટલાક અંદર અંદર એક બીજાને હાર આપવાના ઉદ્દેશથી ચર્ચા કરવા પ્રેરાય છે. આ રીતે પ્રશ્નોત્તર તથા ચચપદ્ધતિના ઉદ્દગમમાં જ્ઞાનેચ્છા અને જયેચ્છાનું તત્વ સમાન હોવા છતાં એમનાં મૂળમાં એક સૂક્ષ્મ પણ જાણવા જેવો તફાવત છે. અને તે એ કે જ્ઞાનેચ્છામૂલક કોઈ પણ જાતને પ્રશ્ન કરનાર માણસ પોતાના જ્ઞાન વિષે જેટલે અસ્થિર અને અકકસ સંભવી શકે તેટલું વધારે સ્થિર અને વધારે ચોક્કસ ચર્ચા કરનાર હોય છે. સારાંશ કે પ્રશ્નોત્તર પદ્ધતિમાં (જયેષ્ઠામૂલક પદ્ધતિ બાદ કરીએ તે) શ્રદ્ધા મુખ્ય હેય છે, અર્થાત તે ઉપદેશ પ્રધાન બને છે જ્યારે ચર્ચા પદ્ધતિમાં પ્રજ્ઞા અને તર્ક મુખ્ય હોઈ તે હેતપ્રધાન બને છે.' આ ઉપરાંત બીજો ધ્યાન દેવા લાયક તફાવત એ છે કે પ્રશ્નોત્તરપદ્ધતિના મૂળમાં રહેલી જ્ઞાનેચ્છા અને કથાના મૂળમાં રહેલી જ્ઞાનેચ્છા એ બંને જ્ઞાનેચ્છારૂપે સમાન હેવા છતાં પણ કાંઈક જુદા જુદા પ્રકારની હોય છે. કારણ કે જે પ્રશ્નો વસ્તુના અજ્ઞાનથી જન્મ પામે છે તે તેનું સામાન્ય જ્ઞાન મળતાં જ શમી જાય છે, પણ ચર્ચામાં તેમ નથી હોતું. ચર્ચામાં તે બંને પક્ષકારેને પિતા પોતાના પક્ષનું અમુક અંશે નિશ્ચિત જ્ઞાન હોવા છતાં વિશેષ પ્રકારના તવનિર્ણયની જ ઈચ્છા ચર્ચાની પ્રેરક હોય છે, એટલે ચર્ચાના મૂળમાં રહેલી જ્ઞાનેચ્છા એ સામાન્ય જ્ઞાનેચછા ન હતાં તત્વનિર્ણયેરછારૂપ હોય છે. આટલે તફાવત જાણું લીધા પછી આગળનું વિવેચન સમજવું વધારે સરલ થશે.
૬. સમયવિભાગ-અહીં જે કથા પદ્ધતિને ઈતિહાસ આલેખવા ધાર્યો છે, તેના બે અંશે છે : કથાના સ્વરૂપ(લક્ષણ)ને ઈતિહાસ અને તેના
૫. અહીંયાં પ્રશ્ન થશે કે એક બાજુ પ્લેટોના જેવા સંવાદોને અને બીજી બાજુ હાલની ડીબેટ પદ્ધતિને શેમાં સમાવેશ થઈ શકે. લેટેના સંવાદ એ પ્રશ્નોત્તર પદ્ધતિ અને કથા પદ્ધતિનું વચલું સ્વરૂપ છે, જ્યારે ડીબેટ પદ્ધતિને તે કથા પદ્ધતિમાં જ સમાવેશ કર જોઈએ. જોકે એમાં કોઈ પચાવવી અથવા ત્રિઅવયવી ન્યાયવાક્યનો સ્પષ્ટ રીતે ઉપયોગ નથી કરતું, છતાં પણ તેમાં તે ગર્ભિત રીતે તે હોય છે જ; અને કઈ વાદીની ઇચ્છા થાય તો તે સ્પષ્ટ પણે કરવું પડે. સાધારણ રીતે હેતુ થનથી જ ચલાવી લેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org