Book Title: Mantungasuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૧૯૪ શાસનપ્રભાવક શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિશિષ્ટ ભાષ્યકાર હતા. ભાષ્યકામાં તેમનું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. પછીના આચાર્યોએ અનેક વિશેષણ આપી તેમને ઉચ્ચ કોટિના ભાગ્યકાર રૂપે મર્યા છે. આચાર્યશ્રી જિનભદ્રગણિના નવ ગ્રંથે મળે છે: ૧. વિશેષાવશ્યક ભાષ્ય, ૨. વિશેષ વશ્યક ભાષ્યટીકા, (અપૂર્ણ), ૩. બૃહત્સંગ્રહણી, ૪. બૃહëત્રસમાસ, ૫. સભાખ્ય વિશેષણવતી, ૬, નિશીથભાષ્ય, ૭. જીતક૫ ભાષ્ય, ૮. અનુગદ્વારચૂર્ણિ, ૯. ધ્યાનશતક, આ ગ્રંથમાં અનુગદ્વાચૂર્ણિ ગદ્યાત્મક છે. બાકીની રચનાઓ પદ્યાત્મક છે. વિશેષાવશ્યક ભાષ્ય પત્તવૃત્તિ સંસ્કૃતમાં છે. બાકીની ચનાઓ પ્રાકૃતમાં છે. વિશેષાવશ્યક ભાષ્ય આચાર્ય જિનભદ્રગણિની પ્રાકૃત રચના છે. તેમણે તેના પર સંસ્કૃત ટીકા રચવાને પ્રારંભ કર્યો હતે. છઠ્ઠા ગણધરના વક્તવ્યની ટીકા ચ્યા બાદ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને સ્વર્ગવાસ થઈ ગયો. આથી શ્રી કેત્યાચાર્યે બાકીની ટીકા ૧૩૭૦૦ લોકપ્રમાણુ રચી તે ટીકા પૂર્ણ કરી. ) આચાર્યશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને વીરનિર્વાણ સં. ૧૦૧૧ માં જન્મ, સં. ૧૦૨૫માં યુગપ્રધાનપદ અને સં. ૧૧૧૫ માં, ૧૦૪ વર્ષની વયે સ્વર્ગવાસ થયા હતા. વ્યાપક મહિમાવંતા “ભક્તામર સ્તોત્ર” તેમ જ “નમિઉણ સ્તોત્ર’ના કર્તા તથા મંત્રયુક્ત સ્તોત્રની રચના દ્વારા શ્રી જિનશાસનની વિશિષ્ટ પ્રભાવના અને શ્રીસંઘની રક્ષા કરનારા આચાર્યશ્રી માનતુંગસૂરીશ્વરજી મહારાજ સ્તોત્રકાવ્યોમાં “ભક્તામર સ્તોત્ર'ની રચના ઉત્તમ છે, ભક્તિરસથી ભરપૂર ઝરણું છે. આ સ્તંત્રના રચયિતા આચાર્યશ્રી માનતુંગસૂરિ છે. આચાર્યશ્રી માનતુંગસૂરિએ વેતાંબર મુનિદીક્ષા અને દિગંબર મુનિદીક્ષા એમ બંને પ્રકારની દીક્ષા ગ્રહણ કરી હતી. પ્રભાવક ચરિત્ર પ્રમાણે વેતાંબર પરંપરામાં આચાર્ય માનતુંગસૂરિના ગુરુ શ્રી જિનસિંહસૂરિ અને દિગંબર પરંપરામાં તેમના ગુરુ ચારકીર્તિ હતા. આચાર્ય માનતુંગસૂરિને જન્મ વારાણસીમાં થયે હતું. તેઓ બ્રહ્મક્ષત્રિય શ્રેણી ધનદેવના પુત્ર હતા. તેમની બહેનને સંબંધ વારાણસીનિવાસી શેઠ લક્ષ્મીધર સાથે થયા હતા. લક્ષમધર શેડ આસ્તિકજનેમાં અગ્રેસર હતા. માનતુંગના કુટુંબીજને ધાર્મિક સંસ્કારથી સમ્પન્ન હતા. પિતા ધનદેવ પાસેથી તેમને સારા એવા ધાર્મિક સંસ્કાર પ્રાપ્ત થયા હતા. જેન દિગબર મુનિઓનું પ્રવચન સાંભળી માનતુંગને સંસાર પર વૈરાગ્ય થયે. માતા-પિતાની અનુમતિ લઈ આચાર્ય ચારુકતિ પાસે દિગંબર મુનિદીક્ષા ગ્રહણ કરી. દીક્ષા જીવનમાં તેમનું નામ મહાકતિ રાખવામાં આવ્યું. મુનિચર્યામાં સજાગ મહાકતિ એક દિવસ લીમીધર શેઠને ઘેર ગેચરીએ ગયા. લક્ષ્મીધર શેઠની પત્ની માનતુંગની બહેન હતી. તે વેતાંબર પરંપરાને માનતી હતી. તેણે મુનિ મહાકીર્તિ સમક્ષ વેતાંબર મુનિચર્યાનું વર્ણન કર્યું. બહેનની પ્રેરણાથી સત્યમાર્ગની Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4