Book Title: Kamtaprasadji Jain
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Catalog link: https://jainqq.org/explore/249031/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૩૧. ડૉ. કામતાપ્રસાદ જૈન મહાન સમાજસેવી, પ્રસિદ્ધ જૈન વિદ્વાન, અનેક ગ્રંથોના સફળ સંપાદક અને વિશ્વ જૈન મિશન (World Jain Mission) દ્વારા દેશ-પરદેશમાં અહિંસા ધર્મનો પ્રચાર કરવામાં અગ્રેસર એવા ડૉ. કામતાપ્રસાદજી જૈનનું સમગ્ર જીવન ધર્મ અને સમાજની સેવામાં સમર્પિત હતું. જૈન ધર્મના અહિંસાદ સિદ્ધાંતોનો વિશ્વભરમાં પ્રચાર-પ્રસાર થાય એવી ભાવના અને પ્રવૃત્તિમાં તેઓ હંમેશા તત્પર રહ્યા. સમસ્ત વિશ્વમાં સાહિત્યના પ્રચાર દ્વારા જૈન ધર્મનો પ્રસાર કરનાર તેમજ અહિંસાના પૂજારી તરીકે તેઓનું સ્થાન અત્યંત ગૌરવવંતું છે. જન્મ અને બાળપણ : ડૉ. કામનાપ્રસાદજીનો જન્મ ઈ. સ. ૧૯૦૧ની ત્રીજી મેના રોજ કૅમ્પ એલપુર (હાલ પાકિસ્તાન)માં થયો હતો. તેમના પિતાશ્રી લાલા પ્રાગદાસ અને માતા ભગવતી દેવીએ આ બાળકમાં નાનપણથી જ ધર્મના સંસ્કારનું સિચન કર્યું હતું. શિવાજી અને ગાંધીજીની જેમ માતા તરફથી તેમને ઉત્તમ શિક્ષણ મળ્યું હતું. બાબુજીનું બચપણ હૈદરાબાદ(સિંધ)માં વ્યતીત થયું હતું અને અહીં જ તેમણે વિદ્યાલયનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેમણે હિંદી, સંસ્કૃત, ઉર્દૂ અને સિંધી ભાષાઓનું જ્ઞાન - ૨૧૯ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ખાનગી શિક્ષક દ્વારા પ્રાપ્ત કર્યું હતું. અનેક ભાષાઓનું આ જ્ઞાન તેમને આગળના જીવનમાં સાહિત્યિક અને સાંસ્કૃતિક ક્ષેત્રની સાધનામાં ખૂબ મદદરૂપ થયું. બાબુજીએ ૧૮ વર્ષની ઉંમરથી જ ભિન્ન ભિન્ન વિષયો ઉપર લેખો લખવાની શરૂઆત કરી હતી. આશ્ચર્યની વાત છે કે બાબુજીએ ફક્ત નવ ધોરણ સુધી જ નિશાળનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ મૅટ્રિક પણ પાસ થયા નહોતા, છતાં પણ સતત પરિશ્રમ, ઉત્તમ સંસ્કાર અને સ્વાધ્યાયશીલતા દ્વારા તેઓએ અનેકવિધ વિષયોનું જ્ઞાન સંપ્રાપ્ત કર્યું હતું. આમ નિજ અભ્યાસના બળથી તેઓ મહાન વિદ્યાવારિધિ બની ગયા. ( કૌટુંબિક અને વ્યાવસાયિક જીવન: બાબુજીએ તેમના જીવનમાં બે વાર લગ્ન કર્યા હતાં. તેમનું પ્રથમ લગ્ન નાની વયમાં થયું હતું. પરંતુ પત્નીનો દેહાંત થવાથી અને પિતાશ્રીના ખૂબ આગ્રહને કારણે ૨૩ વર્ષની ઉંમરે તેમણે બીજું લગ્ન કર્યું. બીજા લગ્નથી તેમને ત્રણ સંતાનો થયાં. પુત્ર વીરેન્દ્રકુમાર તેમજ પુત્રીઓ સરોજિની અને સુમન. બાકીનાં બાળકો નાની ઉંમરમાં જ ગુજરી ગયાં હતાં. તેમના પિતાશ્રી લકરી વિભાગમાં બૅકર–કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. પેશાવર, રાવલપિડી, હૈદરાબાદ (સિધ) વગેરે સ્થાનોએ તેમની પેઢીઓ હતી. ઈ. સ. ૧૯૨૦માં બાબુજી પણ આ બૅકિંગ ફર્મમાં જોડાયા. ઈ. સ. ૧૯૩૦માં લશ્કરી વિભાગમાંથી ભારતીય બેંકરોને દૂર કર્યા ત્યારે તેમના પિતાશ્રીએ થોડો વખત જમીનદારીનો કારભાર સંભાળ્યો. પછી તો તેમની તબિયત લથડતી ગઈ અને તા. ૨૦-૫–૧૯૪૮ના રોજ તેમનો દેહવિલય થયો. ઈ. સ. ૧૯૩૧થી કામનાપ્રસાદજી અલિગંજ(ઉત્તર પ્રદેશમાં આવીને સ્થિર થયા અને સમાજસેવાનાં કાર્યોમાં લાગી ગયા. ઈ. સ. ૧૯૩૧ થી ૧૯૪૯ સુધી ઑનરરી મૅજિસ્ટ્રેટ તથા ઈ. સ. ૧૯૪૩ થી ૧૯૪૮ સુધી આસિ. કલેકટર તરીકે કાર્યવાહી સંભાળી. આવાં ઉચ્ચ પદો પર રહીને પણ ઈમાનદારી અને સમાજસેવાનાં કાર્યોમાં તેઓ નિરંતર સંલગ્ન રહેતા. સર્વસાધારણ જનતા તેમની સેવાભાવના જોઈને મુક્તકંઠે પ્રશંસા કરતી. અનેક કમિટીઓ અને સમારોહોના મંત્રી અથવા અધ્યક્ષપદ પર રહીને તેમણે કરેલાં અનેક સમાજસેવાનાં કાર્યોમાં બાબુજીની કાર્યકુશળના દૃષ્ટિગોચર થતી. - રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સન્માન : ડૉ. કામતાપ્રસાદજીને અનેક દેશ-વિદેશની સંસ્થાઓ તરફથી વિશિષ્ટ સન્માન પ્રાપ્ત થયું હતું. જેમ કે, (૧) “યશોવિજયજી જૈન ગ્રંથમાળા’ તરફથી “ભગવાન મહાવીર' નિબંધ પર સુવર્ણચંદ્રક. (૨) ભારતીય વિદ્યાભવન તરફથી “હિન્દી સાહિત્ય” નિબંધ પર રજતચંદ્રક. (૩) બૅરિસ્ટર શ્રી ચાંપતરાય જેન દ્વારા સ્થાપિત જૈન એકેડેમી દ્વારા ઈ. સ. ૧૯૪૨માં કરાંચી અધિવેશનમાં L. L. D. ની પદવી. (૪) કેનેડાની ઈસાઈ આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંસ્થા (Penmenical church દ્વારા સર્વધર્મના તુલનાત્મક અધ્યયન પર પીએચ.ડી.ની ઉપાધિ. (૫) બનારસની સંસ્કૃત પરિષદ દ્વારા “સાહિત્યમનીષિ” તથા જૈન સિદ્ધાંત ભવન-આરાની સુવર્ણ જયંતી પ્રસંગે “સિદ્ધાંતાચાર્ય'ની ઉપાધિ. Page #3 -------------------------------------------------------------------------- ________________ છે. કામતાપ્રસાદ જેના ૨૨૧ (૬) ૉયલ એશિયાટિક સોસાયટી, લંડનના સભ્ય તરીકે તેમની નિયુક્તિ થઈ હતી. (૭) જર્મનીની કીસરલીંગ સોસાયટીએ પણ તેમને સભ્ય બનાવ્યા હતા. (૮) મધ્ય અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધર્મ સંઘ દ્વારા સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું હતું. (૯) ૧૫ મા વિશ્વ-શાકાહાર-સંમેલન વખતે દિલ્હીમાં તેઓ સ્વાગતમંત્રી નિયુક્ત થયા હતા. (૧૦) અમદાવાદમાં આયોજિન ઓરિએન્ટલ કોન્ફરન્સમાં જૈન ધર્મ અને પ્રકૃતિ વિભાગમાં તેઓ અધ્યક્ષ નિયુક્ત થયા હતા. દાનધર્મમાં નિષ્ઠા : અખિલ વિશ્વ જૈન મિશનના કાર્યાલયથી માંડીને તેની વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં ડૉ. સાહેબે હજારો રૂપિયાનું દાન કર્યું હતું. અનેક નિર્બન-અનાથ વિદ્યાર્થીઓને પણ તેમણે સારી સહાયતા કરી હતી. પુસ્તકોના પ્રકાશન વિતરણમાં પણ તેમણે ઉદાર હાથે ફાળો આપ્યો હતો. યશસ્વી સંપાદક: “વીર’ પત્રિકાના પ્રથમ સંપાદક તરીકે બાબુજી ઈ. સ. ૧૯૨૩થી કાર્યરત હતા. લગભગ ૩૦ વર્ષ સુધી તેઓએ તેનું કુશળતાપૂર્વક સંપાદન કર્યું હતું. વૉઇસ ઑફ અહિંસા” અને “અહિંસા વાણી'ના સંપાદક તરીકે પણ ઘણાં વર્ષો સુધી તેમણે પોતાની સેવાઓ આપી હતી. “અહિંસા વાણી” હિંદી ક્ષેત્રમાં અને વૉઇસ ઑફ અહિંસા” અન્ય ક્ષેત્રોમાં, પરદેશમાં ખૂબ લોકપ્રિય બન્યાં હતાં. બાબુજીની સંપાદનકળા ખૂબ જ પ્રભાવિત કરે તેવી હતી. નવોદિત સાહિત્યકારોને તેઓ ઘણી રીતે પ્રોત્સાહિત કરતા. ઇતિહાસ પર વિશેષ પ્રેમ: કામતાપ્રસાદજીને જૈન ઇતિહાસના અધ્યયનમાં અનેરી રુચિ હતી. આ વિષયનું તેમણે ગહન અધ્યયન કર્યું હતું. જૈન ઇતિહાસ સંબંધી અનેક પુસ્તકો પણ તેમણે સમાજને અર્પિત કર્યા છે, જેમાં “જૈન જાતિ કા ઇતિહાસ', “સંક્ષિપ્ત જૈન ઇતિહાસ’ના ચાર ભાગ “પ્રાચીન જૈન લેખસંગ્રહ', “જૈન વીરોં કા ઈતિહાસ’ મુખ્ય છે. બાબુજીની અહિત્યસેવા : પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મિશ્ર પ્રભાકરે બાબુજી વિશે કહ્યું હતું કે “જૈન સાહિત્ય તેમનો વિષય છે. જૈન ઇતિહાસ તેમની વિચારધારા છે અને તેમનું મિશન જૈન ધર્મના સૂર્ય પર છવાયેલાં વાદળોને હટાવીને તેના પ્રકાશ દ્વારા વિશ્વને આલોકિત કરવાનું રહ્યું છે.” ડૉ. સાહેબે તેમના જીવનકાળ દરમિયાન હિન્દી અને અંગ્રેજી ભાષામાં લગભગ ૧૦૦ પુસ્તકો ઇતિહાસ, ધર્મ, દર્શન તેમજ સાહિત્ય પર લખ્યાં છે. તેમાં નીચેનાં પુસ્તકો મહત્ત્વનાં ગણી શકાય : (૧) મહારાણી ચલણા (૨) સત્યમાર્ગ (૩) જૈન વીરાંગનાઓ (૪) જૈન વીરોં કા ઇતિહાસ (૫) દિગમ્બર ઔર દિગમ્બર મુનિ (૬) વીર પાઠાવલિ (૭) ભગવાન મહાવીર કી અહિંસા ઔર ભારત કે રાજ્યો પર ઉનકા પ્રભાવ (૮) પતિતોદ્ધારક જૈન Page #4 -------------------------------------------------------------------------- ________________ 222 અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ધર્મ (9) સંક્ષિપ્ત જૈન ઇતિહાસ (10) ભગવાન મહાવીર (11) જૈન તીર્થ ઔર ઉનકી યાત્રા (12) અહિસા ઔર ઉસકા વિશ્વવ્યાપી પ્રભાવ (13) આદિ તીર્થકર ભગવાન કાષભદેવ (14) ભક્તિ ઔર ઉપાસના (15) સ્વામી કુન્દકુન્દાચાર્ય કી [8714i (95) Ahimsa-Right Solution of World Problems (99) Some Historical Jain Kings and Heroes (c) The Religion of Tirthankaras. આ ઉપરાંત જૈન ધર્મ તેમજ અહિંસાના પ્રચારા તેમણે અનેક નોની પુસ્તિકાઓ પણ પ્રકાશિત કરી છે. The Religion of Tirthankaras: આ અંગ્રેજી ભાષામાં લગભગ 114 પૃષ્ઠમાં લખાયેલો વિશાળકાય ગ્રંથ છે. તે ઈ. સ. ૧૯૬૪માં પ્રકાશિત થયો હતો. આને બાબુજીના જીવનની સૌથી મોટી તેમજ મહત્ત્વની અંતિમ કૃતિ ગણી શકાય. સેંકડો ગ્રંથોના અધ્યયન-મનન અને સંશોધન બાદ આ રચના થયેલી છે. - ડૉ. કસ્તૂરાંદ કાસલીવાલના શબ્દોમાં તેઓ જૈન સાહિત્યના ઉત્કૃષ્ટ વિદ્વાન હતા. તેમણે જે સાહિત્ય સમાજને આપ્યું છે તે અત્યંત મૂલ્યવાન છે. તેમના જેવી સાદગી, સહૃદયતા, નિરભિમાનતા અને વિદ્વત્તા અન્યત્ર મળવી મુશ્કેલ છે. શ્રી. વીરચંદ ગાંધી, બૅરિસ્ટર ચંપારાયજી તેમજ શ્રી. જે. એલ. જેનીનાં પદચિહનો પર ચાલી ડૉ. સાહેબે દેશ-વિદેશમાં જૈન ધર્મ અને અહિંસાના પ્રચાર-પ્રસાર દ્વારા સાહિત્ય અને સમાજની અનહદ સેવા કરી છે. અંતિમ પ્રયાણ જિદગીનાં છેલ્લાં 30 વર્ષો દરમ્યાન તેમને હરસમસા(Piles)ની બીમારી રહી હતી. વારંવાર ઝાડામાં લોહી પડતું. તેમાં પણ ઈ. સ. 1964 સપ્ટેમ્બર પછી તેમની તબિયત વધારે ખરાબ થતી ગઈ. તે દરમ્યાન ધર્મપત્નીનો પણ વિયોગ. થયો. તબિયત વિશેષ ખરાબ હોવાથી રાતભર ઊંઘ પણ ન આવે, પરંતુ તેમના પુત્ર શ્રી. વીરેન્દ્રકુમાર, પુત્રી વગેરે તેમને ધર્મની અનેક વાતો સંભળાવવાં અને ધાર્મિક ચર્ચાઓ દ્વારા તેમનું દુ:ખ હળવું કરવા પ્રયત્નશીલ રહેતાં. બીમારી વધવા છતાં બાબુજીએ કદી પણ એલોપથી દવાઓ લીધી નહીં. આયુર્વેદિક કે હોમિયોપથી દવાઓનો જ . ઉપચાર ચાલુ રાખ્યો હતો. જીવનના અંત સુધી તેઓ આ સંબંધી મક્કમ રહ્યા હતા. ઈ. સ. ૧૯૬૪ની ૧૭મે ને રવિવારના રોજ (વિ. સં. 2021 વૈશાખ સુદ 6) અસ્વસ્થતા વધતાં અલીગંજથી બહારગામ ઉપચાર માટે લઈ જવાનું નક્કી કર્યું. પરંતુ માર્ગમાં જ તેમનું દેહાવસાન થયું. મૃત્યુ સમયે પણ તેમના મુખ પર વેદનાની પીડા નહોતી પણ સ્મિત ફરકતું હતું. તેમના પુત્ર તથા પુત્રી તેમને નવકારમંત્ર સંભળાવી રહ્યાં હતાં. નમો અહી . . . . ના મંત્ર સાથે તેમણે છેલ્લો શ્વાસ લીધો. સમાજે એક કર્મઠ સેવક, વિદ્વાન લેખક અને ઉચ્ચ કોટિનો સાહિત્યકાર ગુમાવ્યો. બાબુજીએ વાવેલું અને સિચેલું “વિશ્વ જૈન મિશન'નું વૃક્ષ આપણે નવપલ્લવિત કરીએ અને તેમણે સેવેલા આદશોંને યાદ કરી. તેમની ભાવના અનુસાર સમાજ અને ધર્મની સેવાઓનો વિસ્તાર કરીએ. આમ કરીશું તો જ જૈન ધર્મ લોકભોગ્ય થશે, તેમજ સમસ્ત વિશ્વ તેના અહિંસાદિ સિદ્ધાંતોને સમજી શકશે.