________________
૨૨૦
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
ખાનગી શિક્ષક દ્વારા પ્રાપ્ત કર્યું હતું. અનેક ભાષાઓનું આ જ્ઞાન તેમને આગળના જીવનમાં સાહિત્યિક અને સાંસ્કૃતિક ક્ષેત્રની સાધનામાં ખૂબ મદદરૂપ થયું. બાબુજીએ ૧૮ વર્ષની ઉંમરથી જ ભિન્ન ભિન્ન વિષયો ઉપર લેખો લખવાની શરૂઆત કરી હતી. આશ્ચર્યની વાત છે કે બાબુજીએ ફક્ત નવ ધોરણ સુધી જ નિશાળનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ મૅટ્રિક પણ પાસ થયા નહોતા, છતાં પણ સતત પરિશ્રમ, ઉત્તમ સંસ્કાર અને સ્વાધ્યાયશીલતા દ્વારા તેઓએ અનેકવિધ વિષયોનું જ્ઞાન સંપ્રાપ્ત કર્યું હતું. આમ નિજ અભ્યાસના બળથી તેઓ મહાન વિદ્યાવારિધિ બની ગયા.
( કૌટુંબિક અને વ્યાવસાયિક જીવન: બાબુજીએ તેમના જીવનમાં બે વાર લગ્ન કર્યા હતાં. તેમનું પ્રથમ લગ્ન નાની વયમાં થયું હતું. પરંતુ પત્નીનો દેહાંત થવાથી અને પિતાશ્રીના ખૂબ આગ્રહને કારણે ૨૩ વર્ષની ઉંમરે તેમણે બીજું લગ્ન કર્યું. બીજા લગ્નથી તેમને ત્રણ સંતાનો થયાં. પુત્ર વીરેન્દ્રકુમાર તેમજ પુત્રીઓ સરોજિની અને સુમન. બાકીનાં બાળકો નાની ઉંમરમાં જ ગુજરી ગયાં હતાં. તેમના પિતાશ્રી લકરી વિભાગમાં બૅકર–કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. પેશાવર, રાવલપિડી, હૈદરાબાદ (સિધ) વગેરે સ્થાનોએ તેમની પેઢીઓ હતી. ઈ. સ. ૧૯૨૦માં બાબુજી પણ આ બૅકિંગ ફર્મમાં જોડાયા. ઈ. સ. ૧૯૩૦માં લશ્કરી વિભાગમાંથી ભારતીય બેંકરોને દૂર કર્યા ત્યારે તેમના પિતાશ્રીએ થોડો વખત જમીનદારીનો કારભાર સંભાળ્યો. પછી તો તેમની તબિયત લથડતી ગઈ અને તા. ૨૦-૫–૧૯૪૮ના રોજ તેમનો દેહવિલય થયો.
ઈ. સ. ૧૯૩૧થી કામનાપ્રસાદજી અલિગંજ(ઉત્તર પ્રદેશમાં આવીને સ્થિર થયા અને સમાજસેવાનાં કાર્યોમાં લાગી ગયા. ઈ. સ. ૧૯૩૧ થી ૧૯૪૯ સુધી ઑનરરી મૅજિસ્ટ્રેટ તથા ઈ. સ. ૧૯૪૩ થી ૧૯૪૮ સુધી આસિ. કલેકટર તરીકે કાર્યવાહી સંભાળી. આવાં ઉચ્ચ પદો પર રહીને પણ ઈમાનદારી અને સમાજસેવાનાં કાર્યોમાં તેઓ નિરંતર સંલગ્ન રહેતા. સર્વસાધારણ જનતા તેમની સેવાભાવના જોઈને મુક્તકંઠે પ્રશંસા કરતી. અનેક કમિટીઓ અને સમારોહોના મંત્રી અથવા અધ્યક્ષપદ પર રહીને તેમણે કરેલાં અનેક સમાજસેવાનાં કાર્યોમાં બાબુજીની કાર્યકુશળના દૃષ્ટિગોચર થતી.
- રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સન્માન : ડૉ. કામતાપ્રસાદજીને અનેક દેશ-વિદેશની સંસ્થાઓ તરફથી વિશિષ્ટ સન્માન પ્રાપ્ત થયું હતું. જેમ કે,
(૧) “યશોવિજયજી જૈન ગ્રંથમાળા’ તરફથી “ભગવાન મહાવીર' નિબંધ પર સુવર્ણચંદ્રક.
(૨) ભારતીય વિદ્યાભવન તરફથી “હિન્દી સાહિત્ય” નિબંધ પર રજતચંદ્રક.
(૩) બૅરિસ્ટર શ્રી ચાંપતરાય જેન દ્વારા સ્થાપિત જૈન એકેડેમી દ્વારા ઈ. સ. ૧૯૪૨માં કરાંચી અધિવેશનમાં L. L. D. ની પદવી.
(૪) કેનેડાની ઈસાઈ આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંસ્થા (Penmenical church દ્વારા સર્વધર્મના તુલનાત્મક અધ્યયન પર પીએચ.ડી.ની ઉપાધિ.
(૫) બનારસની સંસ્કૃત પરિષદ દ્વારા “સાહિત્યમનીષિ” તથા જૈન સિદ્ધાંત ભવન-આરાની સુવર્ણ જયંતી પ્રસંગે “સિદ્ધાંતાચાર્ય'ની ઉપાધિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org