________________ 222 અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ધર્મ (9) સંક્ષિપ્ત જૈન ઇતિહાસ (10) ભગવાન મહાવીર (11) જૈન તીર્થ ઔર ઉનકી યાત્રા (12) અહિસા ઔર ઉસકા વિશ્વવ્યાપી પ્રભાવ (13) આદિ તીર્થકર ભગવાન કાષભદેવ (14) ભક્તિ ઔર ઉપાસના (15) સ્વામી કુન્દકુન્દાચાર્ય કી [8714i (95) Ahimsa-Right Solution of World Problems (99) Some Historical Jain Kings and Heroes (c) The Religion of Tirthankaras. આ ઉપરાંત જૈન ધર્મ તેમજ અહિંસાના પ્રચારા તેમણે અનેક નોની પુસ્તિકાઓ પણ પ્રકાશિત કરી છે. The Religion of Tirthankaras: આ અંગ્રેજી ભાષામાં લગભગ 114 પૃષ્ઠમાં લખાયેલો વિશાળકાય ગ્રંથ છે. તે ઈ. સ. ૧૯૬૪માં પ્રકાશિત થયો હતો. આને બાબુજીના જીવનની સૌથી મોટી તેમજ મહત્ત્વની અંતિમ કૃતિ ગણી શકાય. સેંકડો ગ્રંથોના અધ્યયન-મનન અને સંશોધન બાદ આ રચના થયેલી છે. - ડૉ. કસ્તૂરાંદ કાસલીવાલના શબ્દોમાં તેઓ જૈન સાહિત્યના ઉત્કૃષ્ટ વિદ્વાન હતા. તેમણે જે સાહિત્ય સમાજને આપ્યું છે તે અત્યંત મૂલ્યવાન છે. તેમના જેવી સાદગી, સહૃદયતા, નિરભિમાનતા અને વિદ્વત્તા અન્યત્ર મળવી મુશ્કેલ છે. શ્રી. વીરચંદ ગાંધી, બૅરિસ્ટર ચંપારાયજી તેમજ શ્રી. જે. એલ. જેનીનાં પદચિહનો પર ચાલી ડૉ. સાહેબે દેશ-વિદેશમાં જૈન ધર્મ અને અહિંસાના પ્રચાર-પ્રસાર દ્વારા સાહિત્ય અને સમાજની અનહદ સેવા કરી છે. અંતિમ પ્રયાણ જિદગીનાં છેલ્લાં 30 વર્ષો દરમ્યાન તેમને હરસમસા(Piles)ની બીમારી રહી હતી. વારંવાર ઝાડામાં લોહી પડતું. તેમાં પણ ઈ. સ. 1964 સપ્ટેમ્બર પછી તેમની તબિયત વધારે ખરાબ થતી ગઈ. તે દરમ્યાન ધર્મપત્નીનો પણ વિયોગ. થયો. તબિયત વિશેષ ખરાબ હોવાથી રાતભર ઊંઘ પણ ન આવે, પરંતુ તેમના પુત્ર શ્રી. વીરેન્દ્રકુમાર, પુત્રી વગેરે તેમને ધર્મની અનેક વાતો સંભળાવવાં અને ધાર્મિક ચર્ચાઓ દ્વારા તેમનું દુ:ખ હળવું કરવા પ્રયત્નશીલ રહેતાં. બીમારી વધવા છતાં બાબુજીએ કદી પણ એલોપથી દવાઓ લીધી નહીં. આયુર્વેદિક કે હોમિયોપથી દવાઓનો જ . ઉપચાર ચાલુ રાખ્યો હતો. જીવનના અંત સુધી તેઓ આ સંબંધી મક્કમ રહ્યા હતા. ઈ. સ. ૧૯૬૪ની ૧૭મે ને રવિવારના રોજ (વિ. સં. 2021 વૈશાખ સુદ 6) અસ્વસ્થતા વધતાં અલીગંજથી બહારગામ ઉપચાર માટે લઈ જવાનું નક્કી કર્યું. પરંતુ માર્ગમાં જ તેમનું દેહાવસાન થયું. મૃત્યુ સમયે પણ તેમના મુખ પર વેદનાની પીડા નહોતી પણ સ્મિત ફરકતું હતું. તેમના પુત્ર તથા પુત્રી તેમને નવકારમંત્ર સંભળાવી રહ્યાં હતાં. નમો અહી . . . . ના મંત્ર સાથે તેમણે છેલ્લો શ્વાસ લીધો. સમાજે એક કર્મઠ સેવક, વિદ્વાન લેખક અને ઉચ્ચ કોટિનો સાહિત્યકાર ગુમાવ્યો. બાબુજીએ વાવેલું અને સિચેલું “વિશ્વ જૈન મિશન'નું વૃક્ષ આપણે નવપલ્લવિત કરીએ અને તેમણે સેવેલા આદશોંને યાદ કરી. તેમની ભાવના અનુસાર સમાજ અને ધર્મની સેવાઓનો વિસ્તાર કરીએ. આમ કરીશું તો જ જૈન ધર્મ લોકભોગ્ય થશે, તેમજ સમસ્ત વિશ્વ તેના અહિંસાદિ સિદ્ધાંતોને સમજી શકશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org