________________
શ્રમણભગવંત
૧૯૫ અનુભૂતિ થતાં તેઓ તાંબર આચાર્યશ્રી જિનસિંહસૂરિ પાસે ગયા. તેમના ધર્મોપદેશથી વિશેષ શ્રદ્ધાવંત બની દિગંબર ધર્મની દીક્ષાનો ત્યાગ કરી શ્વેતાંબર સાધુધર્મની દીક્ષાને સ્વીકાર કર્યો. વેતાંબર મુનિ બન્યા પછી તેમનું મૂળ નામ “માનતુંગમુનિ' રાખવામાં આવ્યું.
ગુરુની પાસે એકાગ્રતાપૂર્વક મુનિ માનતું આગમને અભ્યાસ કર્યો. થોડા જ સમયમાં તેઓ આગમોને વિશિષ્ટ જ્ઞાતા બન્યા. ગુરુએ તેમને એગ્ય સમજી આચાર્યપદે સ્થાપ્યા. ત્યારથી તેઓ માનતુંગસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. તે સમયે વારાણસીમાં રાજા હર્ષદેવનું રાજ હતું. હર્ષદેવ વિદ્વાનને અને કવિઓને વિશેષ આદર કરતું હતું. વેદ-વેદાંગના પારગામી વિદ્વાન મયૂર અને બાણ નામના મહાકવિ ચમત્કારિક વિદ્યાઓને કારણે રાજા હર્ષદેવની સભામાં વિશેષ સન્માન પામ્યા હતા. પુરાતન પ્રબંધસંગ્રહ અને પ્રભાવક ચરિત્ર મુજબ મયૂર શ્વસુર હતો અને બાણ જમાઈ હતે. પ્રબંધ ચિંતામણિ મુજબ કવિ મયૂર અને બાણ સાળા-બનેવી હતા. કઈ કારણે પુત્રી અથવા બહેને આપેલા શાપથી પિતા અથવા ભાઈ મયૂરને કેઢ થયે હતે. વસ્ત્રથી શરીર ઢાંકી કવિ પૂર જ્યારે રાજસભામાં આવ્યો ત્યારે બાણે તેની હાંસી કરી. રાજસભામાં થયેલા અપમાનથી કવિ મયૂર દુઃખી થયો. તે ઘેર આવીને સૂર્યોપાસનામાં બેઠે. શાળવૃત્તમાં લેકેની રચના કરી બોલવા લાગ્યો. પાંચમા લેકની રચના કરતી વખતે તેને કોઢ દૂર થયા. તેણે કાવ્યની સૂર્યસ્તુતિની રચના કરી. બાણકવિએ પણ ચંડીશતકની રચના કરી. ચંડીદેવીને પ્રસન્ન કરી પિતાનાં હાથ-પગ કાપી, પુનઃ યોગ્ય સ્થાને છેડી દીધાં.
રાજા હર્ષદેવને મંત્રી જૈન હતા. તેણે રાજાને કહ્યું કે “રાજન ! આ પૃથ્વી બહુરત્ના છે. જેનોનું પણ ચમત્કાશ્મિ વિદ્યાઓ પર આધિપત્ય છે. જેનવિદ્વાન વેતાંબરાચાર્ય શ્રી માનતુંગસૂરિ આપની નગરીમાં બિરાજમાન છે. તેઓ આપની જિજ્ઞાસા પૂર્ણ કરવા સમર્થ છે. આપ તેમને આદરપૂર્વક આમંત્રિત કરે.” રાજાએ તેમને સન્માનપૂર્વક બોલાવવા આદેશ કર્યો. મંત્રીએ આચાર્યશ્રી માનતુંગસૂરિ પાસે જઈ પરિસ્થિતિ જણાવી કહ્યું કે, “કૃપા કરી આપનાં ચરણેથી રાજાના આંગણુને પાવન કરો અને ચમત્કારિક વિદ્યાના પ્રયોગ બતાવો.” આચાર્યશ્રી માનતુંગસૂરિ બોલ્યા કે, “સમસ્ત સાંસારિક કામનાથી મુક્ત મુનિઓને આવાં પ્રદર્શનનું કઈ પ્રયોજન નથી.” મંત્રીએ કહ્યું કે, “હું જાણું છું કે આપ નિરસંગ અને નિરાસત છે, પરંતુ આમાં મુખ્ય હતું જેનધર્મની પ્રભાવના છે.”
આચાર્ય શ્રી માનતુંગસૂરિએ મંત્રીની યુક્તિસંગત પ્રાર્થનાને સ્વીકાર કર્યો ને રાજસભામાં પધાર્યા. સર્વને ધર્મલાભ આપી, ઉચિત સ્થાને વિરાજ્યા. રાજા હર્ષદેવે આચાર્યશ્રીને કહ્યું કે, “સપુરુષ ! આ પૃથ્વી પર બ્રાહ્મણે કેટલા પ્રભાવશાળી છે ! એક બ્રાહ્મણ પંડિતે સૂર્યની આરાધના કરી શરીર પરથી કેદ્ર જે મહા રે ગ મટાડ્યો; બીજા પંડિતે કપાઈ ગયેલાં હાથપગ ચંડિકદેવીની ઉપાસના કરી, ફરી યોગ્ય સ્થાને છેડી દીધાં. તે વિદ્વાને આપની સામે છે. આપ પણ આપની મંત્રવિદ્યાનો પ્રભાવ બતાવે.” આચાર્યશ્રી માનતુંગસૂરિએ કહ્યું કે, “ભૌતિક પદાર્થોની પ્રાપ્તિથી નિઃસ્પૃહ મુનિજનેને લકરંજન કરવાનું શું પ્રયોજન હોય?! તેઓની દરેક
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org