________________
છે. કામતાપ્રસાદ જેના
૨૨૧
(૬) ૉયલ એશિયાટિક સોસાયટી, લંડનના સભ્ય તરીકે તેમની નિયુક્તિ થઈ હતી.
(૭) જર્મનીની કીસરલીંગ સોસાયટીએ પણ તેમને સભ્ય બનાવ્યા હતા.
(૮) મધ્ય અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધર્મ સંઘ દ્વારા સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું હતું.
(૯) ૧૫ મા વિશ્વ-શાકાહાર-સંમેલન વખતે દિલ્હીમાં તેઓ સ્વાગતમંત્રી નિયુક્ત થયા હતા.
(૧૦) અમદાવાદમાં આયોજિન ઓરિએન્ટલ કોન્ફરન્સમાં જૈન ધર્મ અને પ્રકૃતિ વિભાગમાં તેઓ અધ્યક્ષ નિયુક્ત થયા હતા.
દાનધર્મમાં નિષ્ઠા : અખિલ વિશ્વ જૈન મિશનના કાર્યાલયથી માંડીને તેની વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં ડૉ. સાહેબે હજારો રૂપિયાનું દાન કર્યું હતું. અનેક નિર્બન-અનાથ વિદ્યાર્થીઓને પણ તેમણે સારી સહાયતા કરી હતી. પુસ્તકોના પ્રકાશન વિતરણમાં પણ તેમણે ઉદાર હાથે ફાળો આપ્યો હતો.
યશસ્વી સંપાદક: “વીર’ પત્રિકાના પ્રથમ સંપાદક તરીકે બાબુજી ઈ. સ. ૧૯૨૩થી કાર્યરત હતા. લગભગ ૩૦ વર્ષ સુધી તેઓએ તેનું કુશળતાપૂર્વક સંપાદન કર્યું હતું. વૉઇસ ઑફ અહિંસા” અને “અહિંસા વાણી'ના સંપાદક તરીકે પણ ઘણાં વર્ષો સુધી તેમણે પોતાની સેવાઓ આપી હતી. “અહિંસા વાણી” હિંદી ક્ષેત્રમાં અને વૉઇસ ઑફ અહિંસા” અન્ય ક્ષેત્રોમાં, પરદેશમાં ખૂબ લોકપ્રિય બન્યાં હતાં. બાબુજીની સંપાદનકળા ખૂબ જ પ્રભાવિત કરે તેવી હતી. નવોદિત સાહિત્યકારોને તેઓ ઘણી રીતે પ્રોત્સાહિત કરતા.
ઇતિહાસ પર વિશેષ પ્રેમ: કામતાપ્રસાદજીને જૈન ઇતિહાસના અધ્યયનમાં અનેરી રુચિ હતી. આ વિષયનું તેમણે ગહન અધ્યયન કર્યું હતું. જૈન ઇતિહાસ સંબંધી અનેક પુસ્તકો પણ તેમણે સમાજને અર્પિત કર્યા છે, જેમાં “જૈન જાતિ કા ઇતિહાસ', “સંક્ષિપ્ત જૈન ઇતિહાસ’ના ચાર ભાગ “પ્રાચીન જૈન લેખસંગ્રહ', “જૈન વીરોં કા ઈતિહાસ’ મુખ્ય છે.
બાબુજીની અહિત્યસેવા : પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મિશ્ર પ્રભાકરે બાબુજી વિશે કહ્યું હતું કે “જૈન સાહિત્ય તેમનો વિષય છે. જૈન ઇતિહાસ તેમની વિચારધારા છે અને તેમનું મિશન જૈન ધર્મના સૂર્ય પર છવાયેલાં વાદળોને હટાવીને તેના પ્રકાશ દ્વારા વિશ્વને આલોકિત કરવાનું રહ્યું છે.”
ડૉ. સાહેબે તેમના જીવનકાળ દરમિયાન હિન્દી અને અંગ્રેજી ભાષામાં લગભગ ૧૦૦ પુસ્તકો ઇતિહાસ, ધર્મ, દર્શન તેમજ સાહિત્ય પર લખ્યાં છે. તેમાં નીચેનાં પુસ્તકો મહત્ત્વનાં ગણી શકાય :
(૧) મહારાણી ચલણા (૨) સત્યમાર્ગ (૩) જૈન વીરાંગનાઓ (૪) જૈન વીરોં કા ઇતિહાસ (૫) દિગમ્બર ઔર દિગમ્બર મુનિ (૬) વીર પાઠાવલિ (૭) ભગવાન મહાવીર કી અહિંસા ઔર ભારત કે રાજ્યો પર ઉનકા પ્રભાવ (૮) પતિતોદ્ધારક જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org