Book Title: Mallavadisuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ શાસનપ્રભાવક રહેજો. પણ એક વાતનું ધ્યાન રાખજો કે, આ નયચક્ર ગ્રંથને ભૂલથી પણ ભણશે નહિ, નહિતર ઉપદ્રવ થવાનો સંભવ છે.” શિખ્ય મલમુનિ અને સાધ્વી દુર્લભદેવીને સારી રીતે આ વાત સમજાવી ગુરુએ પ્રયાણ કર્યું. એ મને વૈજ્ઞાનિક સત્ય છે કે, નિષેધ કરેલી વાતને જાણવાનું આકર્ષણ અધિક હોય છે. મલ્લ મુનિના મનમાં નયચક્ર ગ્રંથ વાંચવાની આતુરતા થઈ ગુરુએ સંપૂર્ણપણે એ ગ્રંથ વાંચવાને નિષેધ કર્યો હોવા છતાં આ બાલમુનિ પિતાની ઈચ્છા રોકી શક્યા નહિ. તેમણે સાધ્વી દુર્લભદેવીની રજા લીધા સિવાય તે વાંચવાની શરૂઆત કરી. ગ્રંથમાં પ્રથમ કે આ પ્રમાણે હતે. विधिनियमभङ्गवृत्ति व्यतिरिक्तत्वादनर्थकमवोचत् । जैनदन्यच्छासनमनृतं भवतीति वैधर्म्यम् ॥ १ ॥ કને અર્થ સમજવા મલ્યમુનિ પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યાં અચાનક શાસનદેવીએ આવી ગ્રંથ ખૂંચવી લીધે. તેથી મલ્લ મુનિના મનમાં ખેદ થયે. સમસ્ત સંઘમાં પણ આ મહત્ત્વપૂર્ણ ગ્રંથ ચાલ્યો જવાથી ચિંતા ફેલાઈ ગઈ. પરંતુ તેને પ્રાપ્ત કરવાને કોઈપણ ઉપાય કેઈના હાથમાં ન હતું. ગાઢ પશ્ચાત્તાપ યુક્ત મલ્યમુનિ પર્વતની ગુફામાં વિશેષ સાધના કરવા લાગ્યા. તેમણે ઘેર તપ આરંભ્ય. નિરંતર છઠ તપ કરવા લાગ્યા. પારણામાં રૂક્ષ ભજન લેતા હતા. ચાતુર્માસિક પારણાના દિવસે સંઘની આગ્રહપૂર્વકની વિનંતિથી સાધુઓ દ્વારા લેવાયેલું સ્નિગ્ધ ભજન લીધું. તેમની ઘોર તપસાધનાથી દેવી પ્રગટ થઈ. તેણે મલ્લમુનિની પરીક્ષા કરી. મલ્લમુનિ તેમાં ઉત્તીર્ણ થયા. આથી દેવીએ સમયાન્તરે વિવિધ પ્રશ્નો પૂછ્યા અને તેનાથી પ્રસન્ન થઈ કહ્યું કે, “મુનિ! હું તમારા પર પ્રસન્ન છું. તમે કઈ વરદાન માગે.” મલ્લમુનિએ તે ગ્રંથ પાછો આપવા કહ્યું. દેવી બેલી, એ હવે અસંભવ છે. પણ તમે નયચક ગ્રંથની જે એક કારિકા ( ક) ભણ્યા છે, તેના આધારે તમે નયચક ગ્રંથના સર્વ અર્થ કરવા સફળ બની શકશે.” દેવી આટલું રહસ્ય પ્રગટ કરી અદશ્ય થઈ ગઈ. મલ્લમુનિ અત્યંત ઉત્સાહપૂર્વક ઈષ્ટદેવનું સ્મરણ કરી ગ્રંથરચના કરવા લાગ્યા. તેમણે પૂર્વે ભણેલી એક કારિકાને આધારે દસ હજાર લેકપ્રમાણે નવા “નયચક” શાસ્ત્રનું નિર્માણ કર્યું, જે આજે દ્વાદશાર નયચકને નામે પ્રસિદ્ધ છે. આ ગ્રંથને હાથીની અંબાડી પર પધરાવી રાજાએ અને શ્રીસંઘે મહોત્સવ કર્યો અને મલ્લમુનિનું અપૂર્વ સન્માન કર્યું. ત્યારબાદ કેટલાક સમયે શ્રી જિનાનંદસૂરિ તીર્થયાત્રા કરી વલભી પધાર્યા. મલ્લમુનિને સર્વ પ્રકારે ગ્ય જાણી સૂરિપદ પ્રદાન કર્યું. પૂર્વે શ્રી જિનાનંદસૂરિજીને ભરૂચમાં બૌદ્ધભિક્ષુ નંદ સાથે શાસ્ત્રાર્થમાં પરાજય મળતાં, ત્યાંથી તેમને નીકળી જવું પડ્યું હતું અને એને લીધે શ્રમણવર્ગને ઘણું સહન કરવું પડ્યું હતું. આ વાતથી વ્યથિત શ્રી મલ્લવાદસૂરિએ ગુરુદેવના પરાજયનું કલંક દૂર કરવા અને જેનશાસનનું બેવાયેલું ગૌરવ પુનઃ પ્રાપ્ત કરવાને દઢ સંકલ્પ કરી એક દિવસ ભરૂચ પધાર્યા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4