Page #1
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શાસનપ્રભાવક
શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિશિષ્ટ ભાષ્યકાર હતા. ભાષ્યકામાં તેમનું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. પછીના આચાર્યોએ અનેક વિશેષણ આપી તેમને ઉચ્ચ કોટિના ભાગ્યકાર રૂપે મર્યા છે. આચાર્યશ્રી જિનભદ્રગણિના નવ ગ્રંથે મળે છે: ૧. વિશેષાવશ્યક ભાષ્ય, ૨. વિશેષ વશ્યક ભાષ્યટીકા, (અપૂર્ણ), ૩. બૃહત્સંગ્રહણી, ૪. બૃહëત્રસમાસ, ૫. સભાખ્ય વિશેષણવતી, ૬, નિશીથભાષ્ય, ૭. જીતક૫ ભાષ્ય, ૮. અનુગદ્વારચૂર્ણિ, ૯. ધ્યાનશતક, આ ગ્રંથમાં અનુગદ્વાચૂર્ણિ ગદ્યાત્મક છે. બાકીની રચનાઓ પદ્યાત્મક છે. વિશેષાવશ્યક ભાષ્ય
પત્તવૃત્તિ સંસ્કૃતમાં છે. બાકીની ચનાઓ પ્રાકૃતમાં છે. વિશેષાવશ્યક ભાષ્ય આચાર્ય જિનભદ્રગણિની પ્રાકૃત રચના છે. તેમણે તેના પર સંસ્કૃત ટીકા રચવાને પ્રારંભ કર્યો હતે. છઠ્ઠા ગણધરના વક્તવ્યની ટીકા ચ્યા બાદ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને સ્વર્ગવાસ થઈ ગયો. આથી શ્રી કેત્યાચાર્યે બાકીની ટીકા ૧૩૭૦૦ લોકપ્રમાણુ રચી તે ટીકા પૂર્ણ કરી. )
આચાર્યશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને વીરનિર્વાણ સં. ૧૦૧૧ માં જન્મ, સં. ૧૦૨૫માં યુગપ્રધાનપદ અને સં. ૧૧૧૫ માં, ૧૦૪ વર્ષની વયે સ્વર્ગવાસ થયા હતા.
વ્યાપક મહિમાવંતા “ભક્તામર સ્તોત્ર” તેમ જ “નમિઉણ સ્તોત્ર’ના કર્તા તથા મંત્રયુક્ત સ્તોત્રની રચના દ્વારા શ્રી જિનશાસનની વિશિષ્ટ પ્રભાવના
અને શ્રીસંઘની રક્ષા કરનારા આચાર્યશ્રી માનતુંગસૂરીશ્વરજી મહારાજ
સ્તોત્રકાવ્યોમાં “ભક્તામર સ્તોત્ર'ની રચના ઉત્તમ છે, ભક્તિરસથી ભરપૂર ઝરણું છે. આ સ્તંત્રના રચયિતા આચાર્યશ્રી માનતુંગસૂરિ છે.
આચાર્યશ્રી માનતુંગસૂરિએ વેતાંબર મુનિદીક્ષા અને દિગંબર મુનિદીક્ષા એમ બંને પ્રકારની દીક્ષા ગ્રહણ કરી હતી. પ્રભાવક ચરિત્ર પ્રમાણે વેતાંબર પરંપરામાં આચાર્ય માનતુંગસૂરિના ગુરુ શ્રી જિનસિંહસૂરિ અને દિગંબર પરંપરામાં તેમના ગુરુ ચારકીર્તિ હતા.
આચાર્ય માનતુંગસૂરિને જન્મ વારાણસીમાં થયે હતું. તેઓ બ્રહ્મક્ષત્રિય શ્રેણી ધનદેવના પુત્ર હતા. તેમની બહેનને સંબંધ વારાણસીનિવાસી શેઠ લક્ષ્મીધર સાથે થયા હતા. લક્ષમધર શેડ આસ્તિકજનેમાં અગ્રેસર હતા. માનતુંગના કુટુંબીજને ધાર્મિક સંસ્કારથી સમ્પન્ન હતા. પિતા ધનદેવ પાસેથી તેમને સારા એવા ધાર્મિક સંસ્કાર પ્રાપ્ત થયા હતા. જેન દિગબર મુનિઓનું પ્રવચન સાંભળી માનતુંગને સંસાર પર વૈરાગ્ય થયે. માતા-પિતાની અનુમતિ લઈ આચાર્ય ચારુકતિ પાસે દિગંબર મુનિદીક્ષા ગ્રહણ કરી. દીક્ષા જીવનમાં તેમનું નામ મહાકતિ રાખવામાં આવ્યું. મુનિચર્યામાં સજાગ મહાકતિ એક દિવસ લીમીધર શેઠને ઘેર ગેચરીએ ગયા. લક્ષ્મીધર શેઠની પત્ની માનતુંગની બહેન હતી. તે વેતાંબર પરંપરાને માનતી હતી. તેણે મુનિ મહાકીર્તિ સમક્ષ વેતાંબર મુનિચર્યાનું વર્ણન કર્યું. બહેનની પ્રેરણાથી સત્યમાર્ગની
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંત
૧૯૫ અનુભૂતિ થતાં તેઓ તાંબર આચાર્યશ્રી જિનસિંહસૂરિ પાસે ગયા. તેમના ધર્મોપદેશથી વિશેષ શ્રદ્ધાવંત બની દિગંબર ધર્મની દીક્ષાનો ત્યાગ કરી શ્વેતાંબર સાધુધર્મની દીક્ષાને સ્વીકાર કર્યો. વેતાંબર મુનિ બન્યા પછી તેમનું મૂળ નામ “માનતુંગમુનિ' રાખવામાં આવ્યું.
ગુરુની પાસે એકાગ્રતાપૂર્વક મુનિ માનતું આગમને અભ્યાસ કર્યો. થોડા જ સમયમાં તેઓ આગમોને વિશિષ્ટ જ્ઞાતા બન્યા. ગુરુએ તેમને એગ્ય સમજી આચાર્યપદે સ્થાપ્યા. ત્યારથી તેઓ માનતુંગસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. તે સમયે વારાણસીમાં રાજા હર્ષદેવનું રાજ હતું. હર્ષદેવ વિદ્વાનને અને કવિઓને વિશેષ આદર કરતું હતું. વેદ-વેદાંગના પારગામી વિદ્વાન મયૂર અને બાણ નામના મહાકવિ ચમત્કારિક વિદ્યાઓને કારણે રાજા હર્ષદેવની સભામાં વિશેષ સન્માન પામ્યા હતા. પુરાતન પ્રબંધસંગ્રહ અને પ્રભાવક ચરિત્ર મુજબ મયૂર શ્વસુર હતો અને બાણ જમાઈ હતે. પ્રબંધ ચિંતામણિ મુજબ કવિ મયૂર અને બાણ સાળા-બનેવી હતા. કઈ કારણે પુત્રી અથવા બહેને આપેલા શાપથી પિતા અથવા ભાઈ મયૂરને કેઢ થયે હતે. વસ્ત્રથી શરીર ઢાંકી કવિ પૂર જ્યારે રાજસભામાં આવ્યો ત્યારે બાણે તેની હાંસી કરી. રાજસભામાં થયેલા અપમાનથી કવિ મયૂર દુઃખી થયો. તે ઘેર આવીને સૂર્યોપાસનામાં બેઠે. શાળવૃત્તમાં લેકેની રચના કરી બોલવા લાગ્યો. પાંચમા લેકની રચના કરતી વખતે તેને કોઢ દૂર થયા. તેણે કાવ્યની સૂર્યસ્તુતિની રચના કરી. બાણકવિએ પણ ચંડીશતકની રચના કરી. ચંડીદેવીને પ્રસન્ન કરી પિતાનાં હાથ-પગ કાપી, પુનઃ યોગ્ય સ્થાને છેડી દીધાં.
રાજા હર્ષદેવને મંત્રી જૈન હતા. તેણે રાજાને કહ્યું કે “રાજન ! આ પૃથ્વી બહુરત્ના છે. જેનોનું પણ ચમત્કાશ્મિ વિદ્યાઓ પર આધિપત્ય છે. જેનવિદ્વાન વેતાંબરાચાર્ય શ્રી માનતુંગસૂરિ આપની નગરીમાં બિરાજમાન છે. તેઓ આપની જિજ્ઞાસા પૂર્ણ કરવા સમર્થ છે. આપ તેમને આદરપૂર્વક આમંત્રિત કરે.” રાજાએ તેમને સન્માનપૂર્વક બોલાવવા આદેશ કર્યો. મંત્રીએ આચાર્યશ્રી માનતુંગસૂરિ પાસે જઈ પરિસ્થિતિ જણાવી કહ્યું કે, “કૃપા કરી આપનાં ચરણેથી રાજાના આંગણુને પાવન કરો અને ચમત્કારિક વિદ્યાના પ્રયોગ બતાવો.” આચાર્યશ્રી માનતુંગસૂરિ બોલ્યા કે, “સમસ્ત સાંસારિક કામનાથી મુક્ત મુનિઓને આવાં પ્રદર્શનનું કઈ પ્રયોજન નથી.” મંત્રીએ કહ્યું કે, “હું જાણું છું કે આપ નિરસંગ અને નિરાસત છે, પરંતુ આમાં મુખ્ય હતું જેનધર્મની પ્રભાવના છે.”
આચાર્ય શ્રી માનતુંગસૂરિએ મંત્રીની યુક્તિસંગત પ્રાર્થનાને સ્વીકાર કર્યો ને રાજસભામાં પધાર્યા. સર્વને ધર્મલાભ આપી, ઉચિત સ્થાને વિરાજ્યા. રાજા હર્ષદેવે આચાર્યશ્રીને કહ્યું કે, “સપુરુષ ! આ પૃથ્વી પર બ્રાહ્મણે કેટલા પ્રભાવશાળી છે ! એક બ્રાહ્મણ પંડિતે સૂર્યની આરાધના કરી શરીર પરથી કેદ્ર જે મહા રે ગ મટાડ્યો; બીજા પંડિતે કપાઈ ગયેલાં હાથપગ ચંડિકદેવીની ઉપાસના કરી, ફરી યોગ્ય સ્થાને છેડી દીધાં. તે વિદ્વાને આપની સામે છે. આપ પણ આપની મંત્રવિદ્યાનો પ્રભાવ બતાવે.” આચાર્યશ્રી માનતુંગસૂરિએ કહ્યું કે, “ભૌતિક પદાર્થોની પ્રાપ્તિથી નિઃસ્પૃહ મુનિજનેને લકરંજન કરવાનું શું પ્રયોજન હોય?! તેઓની દરેક
2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૯૬
પ્રવૃત્તિ મેાક્ષની સિદ્ધિ માટે હોય છે.” આચાય` માનતુ ંગસૂરિની આ વાત સાંભળી રાજા હૈ દેવ ગભીર બની ગયા. તેમના આદેશથી સેવકોએ લાઢાની ૪૪ સાંકળેથી શ્રી માનતુ ગસૂરિને પગથી માથા સુધી બાંધ્યા અને એક અંધારા ઘરમાં પૂરી ઢીધા.
શાસનપ્રભાવક
આચાય માનતુ ંગસૂરિ ચમત્કારિક વિદ્યાઓનું પ્રદર્શન કરવા ઈચ્છતા ન હતા; પરંતુ જૈનશાસનની પ્રભાવનાના મુખ્ય ઉદ્દેશ સામે આવ્યો. તેએ જિનેશ્વર પરમાત્માની સ્તુતિમાં લીન મની ગયા. ભક્તિરસથી ભરપૂર ૪૪ ક્ષેાક તેમણે રચ્યા. દરેક શ્લાક ખેલતાની સાથે લેાટાની સાંકળા અને તાળાં તૂટવા લાગ્યાં. આચાર્ય શ્રી માનતુ ંગસૂરિલાઢાની સાંકળાથી મુક્ત બની રાજસભામાં પધાર્યાં. તેમણે મધુર શબ્દોથી રાજાને ધર્મલાભ આપ્યા. આ વિસ્મયકારક ઘટના ન્તઈ રાજા હુ દેવ અત્યંત પ્રભાવિત થયા અને ખેલ્યા કે, “ મુનિવર્ય ! આપના સમતાભાવ અને સમર્પણભાવ અદ્ભુત છે. હું ધન્ય છુ, મારે દેશ ધન્ય છે, મારે આજના દિવસ ધન્ય છે, આજથી હુ આપનો ઉપદેશ સ્વીકારું છું. આપ મને મા ́દન આપે। અને ઉત્તમ શિક્ષારૂપ સુધાપાનથી અને તૃપ્ત કરી.” આચાર્ય શ્રી માનતુંગસૂરિના સદુપદેશથી રાજા હ દેવે જૈનશાસનની ઉન્નતિ માટે અનેક કાર્યો કર્યાં અને પોતે જૈનધમ ને સ્વીકાર કર્યો.
(શ્રી જૈનશાસનમાં શ્રી માનતુ ગસૂરિ મહાન તેજસ્વી આચાર્ય થયા. તેમણે પેાતાના શિષ્યાને અનેક પ્રકારે બેધ આપી સુયેાગ્ય અનાવ્યા. ગુણાકાર નામના શિષ્યને પેાતાના પદે સ્થાપી ઇંગિની અનશનપૂર્વક સ્વર્ગવાસ પ્રાપ્ત કર્યાં. તેમની પ્રતિભા શ્રેષ્ઠ હતી. કાવ્યરચનારાક્તિ અનુપમ હતી. તેમના પ્રત્યેક શ્લેષ્ઠ કાવ્યમય છે, શ્લોકની પ્રત્યેક પક્તિમાંથી ભક્તિરસનાં ઝરણાં વહે છે. હાલમાં તેમની એ રચનાએ મળે છે ઃ ૧. ભક્તામર સ્તોત્ર અને ૨. ભયહર સ્તોત્ર. )
*
(૧) ભક્તામર સ્તંત્ર : ભક્તામર શબ્દથી શરૂ થતુ હાવાથી આ તેંત્રનુ નામ ભક્તામર છે. આ રસ્તેત્રની રચના વસંતતિલકા છંદમાં થઈ છે. એમાં શ્રી ઋષભદેવ પરમાત્માની સ્તુતિ છે. સ્તોત્રની પદરચનાનું પ્રત્યેક પ૪ અસાધારણ ભક્તિનું મૂ રૂપ છે. આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરરચિત - કલ્યાણુમંદિર સ્તોત્ર'ને પ્રભાવ એમાં સ્પષ્ટ દેખાય છે. આજે આ ભક્તામર સ્તોત્ર’વિદ્યમાન છે. હજારે સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ આ સ્તોત્રના નિર'તર પાઠ કરે છે. ભક્તિરસભરપૂર આ સ્તોત્રના આધાર લઇ, વિશેષ તે પ્રથમ ચરણના આધાર લઇ, કેટલાયે વિદ્વાનોએ તેના પર ટીકા રચી છે, કેટલાકે સંસ્કૃત, હિંદી અને ગુજરાતીમાં પદ્યાનુવાદ પણ કર્યાં છે. (૨) ભયહર (નામિશ્રણ) સ્તંત્ર: આ સ્તોત્ર શ્રી માનતુ ંગસૂરિની પ્રાકૃત રચના છે. આ સ્તોત્રમાં ૨૧ પદ્ય છે. આ સ્તોત્રમાં પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ છે. આ સ્તાવરચનાની સાથે એક વિશેષ પ્રસંગ જોડાયેલા છે. એક નખત શ્રી માનતુ ગસૂર અસ્વસ્થ થઈ ગયા હતા. ગોપશાંતિ ન થવાનું જાણી શ્રી માનતુગસૂરિએ અનશન કરવાને વિચાર કર્યાં. શ્રી ધરણેન્દ્રનું સ્મરણ કર્યુ. શ્રી ધરણેન્દ્રે પ્રગટ થઈ ૧૮ અક્ષરને મ`ત્ર (સમિા ાણ વિસંહ વસલિનયુનિ) તેમને આપ્યા. એ મ`ત્રાક્ષને આધારે આચાય માનતુ ગસૂરિએ આ ભયહર સ્તોત્રની રચના કરી. આ મંત્રના પ્રભાવથી તેએ રોગમુક્ત થયા હતા. આ સ્તોત્ર આજે પણ વિદ્યમાન છે.
2010-04
Page #4
--------------------------------------------------------------------------
________________ શ્રમણભગવંત 197 પ્રભાવક ચરિત્ર મુજબ આચાર્યશ્રી માનતુંગસૂરિને કાશીનરેશ શ્રી હર્ષદેવના સમકાલીન માનવામાં આવ્યા છે. હર્ષને રાજ્યાભિષેક ઈ. સ. 608 જણાવવામાં આવે છે. તેથી આચાર્ય માનતુંગસૂરિને સમય વીરનિર્વાણની બારમી (વિક્રમની સાતમી) શતાબ્દી હોવાનો સંભવ છે. સુપ્રસિદ્ધ ચૂર્ણિ સાહિત્યકાર અને પ્રખર વિદ્વાન આચાર્ય શ્રી જિનદાસગણિ મહત્તર શ્રી જૈન શ્વેતાંબર પરંપરામાં આગમ વ્યાખ્યાકાર શ્રી જિનદાસગણિ મહત્તરનું સ્થાન વિશિષ્ટ છે. સમસ્ત જૈનસંઘમાં તેમની પ્રસિદ્ધિ ચૂર્ણિસાહિત્યકાર રૂપે છે. શ્રી જિનદાસગણિના ગુરુનું નામ ગોપાલગણિ મહત્તર હતું. ગોપાલગણિ મહત્તર વાણિજ્યકુલ, કટિકગણ અને વજશાખાના વિદ્વાન હતા. સ્વ–પર સમયના જ્ઞાતા હતા. શ્રી જિનદાસગણિ મહત્તરના વિદ્યાગુરુ પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણ હતા. તેમને ગણિપદ પિતાના ગુરુ દ્વારા મળ્યું હતું અને મહત્તરપદ જનતા દ્વારા મળ્યું હતું. ચૂર્ણિ સાહિત્ય પ્રમાણે શ્રી જિનદાસગણિ મહત્તરના પિતાનું નામ નાગ અને માતાનું નામ ગોપા અનુમાનવામાં આવે છે. તેઓ સાત ભાઈ હતા. દેહડ, સીહ, શેર એ ત્રણ ભાઈ તેમનાથી મોટા હતા અને દેઉલ, ણણ અને તિઉજજગ એ ત્રણ તેમનાથી નાના હતા. નંદીચૂર્ણિના અંતમાં શ્રી જિનદાસગણિ મહત્તરે પિતાના નામનો પરિચય આપે છે. ઉત્તરાધ્યયનચૂણિમાં પિતાના ગુરુનું નામ, કુળ તથા ગણ અને શાખાને ઉલ્લેખ કર્યો છે. નિશીથચૂણિીના પ્રારંભમાં વિદ્યાગુરુ તરીકે પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણને ઉલ્લેખ કર્યો છે. નિશીથચૂર્ણિના અંતમાં શ્રી જિનદાસ મહત્તરે રહસ્યમય શૈલીમાં પિતાના નામનો પરિચય આપે છે, જે આ પ્રમાણે છેઃ ति चउपण अट्ठमवग्गे ति तिग अक्खरा व तेसि / पढमततिएही तिदुसरजुएही गाम कयं जस्स // અકાર આદિ સ્વરપ્રધાન વર્ણમાળાનો એક વર્ગ માનવાથી આ વર્ગથી 3 વર્ગ સુધી આઠ વર્ગ બને છે. આ ક્રમથી ત્રીજા જ વર્ગને ત્રીજો અક્ષર ગ, ચોથા 8 વર્ગને પાંચમ અક્ષર જ, પાંચમા તે વર્ગને ત્રીજો અક્ષર 6, આઠમા વર્ગને ત્રીજો અક્ષર તથા પ્રથમ વર્ગની ત્રીજી માત્રા રૂ, બીજી માત્રા બા અને 1 ને 2 સાથે જોડવાથી જે નામ બને છે તે નામને ધારણ કરનાર વ્યક્તિએ આ ચૂર્ણિનું નિર્માણ કર્યું છે. આ નામ નિહાન બને છે. પિતાના નામનો પરિચય માટે આવા પ્રકારની શૈલી સાહિત્યક્ષેત્રમાં બહુ અલપ જોવા મળે છે. (સાહિત્યક્ષેત્રમાં શ્રી જિનદાસગણિ મહત્તરની પ્રસિદ્ધિ ચૂર્ણિકાર રૂપે છે. વ્યાખ્યાસાહિત્યમાં ચૂર્ણિસાહિત્ય અત્યંત સમૃદ્ધ છે. શૂર્ણિએ ગદ્યમય હોય છે. તેની ભાષા સંસ્કૃતમિશ્રિત પ્રાકૃત હોય છે. ભાગ્ય અને નિયુક્તિ કરતાં ચૂર્ણિ સાહિત્ય વધારે વિસ્તૃત છે. ગદ્યરૂપે 2010_04