________________
શમણુભગવંત
૧૯૧
ત્યાં બૌદ્ધભિક્ષુ નંદ સાથે રાજસભામાં શાસ્ત્રાર્થ છે. શ્રી મલવાદીસૂરિએ “નયચક્રના આધારે શાસ્ત્રાર્થ શરૂ કર્યો. છ મહિના સુધી શાસ્ત્રાર્થ ચાલ્યું. છેવટે શ્રી મલવાદીસૂરિને વિજય થયું. જેનશાસનનું ગૌરવ પુનઃ સ્થાપિત થયું. આથી સમસ્ત સંઘમાં આનંદ આનંદ છવાઈ ગયે. રાજાએ પણ ઘણી પ્રસન્નાપૂર્વક આચાર્યશ્રીને અજેયવાદી'નું બિરુદ અર્પણ કર્યું અને બૌદ્ધભિક્ષુ નંદને ભરૂચમાંથી ચાલ્યા જવાને આદેશ આપે. પણ, ઉદાર અને દયાવાન શ્રી મલ્લાદીસૂરિએ રાજાને કહી એ આદેશ બંધ રખાવ્યું. શ્રી જિનાનંદસૂરિ આ વાત જાણી સંઘસહિત વલભીથી ભરૂચ પધાર્યા, તેઓને ઘણું જ બહુમાનપૂર્વક નગર–પ્રવેશ થયે. સાધ્વી દુર્લભદેવી પણ પુત્ર-સૂરિના વિજયથી પ્રસન્ન થયાં. ગુરુશ્રી જિનાનંદસૂરિએ ઘણું હર્ષ પૂર્વક આશિષ આપ્યા અને ગચ્છ ભાર યથાયોગ્ય એવા શ્રી મલવાદસૂરિને સેં.
પ્રબંધચિંતામણિ” પ્રમાણે શ્રી મલ્લવાદીને આ શાસ્ત્રાર્થ બૌદ્ધો સાથે વલભીમાં રાજા શિલાદિત્યની સભામાં થયાને ઉલ્લેખ છે. વળી, શ્રી જિનાનંદસૂરિના પરાભવની વાત મલ્લવાદીને માતા દુર્લભદેવી દ્વારા જાણવા મળી હતી. અને સાથે સાથે એ પણ જાણવા મળ્યું કે –
“तीर्थं शत्रुजयावं यद् विदितं मोक्षकारणम् ।
કવેતાશ્વ-માવતસ્ત વૌમૂતાવાશ્રિતમ્ | ૨૨ ” (અર્થાત, જેનું મુખ્ય તીર્થ શત્રુજ્ય હતું, તે તીર્થ બૌદ્ધોના કબજામાં હતું. તેના પર તે વખતે જેનો અધિકાર રહ્યો ન હતે.) માતાની આ વાત સાંભળી મલ્લવાદીસૂરિએ પ્રતિજ્ઞા કરી કે–
" नोन्मूलयामि चेद बौद्धान् नदीरय व द्रुमान् ।।
तदा भवामि सर्वज्ञध्वंस -पातकभाजनम् ॥ ३५ ॥” । આ આકરી પ્રતિજ્ઞા સાથે મલ્લવાદીસૂરિએ કઈ ગુફામાં ઘોર તપ કર્યું. તપના પ્રભાવથી પ્રગટ થઈ દેવીએ મલવાદીસૂરિની બુદ્ધિની પરીક્ષા કરી. પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા મલ્લવાદીને દેવીએ પ્રસન્ન થઈ કહ્યું કે, “મૂચા પામતા પર: ” (તમે પરમતના વિજેતા બને.) દેવી પાસેથી આવા પ્રકારનું વરદાન પામી, ન્યાયવિદ્યામાં પ્રવીણ બની મલ્લાવાદીસૂરિએ વલભીમાં બૌદ્ધભિક્ષુ નંદ સાથે શાસ્ત્રાર્થ કર્યો અને વિજય મેળવ્યું. આ શાસ્ત્રાર્થ “વિજયસિંહસૂરિ પ્રબંધ” મુજબ વીરનિર્વાણ સં. ૮૮૪ (વિ. સં. ૪૧૪)માં થયું હતું.
( આચાર્યશ્રી મલ્લવાદીસૂરિ વાદકુશળ હતા તેમ જ સમર્થ સાહિત્યકાર પણ હતા. તેમના દ્વારા રચાયેલા ત્રણ ગ્રંથને ઉલ્લેખ મળે છે: ૧. દ્વાદશાર નાયક, ૨. ૨૪ હજાર કલેકપ્રમાણ પદ્મચરિત્ર, ૩. સન્મતિતર્ક ટીકા. આ ત્રણ ગ્રંથમાં અત્યારે ફક્ત દ્વાદશાર નયચક્ર ગ્રંથ મળે છે. તે તર્ક-ન્યાયવિષયક ઉત્તમ ગ્રંથ છે.
“નયચકશાસ્ત્ર” ગ્રંથ ૧૩ વિભાગમાં વહેંચાયેલું છે. શરૂઆતમાં ૧૨ ભાગમાં વિધિનિયમથી ઉત્પન્ન થતાં ૧૨ નાનું વર્ણન છે, જે આ શાસ્ત્રના ૧૨ આરા રૂપે છે અને એ જ કારણે આ શાસ્ત્રનું નામ “દ્વાદશાર નયચક્ર” પણ છે. ૧૩મા ભાગમાં ૧૨ નનું સંજન
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org