Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંતો
નય અને સ્યાદવાદના અદભુત જ્ઞાનકુંજથી પ્રકાશિત “કાદશાર નયચક”ના
રચયિતા આચાર્યશ્રી મલવાદીસૂરિજી મહારાજ આચાર્યશ્રી મલવાદસૂરિ મહાપ્રજ્ઞાવાન હતા, તર્ક-નય–શાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા અને વાદમાં અજોડ હતા. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિએ “સિદ્ધહૈમ શબ્દાનુશાસનમાં અનુમન્સવારિ વાર્જિા: ' કહી આચાર્ય મત્સ્યવાદીને તાકિક-શિરોમણિ બતાવ્યા છે. વલભીમાં આચાર્ય નાગાર્જુનસૂરિએ જે ચોથી આગમવાચના કરી તેમાં આચાર્ય મત્સ્યવાદીસૂરિને સહયોગ નોંધપાત્ર હતે.
પ્રભાવક ચરિત્ર' મુજબ આચાર્ય મલ્લવાદીસૂરિને જન્મ વલભીમાં થયે હતે. વલભી ત્યારે સૌરાષ્ટ્રની રાજધાની હતું. તેમની માતાનું નામ દુભદેવી હતું. દુર્લભદેવીને ત્રણ પુત્રો હતા. ૧. જિનયશ, ૨. યક્ષ અને ૩. મલ્લ. આ મલ્લ એ જ મલ્લવાદી. શ્રી જિનાનંદસૂરિ તેમના ગુરુ અને સંસારીપણે મામા હતા. પ્રબંધ ચિંતામણિ” મુજબ દુર્લભદેવી વલભીનરેશ શિલાદિત્યની બહેન હતી. મલવાદી રાજા શિલાદિત્યના ભાણેજ હતા. અન્ય પ્રબંધમાં શ્રી મલવાદીસૂરિ નાગેન્દ્રગચ્છના આચાર્ય હતા અને તેમનાથી મāવાદીગછ ચાલ્યું હોવાનું દર્શાવ્યું છે. આ મહૂવાદીગચ્છની ગાદી પંચાસર, પાટણ, થામણા (ખંભાત) વગેરે સ્થાનમાં હતી, જેની પરંપરામાં મલવાદી નામના બીજા પણ અનેક સૂરિવરે થયા છે. આ આચાર્ય દરેકના પૂર્વજપહેલાં મલ્લવાદી હતા.
શ્રી મલવાદીના કુટુંબીજનો જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધાશીલ હતા. મહુવાદીની માતા દુર્લભદેવી જૈનધર્મની અનન્ય ઉપાસિકા હતી. મલ્લવાદીના મામા શ્રી જિનાનંદસૂરિ ભરૂચમાં વિરાજમાન હતા ત્યારે એક વખત શાસ્ત્રાર્થમાં બૌદ્ધભિખુ નંદથી પરાભવ પામવાને લીધે તેમને ભરૂચ છોડવું પડ્યું. તે પછી તેઓ વલભી પધાર્યા. ત્યાં એક દિવસ તેમને ધર્મોપદેશ શ્રવણ કરવા દુર્લભદેવી પિતાના ત્રણ પુત્રો સાથે આવ્યા હતા. તેમના ઉપદેશથી દુર્લભદેવી અને તેમના ત્રણે પુત્રે વૈરાગ્ય પામ્યા. સંસારની અસારતા સમજ્યા. માતાસહિત ત્રણે પુત્રએ શ્રી જિનાનંદસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. ગુરુ પાસે ધર્મશાનો અભ્યાસ કરી ત્રણે મુનિભાઈ એ વિદ્વાન થયા. ત્રણેમાં મલમુનિ સૌથી વધુ વિદ્વાન હતા. શ્રી જિનાનંદસૂરિ પિતે વિવિધ વિષયેને ગંભીર જ્ઞાતા હતા. પૂર્વાચાર્યો દ્વારા “જ્ઞાન-પ્રવાદ’ નામના પાંચમા પૂર્વમાંથી ઉદ્દધૃત “નયચક્ર” નામનો ગ્રંથ તેમની પાસે હતું, જેનું અધ્યયન-અધ્યાપન વિશેષ વિધિપૂર્વક જ કરી-કરાવી શકાતું હતું. એક વખત તીર્થયાત્રા કરવા જતી વખતે તેમણે વિચાર કર્યો કે, બાળસુલભ ચપળતાને કારણે કુશાગ્રબુદ્ધિવાળા મલમુનિ દ્વારા આ ગ્રંથ ભણવામાં આવશે તે અનિષ્ટ થવા સંભવ છે. આ અંગે સ્પષ્ટ નિષેધાત્મક આદેશ આપીને જ મારે તીર્થયાત્રાએ જવું એ ઉચિત છે. આ માટે ગંભીરતાપૂર્વક વિચાર કરી આચાર્યશ્રી જિનાનંદસૂરિએ સાધ્વી દુર્લભદેવીની સાથે મલમુનિને બોલાવીને કહ્યું કે–“પ્રિય શિષ્ય! હું તીર્થયાત્રા માટે જાઉં છું. મન લગાડીને અભ્યાસ કરતા
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________
શાસનપ્રભાવક
રહેજો. પણ એક વાતનું ધ્યાન રાખજો કે, આ નયચક્ર ગ્રંથને ભૂલથી પણ ભણશે નહિ, નહિતર ઉપદ્રવ થવાનો સંભવ છે.” શિખ્ય મલમુનિ અને સાધ્વી દુર્લભદેવીને સારી રીતે આ વાત સમજાવી ગુરુએ પ્રયાણ કર્યું.
એ મને વૈજ્ઞાનિક સત્ય છે કે, નિષેધ કરેલી વાતને જાણવાનું આકર્ષણ અધિક હોય છે. મલ્લ મુનિના મનમાં નયચક્ર ગ્રંથ વાંચવાની આતુરતા થઈ ગુરુએ સંપૂર્ણપણે એ ગ્રંથ વાંચવાને નિષેધ કર્યો હોવા છતાં આ બાલમુનિ પિતાની ઈચ્છા રોકી શક્યા નહિ. તેમણે સાધ્વી દુર્લભદેવીની રજા લીધા સિવાય તે વાંચવાની શરૂઆત કરી. ગ્રંથમાં પ્રથમ કે આ પ્રમાણે હતે.
विधिनियमभङ्गवृत्ति व्यतिरिक्तत्वादनर्थकमवोचत् ।
जैनदन्यच्छासनमनृतं भवतीति वैधर्म्यम् ॥ १ ॥
કને અર્થ સમજવા મલ્યમુનિ પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યાં અચાનક શાસનદેવીએ આવી ગ્રંથ ખૂંચવી લીધે. તેથી મલ્લ મુનિના મનમાં ખેદ થયે. સમસ્ત સંઘમાં પણ આ મહત્ત્વપૂર્ણ ગ્રંથ ચાલ્યો જવાથી ચિંતા ફેલાઈ ગઈ. પરંતુ તેને પ્રાપ્ત કરવાને કોઈપણ ઉપાય કેઈના હાથમાં ન હતું. ગાઢ પશ્ચાત્તાપ યુક્ત મલ્યમુનિ પર્વતની ગુફામાં વિશેષ સાધના કરવા લાગ્યા. તેમણે ઘેર તપ આરંભ્ય. નિરંતર છઠ તપ કરવા લાગ્યા. પારણામાં રૂક્ષ ભજન લેતા હતા. ચાતુર્માસિક પારણાના દિવસે સંઘની આગ્રહપૂર્વકની વિનંતિથી સાધુઓ દ્વારા લેવાયેલું સ્નિગ્ધ ભજન લીધું.
તેમની ઘોર તપસાધનાથી દેવી પ્રગટ થઈ. તેણે મલ્લમુનિની પરીક્ષા કરી. મલ્લમુનિ તેમાં ઉત્તીર્ણ થયા. આથી દેવીએ સમયાન્તરે વિવિધ પ્રશ્નો પૂછ્યા અને તેનાથી પ્રસન્ન થઈ કહ્યું કે, “મુનિ! હું તમારા પર પ્રસન્ન છું. તમે કઈ વરદાન માગે.” મલ્લમુનિએ તે ગ્રંથ પાછો આપવા કહ્યું. દેવી બેલી, એ હવે અસંભવ છે. પણ તમે નયચક ગ્રંથની જે એક કારિકા ( ક) ભણ્યા છે, તેના આધારે તમે નયચક ગ્રંથના સર્વ અર્થ કરવા સફળ બની શકશે.” દેવી આટલું રહસ્ય પ્રગટ કરી અદશ્ય થઈ ગઈ.
મલ્લમુનિ અત્યંત ઉત્સાહપૂર્વક ઈષ્ટદેવનું સ્મરણ કરી ગ્રંથરચના કરવા લાગ્યા. તેમણે પૂર્વે ભણેલી એક કારિકાને આધારે દસ હજાર લેકપ્રમાણે નવા “નયચક” શાસ્ત્રનું નિર્માણ કર્યું, જે આજે દ્વાદશાર નયચકને નામે પ્રસિદ્ધ છે. આ ગ્રંથને હાથીની અંબાડી પર પધરાવી રાજાએ અને શ્રીસંઘે મહોત્સવ કર્યો અને મલ્લમુનિનું અપૂર્વ સન્માન કર્યું. ત્યારબાદ કેટલાક સમયે શ્રી જિનાનંદસૂરિ તીર્થયાત્રા કરી વલભી પધાર્યા. મલ્લમુનિને સર્વ પ્રકારે ગ્ય જાણી સૂરિપદ પ્રદાન કર્યું.
પૂર્વે શ્રી જિનાનંદસૂરિજીને ભરૂચમાં બૌદ્ધભિક્ષુ નંદ સાથે શાસ્ત્રાર્થમાં પરાજય મળતાં, ત્યાંથી તેમને નીકળી જવું પડ્યું હતું અને એને લીધે શ્રમણવર્ગને ઘણું સહન કરવું પડ્યું હતું. આ વાતથી વ્યથિત શ્રી મલ્લવાદસૂરિએ ગુરુદેવના પરાજયનું કલંક દૂર કરવા અને જેનશાસનનું બેવાયેલું ગૌરવ પુનઃ પ્રાપ્ત કરવાને દઢ સંકલ્પ કરી એક દિવસ ભરૂચ પધાર્યા.
2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________
શમણુભગવંત
૧૯૧
ત્યાં બૌદ્ધભિક્ષુ નંદ સાથે રાજસભામાં શાસ્ત્રાર્થ છે. શ્રી મલવાદીસૂરિએ “નયચક્રના આધારે શાસ્ત્રાર્થ શરૂ કર્યો. છ મહિના સુધી શાસ્ત્રાર્થ ચાલ્યું. છેવટે શ્રી મલવાદીસૂરિને વિજય થયું. જેનશાસનનું ગૌરવ પુનઃ સ્થાપિત થયું. આથી સમસ્ત સંઘમાં આનંદ આનંદ છવાઈ ગયે. રાજાએ પણ ઘણી પ્રસન્નાપૂર્વક આચાર્યશ્રીને અજેયવાદી'નું બિરુદ અર્પણ કર્યું અને બૌદ્ધભિક્ષુ નંદને ભરૂચમાંથી ચાલ્યા જવાને આદેશ આપે. પણ, ઉદાર અને દયાવાન શ્રી મલ્લાદીસૂરિએ રાજાને કહી એ આદેશ બંધ રખાવ્યું. શ્રી જિનાનંદસૂરિ આ વાત જાણી સંઘસહિત વલભીથી ભરૂચ પધાર્યા, તેઓને ઘણું જ બહુમાનપૂર્વક નગર–પ્રવેશ થયે. સાધ્વી દુર્લભદેવી પણ પુત્ર-સૂરિના વિજયથી પ્રસન્ન થયાં. ગુરુશ્રી જિનાનંદસૂરિએ ઘણું હર્ષ પૂર્વક આશિષ આપ્યા અને ગચ્છ ભાર યથાયોગ્ય એવા શ્રી મલવાદસૂરિને સેં.
પ્રબંધચિંતામણિ” પ્રમાણે શ્રી મલ્લવાદીને આ શાસ્ત્રાર્થ બૌદ્ધો સાથે વલભીમાં રાજા શિલાદિત્યની સભામાં થયાને ઉલ્લેખ છે. વળી, શ્રી જિનાનંદસૂરિના પરાભવની વાત મલ્લવાદીને માતા દુર્લભદેવી દ્વારા જાણવા મળી હતી. અને સાથે સાથે એ પણ જાણવા મળ્યું કે –
“तीर्थं शत्रुजयावं यद् विदितं मोक्षकारणम् ।
કવેતાશ્વ-માવતસ્ત વૌમૂતાવાશ્રિતમ્ | ૨૨ ” (અર્થાત, જેનું મુખ્ય તીર્થ શત્રુજ્ય હતું, તે તીર્થ બૌદ્ધોના કબજામાં હતું. તેના પર તે વખતે જેનો અધિકાર રહ્યો ન હતે.) માતાની આ વાત સાંભળી મલ્લવાદીસૂરિએ પ્રતિજ્ઞા કરી કે–
" नोन्मूलयामि चेद बौद्धान् नदीरय व द्रुमान् ।।
तदा भवामि सर्वज्ञध्वंस -पातकभाजनम् ॥ ३५ ॥” । આ આકરી પ્રતિજ્ઞા સાથે મલ્લવાદીસૂરિએ કઈ ગુફામાં ઘોર તપ કર્યું. તપના પ્રભાવથી પ્રગટ થઈ દેવીએ મલવાદીસૂરિની બુદ્ધિની પરીક્ષા કરી. પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા મલ્લવાદીને દેવીએ પ્રસન્ન થઈ કહ્યું કે, “મૂચા પામતા પર: ” (તમે પરમતના વિજેતા બને.) દેવી પાસેથી આવા પ્રકારનું વરદાન પામી, ન્યાયવિદ્યામાં પ્રવીણ બની મલ્લાવાદીસૂરિએ વલભીમાં બૌદ્ધભિક્ષુ નંદ સાથે શાસ્ત્રાર્થ કર્યો અને વિજય મેળવ્યું. આ શાસ્ત્રાર્થ “વિજયસિંહસૂરિ પ્રબંધ” મુજબ વીરનિર્વાણ સં. ૮૮૪ (વિ. સં. ૪૧૪)માં થયું હતું.
( આચાર્યશ્રી મલ્લવાદીસૂરિ વાદકુશળ હતા તેમ જ સમર્થ સાહિત્યકાર પણ હતા. તેમના દ્વારા રચાયેલા ત્રણ ગ્રંથને ઉલ્લેખ મળે છે: ૧. દ્વાદશાર નાયક, ૨. ૨૪ હજાર કલેકપ્રમાણ પદ્મચરિત્ર, ૩. સન્મતિતર્ક ટીકા. આ ત્રણ ગ્રંથમાં અત્યારે ફક્ત દ્વાદશાર નયચક્ર ગ્રંથ મળે છે. તે તર્ક-ન્યાયવિષયક ઉત્તમ ગ્રંથ છે.
“નયચકશાસ્ત્ર” ગ્રંથ ૧૩ વિભાગમાં વહેંચાયેલું છે. શરૂઆતમાં ૧૨ ભાગમાં વિધિનિયમથી ઉત્પન્ન થતાં ૧૨ નાનું વર્ણન છે, જે આ શાસ્ત્રના ૧૨ આરા રૂપે છે અને એ જ કારણે આ શાસ્ત્રનું નામ “દ્વાદશાર નયચક્ર” પણ છે. ૧૩મા ભાગમાં ૧૨ નનું સંજન
2010_04
Page #4
--------------------------------------------------------------------------
________________ ૧૯ર શાસનપ્રભાવક છે, તેથી આ ૧૦મા ભાગનું નામ “સ્વાદુવાદબ' રખાયું છે. જૈનસાહિત્યમાં 700 નેના સંગ્રહવાળું “સપ્તશતારચક્ર” હતું, જેમ આ 12 નયના સંગ્રહવાળું ‘દ્વાદશ નયચક” છે. આચાર્ય મહ્વવાદીએ આ નયચક્રમાં પૂર્વેનાં–પ્રાચીન દર્શનથી લઈ પોતાના સમય સુધીના મતનું તલસ્પર્શી સ્વરૂપ વર્ણવી, તેની માર્મિક સમાચના કરી છે. નય અને સ્વાદ્વાર દર્શનનું વિવેચન કરનાર સંસ્કૃત ભાષાને આ અદ્ભુત-અનુપમ ગ્રંથ છે. વર્તમાનમાં આ ગ્રંથ મૂળસ્વરૂપે મળતો નથી. આચાર્ય શાંતિસૂરિ, મલ્લધારી શ્રી હેમચંદ્રસૂરિ અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના ગુરુભાઈ આચાર્ય પ્રદ્યુમ્નસૂરિના પટ્ટધર આચાર્ય ચંદ્રસેનસૂરિના સમય સુધી આ ગ્રંથ વિદ્યમાન હતા. વિ. સં. 1334 પહેલાં તે વિલુપ્ત થઈ ગયું. એટલે વર્તમાનમાં આ ગ્રંથ મૂળ સ્વરૂપે મળતું નથી, પણ તેના ઉપર આચાર્ય સિંહસૂરગણિ વાદી ક્ષમાશ્રમણકૃત “નયચક્રવાલ' અપનામ ન્યાયમાનુસારિણી' નામની 18 હજાર કલેકપ્રમાણે સંસ્કૃત ચૂર્ણિ–ટીકા મળે છે અને મહે૦ યશવિજ્યજીએ તેને આદર્શ પાઠ તૈયાર કરેલ છે તે મળે છે. તે પરથી આ ગ્રંથની મહત્તા અને ગ્રંથકર્તાની વાદશક્તિને વિશદ ખ્યાલ આવે છે. વર્તમાનમાં વિદ્યમાન વિદ્વવર્ય શ્રી અંબૂવિજયજી મહારાજે ઘણું ઘણું સંશોધન કરી " દ્વાદશાર નયચક” ઉપર સારો એ પ્રકાશ પાડતાં ગ્રંથનું સ્તુત્ય સર્જન કર્યું” છે. ). આચાર્ય મલ્લવાદીના મોટાભાઈ મુનિ અજિતશે વાદી શ્રીચંદ્રની પ્રેરણાથી “પ્રમાણ ગ્રંથ રચ્યા હતા અને વચલા ભાઈ યક્ષમુનિએ “અષ્ટાંગનિમિત્તધની” સંહિતાનું નિર્માણ કર્યું હતું. વર્તમાનમાં આ ગ્રંથ અપ્રાપ્ય છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ રચેલ “અનેકાંત જયપતાકા'માં આચાર્ય મલ્લવાદીના ગ્રંથ સન્મતિતક માંથી ઘણું અવતરણ ટાંક્યાં છે. આથી આચાર્ય મલ્યવાદી શ્રી હરિભદ્રસૂરિ પહેલાં થયેલા સિદ્ધ થાય છે. આચાર્ય મલવાદીસૂરિને બૌદ્ધો સાથે શાસ્ત્રાર્થ વીરનિર્વાણ સં. 884 (વિ. સં. ૪૧૪)માં થયો હતો, એ આધારે આચાર્ય મલવાદીસૂરિ વીરનિર્વાણની નવમી (વિક્રમની પાંચમી) શતાબ્દીમાં થયેલા મનાય છે. આગમ દ્ધારક અને “પ્રખર ભાષ્યકાર’ના લાડીલા નામથી પ્રસિદ્ધિ પામેલા બહુશ્રુત પરમ ગીતાર્થ આચાર્યશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ( શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહાશ્રતધર આચાર્ય હતા. તેઓ જ્ઞાનના સાગર અને આગમવાણી પ્રત્યે અગાધ શ્રદ્ધાશીલ અને નિષ્ઠાવાન હતા. તેમનું ચિંતન સ્વતંત્ર નહિ, પણ આગમયુક્ત હતું. આચાર્યશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આગમને પ્રથમ સ્થાન આપ્યું. આગમનું આલંબન લઈ તેમણે યુક્ત અને અયુક્તની વિચારણા કરી. ઇતિહાસનાં પૃષ્ઠો પર આગમપરંપરાના પિષક આચાર્યોમાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનું નામ નંધપાત્ર છે. ). 2010_04