Book Title: Yognishtha Acharya Buddhisagarji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 5
________________ યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગર સગુણોની સુવાસ : (1) સત્યાન્વેષક વિશાળ દષ્ટિ સહિત ગુણાનુરાગ અને ગુણગ્રહણ (ર) હિંમત અને સાહસ (3) દીર્ધદષ્ટિ (4) સતત અપ્રમત્ત પુરુષાર્થ (5) શ્રુતજ્ઞાનમાં નિષ્ઠા અને તેની સતત આરાધના (6) સધર્મસમભાવ (7) દયાદ્રતા (8) જ્ઞાનગતિ અને વૈરાગ્યજનિત નિ:સ્પૃહતા (9) વ્રત પાલનમાં નિષ્ઠા અને સતત પ્રયત્નશીલતા (10) ઉત્કટ શાસનપ્રેમ અને વિશાળ જૈનદૃષ્ટિ (11) ભારત જૈન મહાશાનાલય(પુસ્તકાલય)ની રચના દ્વારા જૈન-જૈનેતરોમાં શાસ્ત્રજ્ઞાનના પ્રચાર-પ્રસારની ભાવના (12) યોગસાધનામાં નિષ્ઠા અને સતત તેનો અભ્યાસ ઉત્તરાવ : વિ. સં. ૧૯૭૦માં માણસા મુકામે આચાર્યપદવી પ્રાપ્ત થયા પછી આ યોગીરાજે સાણંદનાં બે ચોમાસા બાદ કરતાં બધા ચાતુર્માસ વિજાપુર, માણસા અને પેથાપુરની આજુબાજુ જ કર્યા. વિ. સં. 1976 થી તેમને ડાયાબિટીસનો રોગ લાગુ પડયો અને તે વધતો ગયો. વિ. સં. ૧૯૮૦માં આણંદના પ્રખ્યાત ડૉ. કુપરે નિદાન કરીને ગંભીર માંદગીની જાહેરાત કરી. પરંતુ આ યોગીરાજને મૃત્યુની ફિકર નહોતી. ફિકર કર ફાકા કિયા, કાકા નામ ફકીર’ પરંતુ બાકી રહેલા ગ્રંથોના પ્રકાશનનું કાર્ય વરાથી થાય તેવી તેમણે ગોઠવણ કરી. 1980 ના મહા સુદ દશમે પટ્ટશિષ્ય શ્રી અજિતસાગરને આચાર્યની, શ્રી મહેન્દ્રસાગરને ગણિની તથા શ્રી ઋદ્ધિસાગરને પ્રવર્તકની પદવીઓ આપવામાં આવી. તે જ વર્ષમાં માગશર સુદ બીજને દિવસે મહુડીમાં ઘંટાકર્ણ વીરની સ્થાપના કરી, જેથી જેનજૈનેતર સૌને ધર્મનું આકર્ષણ રહી શકે. વિ. સં. ૧૯૮૧માં દીક્ષાના ૨૫મા વર્ષમાં અને જીવનના છેલ્લા વર્ષમાં પ્રવેશ કર્યો. મહાપ્રયાણ : મહારોગ ડાયાબિટીસને લીધે તેમના શરીરમાં જુદા જુદા રોગનાં ચિહનો દેખાવા લાગ્યાં હતાં. પાદરાના પોલિટિકલ એજન્ટને ઉપદેશ આપી, મહારાજશ્રી માણસા, લોદ્રા, વિજાપુર થઈને મહુડી આવી પહોંચ્યા. ચૈત્ર માસમાં શ્રી વૃદ્ધિસાગરજીના દેહવિલય પછી મહારાજશ્રી કંઈક એકલાપણાનો અનુભવ કરતા. પછી તો તેઓની દેહસ્થિતિ વધારે કથળવા લાગી. પણ આત્માની દઢતા અને જીવનના સર્વોત્તમ આદર્શને–સ્વ-પકલ્યાણને-વળગી રહેવાનો સંકલ્પ અફર દેખાતો હતો. વિજાપુર સંઘે યોગીરાજને લઈ જવાનો આગ્રહ રાખ્યો અને પુંધરાથી મળસ્કે પાટ પર સુવાડી તેમને વિજાપુર લઈ જવામાં આવ્યા. સંઘ સાથે મુનિ મહેન્દ્રસાગર સતત સેવા-સુશ્રદૂષામાં હતા. વચ્ચે વચ્ચે " અહે મહાવીરનો ધીમો નાદ સંભળાતો. સવારે વિજાપુરમાં પ્રવેશ થયા પછી એક-બે કલાકે વિ. સં. ૧૯૮૧ના જેઠ વદ ત્રીજના સવારે 8-30 વાગે વિશાળ ચતુર્વિધ સંઘની વિદાય લઈ યોગીરાજ શાંતિપૂર્વક અનંતની યાત્રાએ ચાલ્યા ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5