Book Title: Kamtaprasadji Jain Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 1
________________ ૩૧. ડૉ. કામતાપ્રસાદ જૈન મહાન સમાજસેવી, પ્રસિદ્ધ જૈન વિદ્વાન, અનેક ગ્રંથોના સફળ સંપાદક અને વિશ્વ જૈન મિશન (World Jain Mission) દ્વારા દેશ-પરદેશમાં અહિંસા ધર્મનો પ્રચાર કરવામાં અગ્રેસર એવા ડૉ. કામતાપ્રસાદજી જૈનનું સમગ્ર જીવન ધર્મ અને સમાજની સેવામાં સમર્પિત હતું. જૈન ધર્મના અહિંસાદ સિદ્ધાંતોનો વિશ્વભરમાં પ્રચાર-પ્રસાર થાય એવી ભાવના અને પ્રવૃત્તિમાં તેઓ હંમેશા તત્પર રહ્યા. સમસ્ત વિશ્વમાં સાહિત્યના પ્રચાર દ્વારા જૈન ધર્મનો પ્રસાર કરનાર તેમજ અહિંસાના પૂજારી તરીકે તેઓનું સ્થાન અત્યંત ગૌરવવંતું છે. જન્મ અને બાળપણ : ડૉ. કામનાપ્રસાદજીનો જન્મ ઈ. સ. ૧૯૦૧ની ત્રીજી મેના રોજ કૅમ્પ એલપુર (હાલ પાકિસ્તાન)માં થયો હતો. તેમના પિતાશ્રી લાલા પ્રાગદાસ અને માતા ભગવતી દેવીએ આ બાળકમાં નાનપણથી જ ધર્મના સંસ્કારનું સિચન કર્યું હતું. શિવાજી અને ગાંધીજીની જેમ માતા તરફથી તેમને ઉત્તમ શિક્ષણ મળ્યું હતું. બાબુજીનું બચપણ હૈદરાબાદ(સિંધ)માં વ્યતીત થયું હતું અને અહીં જ તેમણે વિદ્યાલયનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેમણે હિંદી, સંસ્કૃત, ઉર્દૂ અને સિંધી ભાષાઓનું જ્ઞાન - ૨૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4