SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ર શાસનપ્રભાવક છે, તેથી આ ૧૦મા ભાગનું નામ “સ્વાદુવાદબ' રખાયું છે. જૈનસાહિત્યમાં 700 નેના સંગ્રહવાળું “સપ્તશતારચક્ર” હતું, જેમ આ 12 નયના સંગ્રહવાળું ‘દ્વાદશ નયચક” છે. આચાર્ય મહ્વવાદીએ આ નયચક્રમાં પૂર્વેનાં–પ્રાચીન દર્શનથી લઈ પોતાના સમય સુધીના મતનું તલસ્પર્શી સ્વરૂપ વર્ણવી, તેની માર્મિક સમાચના કરી છે. નય અને સ્વાદ્વાર દર્શનનું વિવેચન કરનાર સંસ્કૃત ભાષાને આ અદ્ભુત-અનુપમ ગ્રંથ છે. વર્તમાનમાં આ ગ્રંથ મૂળસ્વરૂપે મળતો નથી. આચાર્ય શાંતિસૂરિ, મલ્લધારી શ્રી હેમચંદ્રસૂરિ અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના ગુરુભાઈ આચાર્ય પ્રદ્યુમ્નસૂરિના પટ્ટધર આચાર્ય ચંદ્રસેનસૂરિના સમય સુધી આ ગ્રંથ વિદ્યમાન હતા. વિ. સં. 1334 પહેલાં તે વિલુપ્ત થઈ ગયું. એટલે વર્તમાનમાં આ ગ્રંથ મૂળ સ્વરૂપે મળતું નથી, પણ તેના ઉપર આચાર્ય સિંહસૂરગણિ વાદી ક્ષમાશ્રમણકૃત “નયચક્રવાલ' અપનામ ન્યાયમાનુસારિણી' નામની 18 હજાર કલેકપ્રમાણે સંસ્કૃત ચૂર્ણિ–ટીકા મળે છે અને મહે૦ યશવિજ્યજીએ તેને આદર્શ પાઠ તૈયાર કરેલ છે તે મળે છે. તે પરથી આ ગ્રંથની મહત્તા અને ગ્રંથકર્તાની વાદશક્તિને વિશદ ખ્યાલ આવે છે. વર્તમાનમાં વિદ્યમાન વિદ્વવર્ય શ્રી અંબૂવિજયજી મહારાજે ઘણું ઘણું સંશોધન કરી " દ્વાદશાર નયચક” ઉપર સારો એ પ્રકાશ પાડતાં ગ્રંથનું સ્તુત્ય સર્જન કર્યું” છે. ). આચાર્ય મલ્લવાદીના મોટાભાઈ મુનિ અજિતશે વાદી શ્રીચંદ્રની પ્રેરણાથી “પ્રમાણ ગ્રંથ રચ્યા હતા અને વચલા ભાઈ યક્ષમુનિએ “અષ્ટાંગનિમિત્તધની” સંહિતાનું નિર્માણ કર્યું હતું. વર્તમાનમાં આ ગ્રંથ અપ્રાપ્ય છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ રચેલ “અનેકાંત જયપતાકા'માં આચાર્ય મલ્લવાદીના ગ્રંથ સન્મતિતક માંથી ઘણું અવતરણ ટાંક્યાં છે. આથી આચાર્ય મલ્યવાદી શ્રી હરિભદ્રસૂરિ પહેલાં થયેલા સિદ્ધ થાય છે. આચાર્ય મલવાદીસૂરિને બૌદ્ધો સાથે શાસ્ત્રાર્થ વીરનિર્વાણ સં. 884 (વિ. સં. ૪૧૪)માં થયો હતો, એ આધારે આચાર્ય મલવાદીસૂરિ વીરનિર્વાણની નવમી (વિક્રમની પાંચમી) શતાબ્દીમાં થયેલા મનાય છે. આગમ દ્ધારક અને “પ્રખર ભાષ્યકાર’ના લાડીલા નામથી પ્રસિદ્ધિ પામેલા બહુશ્રુત પરમ ગીતાર્થ આચાર્યશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ( શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહાશ્રતધર આચાર્ય હતા. તેઓ જ્ઞાનના સાગર અને આગમવાણી પ્રત્યે અગાધ શ્રદ્ધાશીલ અને નિષ્ઠાવાન હતા. તેમનું ચિંતન સ્વતંત્ર નહિ, પણ આગમયુક્ત હતું. આચાર્યશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આગમને પ્રથમ સ્થાન આપ્યું. આગમનું આલંબન લઈ તેમણે યુક્ત અને અયુક્તની વિચારણા કરી. ઇતિહાસનાં પૃષ્ઠો પર આગમપરંપરાના પિષક આચાર્યોમાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનું નામ નંધપાત્ર છે. ). Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249070
Book TitleMallavadisuri
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Story
File Size124 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy