Book Title: Yognishtha Acharya Buddhisagarji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૧૧. યોગનિષ્ટ આચાર્યશ્રી બુદ્ધિસાગર જ્ઞાનસાધના, યોગસાધના અને આધ્યાત્મિક સાહિત્ય સાધનાના ત્રિવેણીસંગમરૂપે શ્રીબુદ્ધિસાગરસૂરિજી ગુજરાતના આ સદીના એક મહાન, સર્વમાન્ય, આત્મનિષ્ઠ સાધક હતા. જન્મ અને બાળપણ ઃ અહિંસા અને શાકાહારની સમર્થક ગુર્જરભૂમિના મહેસાણા જિલ્લાના વિજાપુર ગામમાં એક ધર્મપરાયણ દંપતી રહેતું હતું: શિવાભાઈ પટેલ અને અંબાબેન. આ દંપતીના સરળ અને ભક્તિભાવવાળા સ્વભાવથી ગામનાં સૌ પરિચિત હતાં. શિવાભાઈ ખેતીના કામકાજથી સંતોષપૂર્વક આજીવિકા ચલાવતા. તેમને ઘેર વિ. સાં. ૧૯૩૦ની શિવરાત્રિ(મહાવદ અમાસ)ના રોજ બુદ્ધિસાગરજીનો જન્મ થયો હતો. તેમનું બાલ્યાવસ્થાનું નામ બહેચર રાખવામાં આવ્યું. છ વર્ષની ઉંમરે તેઓનો ધૂળિયા નિશાળમાં અભ્યાસ શરૂ થયો. ધીમે ધીમે છઠ્ઠા ધોરણ સુધી પ્રથમ પંક્તિના વિદ્યાર્થી તરીકે વિદ્યાધ્યયન કરીને તેમણે શિક્ષકોમાં પણ ઠીક ઠીક ચાહના પ્રાપ્ત કરી લીધી હતી. ભાવિનાં એંધાણ : દરેક મનુષ્ય પૂર્વજન્મના સંસ્કાર લઈને જન્મે છે. બહેચર નાનપણથી જ દયાળુ, ચિંતનશીલ, એકાંતપ્રિય અને પરોપકારી સ્વભાવનો હતો. પંદર ૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5