________________
યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગર
અધ્યાત્મયોગની સાધના સાથે ધર્મ અને સમાજની સેવાનાં કાર્યો : દીક્ષા ગ્રહણ કર્યા પછી પોતાનાં અધ્યયન, દૈનિકચર્યા અને ગુરુસેવાનો સમય બાદ કરીને બાકીના સમયમાં સતત જાગૃતપણે તેઓએ લોકહિતનાં કાર્યો પ્રત્યે ધ્યાન આપ્યું અને સમાજના સમસ્ત વર્ગમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી લીધી. પૂજયશ્રીના ઉપદેશથી પ્રભાવિત થઈને ગુજરાતનાં વડોદરા, ઈડર, માણસા, પેથાપુર વગેરે અનેક રાજયોના રાજાઓએ પોતપોતાનાં રાજયોમાં થતાં શિકાર, હિંસા, દારૂ, જુગાર વગેરેનો અમુક અમુક દિવસોએ સર્વથા નિષેધ કર્યો અને આ અલખયોગીની પાસે આવીને પોતાને માટે યોગ્ય નિયમો લીધા. વિદ્વાનોની મંડળીઓએ તેમને “શાસ્ત્રવિશારદ'ની પદવીથી વિભૂષિત કર્યા. સાધુ તો ચલતા ભલા” ની ઉક્તિ અનુસાર તેઓ ગામેગામ વિહાર કરતા રહ્યા. આમ છતાં તેમને ત્રણ ક્ષેત્રોનું વિશેષ આકર્ષણ રહ્યું.
(૧) વિજાપુર પાસે “બોરિયા-મહાદેવ” જ્યાં શ્રી સદાનંદ સરસ્વતી નામના યોગીનો સારો પરિચય અને માર્ગદર્શન પ્રાપ્ત થયાં.
(૨) સાબરકાંઠાની પ્રસિદ્ધ અને પ્રાચીન નગરી ઈડર, જ્યાંની ડુંગરાળ હારમાળાઓ, એકાંત નિર્જન ગુફાઓ, જીર્ણશીર્ણ મંદિરો અને તે જમાનામાં ત્યાંનાં ગીચ જંગલો–આ બધાનું આ યોગીને ધાણું આકર્ષણ રહ્યું. એકાંત આત્મસાધના માટે અને મંત્રજાપ માટે તેઓએ અહીં કેટલાંક અઠવાડિયાં વિતાવ્યાં.
(૩) દક્ષિણ રાજસ્થાનના પ્રસિદ્ધ તીર્થ “શ્રી કેસરિયાજી'. અહીંના શાંત અને ડુંગરાળ વાતાવરણમાં અને “અઢારે વરણના શ્રદ્ધાસ્પદ એવા બાબા રાષભદેવન્કાલાબાબાનાં દર્શન કરીને તેઓશ્રીએ ઘણી આમિક શાંતિનો અનુભવ કર્યો. ઈડરની જેમ જ અહીં પણ એકાંત સાધના માટે તેમણે ઘણા દિવસો વિતાવ્યા.
આચાર્યપદ અને ધર્મભાવના : વિ. સં. ૧૯૭૦ના મહા સુદ પૂનમને દિવસે વિશાળ જૈન સંઘની હાજરીમાં તેઓને આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું. કઈ રીતે સમાજમાં જ્ઞાન અને સદાચારના સંસ્કાર નિર્માણ થાય, કયા ઉપાયોથી લોકોમાં આત્મવિશ્વાસ જન્મ, કુટુંબ-જ્ઞાતિ, સમાજ-ધર્મ-દેશ અને માનવમાત્ર પ્રત્યે પ્રેમનો-સેવાનોઆમીયતાનો ભાવ કેમ કરીને જાગે, અને લોકો કેવી રીતે વીરતાપૂર્વક જામૃત જીવન જીવતા થાય, આ બાબતોમાં જ તેમને મુખ્ય રસ હતો. આ ધ્યેય સિદ્ધ કરવા તેઓએ અનેક પ્રકારે સમાજને માર્ગદર્શન આપ્યું. તેઓ વિ. સં. ૧૯૬૩ ના ચાતુર્માસ પછી અમદાવાદના શેઠ લલ્લુભાઈ રાયજીના આગ્રહથી અમદાવાદ પધાર્યા હતા, જ્યાં જૈન જૈનેતરોને અનેક પ્રકારે પ્રતિબોધ આપ્યો. લાલા લજપતરાય, લીંબડીના ઠાકોર, અમદાવાદના કલેક્ટર-કમિશનર તેમજ હિંદુ, સ્વામિનારાયણ, સ્થાનકવાસી અને આર્યસમાજના ત્યાગીવર્ગ સાથે પરસ્પર ધર્મવાર્તા કરી અનેકની શંકાઓ દૂર કરી અને સૌને પોતપોતાની પદ્ધતિથી સત્ય, અહિંસા, અપરિગ્રહ અને ઉદાર વિચારધારાનાં શાશ્વત આર્યસત્યો સમજાવ્યાં.
અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ અને સાહિત્યસેવા : ભગવાન મહાવીરનો સંદેશ દૂર-સુદૂર સુધી સામાન્ય જનતાને તે સમજી શકે તેવી સરળ અને સીધી ભાષામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org