________________ શાસનપ્રભાવક રહેતાં ધર્મપ્રેરણા મેળવી વ્રત, પચ્ચક્ખાણ, સામાયિક, પૌષધમાં જોડાવા લાગ્યા. સં. ૧૯૮૦માં સુરત-ગોપીપુરામાં પં. શ્રી પદ્મમુનિજી મહારાજ પાસે ઉપધાન કર્યા. ત્યાં દીક્ષાની ભાવના થઈ અને સં. ૧૯૮૪ના મહા વદ ૩ના શ્રી શત્રુંજયાવતાર-કતારગામ તીર્થમાં દીક્ષા થઈ. નામકરણ પૂ. પં. શ્રી કનકમુનિ ગણિના શિષ્ય શ્રી નિપુણમુનિજી મહારાજ થયું. ત્યાર બાદ, પૂ. શ્રી મેહનલાલજી મહારાજના શિષ્ય પૂ. શ્રી દેવમુનિજી મહારાજ પાસે વૈયાવચ્છ-ભક્તિ કરતાં આગમસૂત્રોનું વાચન કર્યું. પૂ. પં. શ્રી કીતિ મુનિજી મહારાજ તથા પૂ. પં. શ્રી હરમુનિજી મહારાજ તથા પૂ. આ. શ્રી અમૃતસૂરિજી મહારાજ પાસે ગોદ્ધહન કર્યો. સં. ૨૦૧૨માં સુરત વડા ચૌટામાં પૂ. આ. શ્રી સમુદ્રસૂરિજી પાસે પંન્યાસપદવી થઈ. સં. ૨૦૧૮માં મુંબઈ-લાલબાગ માસું કરી પૂ. શ્રી મેહનલાલજી સ્મૃતિગ્રંથ પ્રગટ કરાવ્યો. સં. ૨૦૨૨ના ચૈત્ર વદ ૭ને તા. ૩૦-૩-૧૯૬૭માં પૂ. આ. શ્રી વિજયઉદયસૂરિજી મહારાજ આદિ પાંચ આચાર્યોની નિશ્રામાં આચાર્ય પદવી થઈ અને સમેતશિખરજીના તથા કલકત્તાથી પાલીતાણાના સંઘમાં પધાર્યા. વિહારમાં પણ શ્રી વર્ધમાનતપની ઓળીએ ચાલુ રાખી 110 એળી સુધી પહોંચ્યા. અંતિમ પણ ચેવિહાર ચાર ઉપવાસ કરી સં. 203-aa ફાગણ વદ બીજ ને બુધવાર તા. ૩૦-૩-૮૩માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. શ્રી વર્ધમાનતપના આરાધક, ઉગ્રવિહારી, તપસ્વી સૂરિ દેવને કેટિશ: વંદના ! (સંકલન : પૂ. શ્રી ચિદાનંદસૂરિજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી કીર્તિસેન મુનિજી મહારાજ ) સમતા, સમભાવ અને સમકિતભાવને સ્વજીવનમાં મૂર્તિમંત બનાવનારા પૂ. આચાર્યશ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ જૈનમ એટલે તપ-ત્યાગને માર્ગ અર્થાત્ સુખના ત્યાગ અને દુઃખના સ્વીકારને માર્ગ. માર્ગ સાચે છે, પણ સરળ નથી; કઠિન છે. એ કઠિન માર્ગને ઉપાય છે સમતા. પરંતુ એ તો એનાથી યે વધુ કડિન-દુષ્કર છે. દુષ્કર છે, પણ એ જ સાચે માગે છે. અને એને કઈ વિરલા જ સાર્થક કરી જાણે છે. આવા વિરલ આત્મામાં એક છે, પૂ. આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજી મહારાજ. કુટુંબીજનોના અઢાર સભ્યમાંથી સત્તર સભ્યો માત્ર દેઢ વર્ષના સમયગાળામાં સ્વર્ગવાસ પામ્યા. જાણે આઘાત ઉપર આઘાતની પરંપરા ચાલી. ત્યારે તેમની ઉંમર 23 વર્ષની હતી. એ અસદા આઘાતે વચ્ચે પણ સમતાભાવ ટકાવી રાખે એમાંથી દિવ્ય એવો સમકિતભાવ-વૈરાગ્યભાવેને પ્રાદુર્ભાવ થયે. મધ્ય પ્રદેશના માલવાનું રૂણીજા ગામ તેઓશ્રીની જન્મભૂમિ. સં. ૧૯૬ન્ના મહા સુદ પને દિવસે જન્મ થયે. પિતાનું નામ કેશરમલજી, માતાનું નામ સુંદરીબાઈ અને તેમનું સંસારીનામ વસંતીલાલજી. પિતાજી પ્રતાપગઢ સ્ટેટના દીવાન હતા. સુખસાહ્યબી અને સંસ્કાર સિંચન સાથે વસંતીલાલજીનો ઉછેર થશે. કુમાર અવસ્થા અને યુવા અવસ્થાના પ્રારંભ સુધી કુટુંબના વિશાળ વડલાની છાયા નીચે સુખચેનમાં મહાલતા રહ્યા; દુઃખને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org