Book Title: Mallavadisuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 1
________________ શ્રમણભગવંતો નય અને સ્યાદવાદના અદભુત જ્ઞાનકુંજથી પ્રકાશિત “કાદશાર નયચક”ના રચયિતા આચાર્યશ્રી મલવાદીસૂરિજી મહારાજ આચાર્યશ્રી મલવાદસૂરિ મહાપ્રજ્ઞાવાન હતા, તર્ક-નય–શાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા અને વાદમાં અજોડ હતા. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિએ “સિદ્ધહૈમ શબ્દાનુશાસનમાં અનુમન્સવારિ વાર્જિા: ' કહી આચાર્ય મત્સ્યવાદીને તાકિક-શિરોમણિ બતાવ્યા છે. વલભીમાં આચાર્ય નાગાર્જુનસૂરિએ જે ચોથી આગમવાચના કરી તેમાં આચાર્ય મત્સ્યવાદીસૂરિને સહયોગ નોંધપાત્ર હતે. પ્રભાવક ચરિત્ર' મુજબ આચાર્ય મલ્લવાદીસૂરિને જન્મ વલભીમાં થયે હતે. વલભી ત્યારે સૌરાષ્ટ્રની રાજધાની હતું. તેમની માતાનું નામ દુભદેવી હતું. દુર્લભદેવીને ત્રણ પુત્રો હતા. ૧. જિનયશ, ૨. યક્ષ અને ૩. મલ્લ. આ મલ્લ એ જ મલ્લવાદી. શ્રી જિનાનંદસૂરિ તેમના ગુરુ અને સંસારીપણે મામા હતા. પ્રબંધ ચિંતામણિ” મુજબ દુર્લભદેવી વલભીનરેશ શિલાદિત્યની બહેન હતી. મલવાદી રાજા શિલાદિત્યના ભાણેજ હતા. અન્ય પ્રબંધમાં શ્રી મલવાદીસૂરિ નાગેન્દ્રગચ્છના આચાર્ય હતા અને તેમનાથી મāવાદીગછ ચાલ્યું હોવાનું દર્શાવ્યું છે. આ મહૂવાદીગચ્છની ગાદી પંચાસર, પાટણ, થામણા (ખંભાત) વગેરે સ્થાનમાં હતી, જેની પરંપરામાં મલવાદી નામના બીજા પણ અનેક સૂરિવરે થયા છે. આ આચાર્ય દરેકના પૂર્વજપહેલાં મલ્લવાદી હતા. શ્રી મલવાદીના કુટુંબીજનો જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધાશીલ હતા. મહુવાદીની માતા દુર્લભદેવી જૈનધર્મની અનન્ય ઉપાસિકા હતી. મલ્લવાદીના મામા શ્રી જિનાનંદસૂરિ ભરૂચમાં વિરાજમાન હતા ત્યારે એક વખત શાસ્ત્રાર્થમાં બૌદ્ધભિખુ નંદથી પરાભવ પામવાને લીધે તેમને ભરૂચ છોડવું પડ્યું. તે પછી તેઓ વલભી પધાર્યા. ત્યાં એક દિવસ તેમને ધર્મોપદેશ શ્રવણ કરવા દુર્લભદેવી પિતાના ત્રણ પુત્રો સાથે આવ્યા હતા. તેમના ઉપદેશથી દુર્લભદેવી અને તેમના ત્રણે પુત્રે વૈરાગ્ય પામ્યા. સંસારની અસારતા સમજ્યા. માતાસહિત ત્રણે પુત્રએ શ્રી જિનાનંદસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. ગુરુ પાસે ધર્મશાનો અભ્યાસ કરી ત્રણે મુનિભાઈ એ વિદ્વાન થયા. ત્રણેમાં મલમુનિ સૌથી વધુ વિદ્વાન હતા. શ્રી જિનાનંદસૂરિ પિતે વિવિધ વિષયેને ગંભીર જ્ઞાતા હતા. પૂર્વાચાર્યો દ્વારા “જ્ઞાન-પ્રવાદ’ નામના પાંચમા પૂર્વમાંથી ઉદ્દધૃત “નયચક્ર” નામનો ગ્રંથ તેમની પાસે હતું, જેનું અધ્યયન-અધ્યાપન વિશેષ વિધિપૂર્વક જ કરી-કરાવી શકાતું હતું. એક વખત તીર્થયાત્રા કરવા જતી વખતે તેમણે વિચાર કર્યો કે, બાળસુલભ ચપળતાને કારણે કુશાગ્રબુદ્ધિવાળા મલમુનિ દ્વારા આ ગ્રંથ ભણવામાં આવશે તે અનિષ્ટ થવા સંભવ છે. આ અંગે સ્પષ્ટ નિષેધાત્મક આદેશ આપીને જ મારે તીર્થયાત્રાએ જવું એ ઉચિત છે. આ માટે ગંભીરતાપૂર્વક વિચાર કરી આચાર્યશ્રી જિનાનંદસૂરિએ સાધ્વી દુર્લભદેવીની સાથે મલમુનિને બોલાવીને કહ્યું કે–“પ્રિય શિષ્ય! હું તીર્થયાત્રા માટે જાઉં છું. મન લગાડીને અભ્યાસ કરતા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4