SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંત 197 પ્રભાવક ચરિત્ર મુજબ આચાર્યશ્રી માનતુંગસૂરિને કાશીનરેશ શ્રી હર્ષદેવના સમકાલીન માનવામાં આવ્યા છે. હર્ષને રાજ્યાભિષેક ઈ. સ. 608 જણાવવામાં આવે છે. તેથી આચાર્ય માનતુંગસૂરિને સમય વીરનિર્વાણની બારમી (વિક્રમની સાતમી) શતાબ્દી હોવાનો સંભવ છે. સુપ્રસિદ્ધ ચૂર્ણિ સાહિત્યકાર અને પ્રખર વિદ્વાન આચાર્ય શ્રી જિનદાસગણિ મહત્તર શ્રી જૈન શ્વેતાંબર પરંપરામાં આગમ વ્યાખ્યાકાર શ્રી જિનદાસગણિ મહત્તરનું સ્થાન વિશિષ્ટ છે. સમસ્ત જૈનસંઘમાં તેમની પ્રસિદ્ધિ ચૂર્ણિસાહિત્યકાર રૂપે છે. શ્રી જિનદાસગણિના ગુરુનું નામ ગોપાલગણિ મહત્તર હતું. ગોપાલગણિ મહત્તર વાણિજ્યકુલ, કટિકગણ અને વજશાખાના વિદ્વાન હતા. સ્વ–પર સમયના જ્ઞાતા હતા. શ્રી જિનદાસગણિ મહત્તરના વિદ્યાગુરુ પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણ હતા. તેમને ગણિપદ પિતાના ગુરુ દ્વારા મળ્યું હતું અને મહત્તરપદ જનતા દ્વારા મળ્યું હતું. ચૂર્ણિ સાહિત્ય પ્રમાણે શ્રી જિનદાસગણિ મહત્તરના પિતાનું નામ નાગ અને માતાનું નામ ગોપા અનુમાનવામાં આવે છે. તેઓ સાત ભાઈ હતા. દેહડ, સીહ, શેર એ ત્રણ ભાઈ તેમનાથી મોટા હતા અને દેઉલ, ણણ અને તિઉજજગ એ ત્રણ તેમનાથી નાના હતા. નંદીચૂર્ણિના અંતમાં શ્રી જિનદાસગણિ મહત્તરે પિતાના નામનો પરિચય આપે છે. ઉત્તરાધ્યયનચૂણિમાં પિતાના ગુરુનું નામ, કુળ તથા ગણ અને શાખાને ઉલ્લેખ કર્યો છે. નિશીથચૂણિીના પ્રારંભમાં વિદ્યાગુરુ તરીકે પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણને ઉલ્લેખ કર્યો છે. નિશીથચૂર્ણિના અંતમાં શ્રી જિનદાસ મહત્તરે રહસ્યમય શૈલીમાં પિતાના નામનો પરિચય આપે છે, જે આ પ્રમાણે છેઃ ति चउपण अट्ठमवग्गे ति तिग अक्खरा व तेसि / पढमततिएही तिदुसरजुएही गाम कयं जस्स // અકાર આદિ સ્વરપ્રધાન વર્ણમાળાનો એક વર્ગ માનવાથી આ વર્ગથી 3 વર્ગ સુધી આઠ વર્ગ બને છે. આ ક્રમથી ત્રીજા જ વર્ગને ત્રીજો અક્ષર ગ, ચોથા 8 વર્ગને પાંચમ અક્ષર જ, પાંચમા તે વર્ગને ત્રીજો અક્ષર 6, આઠમા વર્ગને ત્રીજો અક્ષર તથા પ્રથમ વર્ગની ત્રીજી માત્રા રૂ, બીજી માત્રા બા અને 1 ને 2 સાથે જોડવાથી જે નામ બને છે તે નામને ધારણ કરનાર વ્યક્તિએ આ ચૂર્ણિનું નિર્માણ કર્યું છે. આ નામ નિહાન બને છે. પિતાના નામનો પરિચય માટે આવા પ્રકારની શૈલી સાહિત્યક્ષેત્રમાં બહુ અલપ જોવા મળે છે. (સાહિત્યક્ષેત્રમાં શ્રી જિનદાસગણિ મહત્તરની પ્રસિદ્ધિ ચૂર્ણિકાર રૂપે છે. વ્યાખ્યાસાહિત્યમાં ચૂર્ણિસાહિત્ય અત્યંત સમૃદ્ધ છે. શૂર્ણિએ ગદ્યમય હોય છે. તેની ભાષા સંસ્કૃતમિશ્રિત પ્રાકૃત હોય છે. ભાગ્ય અને નિયુક્તિ કરતાં ચૂર્ણિ સાહિત્ય વધારે વિસ્તૃત છે. ગદ્યરૂપે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249072
Book TitleMantungasuri
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Story
File Size126 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy