Page #1
--------------------------------------------------------------------------
________________
૧૧. યોગનિષ્ટ આચાર્યશ્રી બુદ્ધિસાગર
જ્ઞાનસાધના, યોગસાધના અને આધ્યાત્મિક સાહિત્ય સાધનાના ત્રિવેણીસંગમરૂપે શ્રીબુદ્ધિસાગરસૂરિજી ગુજરાતના આ સદીના એક મહાન, સર્વમાન્ય, આત્મનિષ્ઠ
સાધક હતા.
જન્મ અને બાળપણ ઃ અહિંસા અને શાકાહારની સમર્થક ગુર્જરભૂમિના મહેસાણા જિલ્લાના વિજાપુર ગામમાં એક ધર્મપરાયણ દંપતી રહેતું હતું: શિવાભાઈ પટેલ અને અંબાબેન. આ દંપતીના સરળ અને ભક્તિભાવવાળા સ્વભાવથી ગામનાં સૌ પરિચિત હતાં. શિવાભાઈ ખેતીના કામકાજથી સંતોષપૂર્વક આજીવિકા ચલાવતા. તેમને ઘેર વિ. સાં. ૧૯૩૦ની શિવરાત્રિ(મહાવદ અમાસ)ના રોજ બુદ્ધિસાગરજીનો જન્મ થયો હતો. તેમનું બાલ્યાવસ્થાનું નામ બહેચર રાખવામાં આવ્યું. છ વર્ષની ઉંમરે તેઓનો ધૂળિયા નિશાળમાં અભ્યાસ શરૂ થયો. ધીમે ધીમે છઠ્ઠા ધોરણ સુધી પ્રથમ પંક્તિના વિદ્યાર્થી તરીકે વિદ્યાધ્યયન કરીને તેમણે શિક્ષકોમાં પણ ઠીક ઠીક ચાહના પ્રાપ્ત કરી લીધી હતી. ભાવિનાં એંધાણ : દરેક મનુષ્ય પૂર્વજન્મના સંસ્કાર લઈને જન્મે છે. બહેચર નાનપણથી જ દયાળુ, ચિંતનશીલ, એકાંતપ્રિય અને પરોપકારી સ્વભાવનો હતો. પંદર
૮૫
Page #2
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
..
વર્ષની ઉંમરે પોતાના જાનના જોખમે આ યુવાને ભેંસના શીંગડાના મારથી જૈન સાધુઓને બચાવ્યા હતા. તે વખતે “ પશુને મારવાથી તેને આપણા જેવું જ દુ:ખ થાય છે અને આપણને પાપ લાગે છે” એવો ઉપદેશ સાંભળી આ યુવાનને જૈનધર્મ પ્રત્યે આકર્ષણ ઊપજ્યું. હવે, વારંવાર ઉપાાયમાં જઈને તેણે પ્રવચન સાંભળવાનું અને સત્સંગ કરવાનું પણ ચાલુ કરી દીધું. આ વ્યક્તિનો આત્મા પૂર્વજન્મના સંસ્કારથી સિંચિત હતો. તેથી તેને આ અહિંસા, ક્ષમા, ઉદારતા, તત્યાગ અને શાસ્ત્ર—સ્વાધ્યાય વગેરે જૈન ધર્મમાં ઉપદેશેલી ઉર્જાને અને સર્વજનહિતકારી બાબતો પ્રત્યે અંતરનો પ્રેમ ઉભરાવા લાગ્યો. તે સાચનનો અને ચિંતનનો ખૂબ જ રસિયો હતો. તે હિંદી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓ પોતાની કોઠાસૂઝથી ભણવા લાગ્યો. થોડા વખત પછી તેણે આજોલ ગામે ધાર્મિક શિક્ષક તરીકેનું કાર્ય સ્વીકાર્યું. અહીં અન્યને ધાર્મિક શિક્ષણ આપતાં આપતાં પોતાનું ધર્મ, ઇતિહાસ, નીતિ, યોગસાધના વગેરે વિષયોનું જ્ઞાન પણ ખૂબ વધાર્યું અને તત્ત્વચિંતનમાં આગળ વધવાની સાથે અસત્ય, હિંસા, ચોરી, રાત્રિભોજનવગેરેનો ત્યાગ કરી સદાચારના માર્ગમાં બહેચરભાઈ સુસ્થિર થઈ ગયા. વિદ્યાની પિપાસા આ નાના ગામમાં પૂરેપૂરી નહીં સંતોષાય એમ લાગવાથી શ્રી વેણીચંદભાઈના • સહયોગથી આજોલ છોડીને મહેસાણા આવ્યા. અહીં સંસ્કૃત અને ન્યાયનો વિશિષ્ટ અભ્યાસ અને મોટાં મોટાં પુસ્તકાલયોનો લાભ પણ લઈ શકાય તથા શાનની સર્વતોમુખી વૃદ્ધિ પણ કરી શકાય એમ હતું.
ત્યાગી જીવનનો સ્ગીકાર : જ્ઞાન અને સાંયમની આરાધનામાં અસાધારણ પ્રગતિ સાધનાર બહેચરદાસજીને તેમનાં માતાપિતાના સ્વર્ગવાસના સમાચાર મળ્યા ત્યારથી જ દીક્ષા લેવાનો ભાવ દૃઢ થતો ગયો. શ્રી રવિસાગરજીના શિષ્ય શ્રી સુખસાગરજી મહારાજના સાંનિધ્યમાં તેઓએ વિ. સં. ૧૯૫૭ના માગશર સુદ ૬ ના રોજ પાલનપુર મુકામે જિન-દીક્ષા લીધી અને બહેચરદાસમાંથી મુનિ બુદ્ધિસાગર બન્યા.
સમયદેશ સમન્વયકારી યોગસાધક : તેમનામાં જીવનના પ્રારંભ કાળથી જ જ્ઞાનગર્ભિત વૈરાગ્યનો ઉદય થયો હતો. પરમાર્થ માર્ગમાં આગળ વધવા માટે આધ્યાત્મિક સાધના જ સર્વશ્રેષ્ઠ માર્ગ છે એવી તેમની દૃઢ માન્યતા હતી, એટલે આ યુવાન મુનિએ પોતાની જ્ઞાન-ધ્યાનની આરાધના આગળ વધારી. જૈનધર્મના ભિન્ન ભિન્ન સંપ્રદાયોના તુચ્છ વિવાદો અને મતભેદોને તેઓ માનતા નહીં. વિશાળ આર્યસંસ્કૃતિના ઉન્નત મૂલ્યો પ્રત્યેની નિષ્ઠા અને આત્મસાધના દ્વારા પ્રાણીમાત્રને પરમશાંતિ મળે તે માટે પોતે ઉચ્ચકક્ષાની એકાંત સાધના કરી અને સામાન્ય માણસ પણ સમજી શકે તેવું ઉચ્ચકક્ષાનું સુગમ, સરળ, સત્ત્વશીલ અને લોકોપયોગી સાહિત્ય રચીને તેમણે આપણા સૌ ઉપર મહાન ઉપકાર કર્યો છે. અંધશ્રાદ્ધા, મંત્ર-તંત્ર, બાધા-આખડી અને ભાવરહિત ક્રિયાકાંડની ભૂતાવળમાં ભટકતા સમાજને તેમણે સાચા જ્ઞાનનો અને સાચા આચરણનો માર્ગ બતાવ્યો. નાનાં-મોટાં, ગરીબ-તવંગર, જૈન-જૈનેતર, સ્ત્રી-પુરુષ અને નાત-જાત સંપ્રદાય વગેરેના ભેદભાવથી પર બની માનવમાત્રને શુદ્ધ આત્મધર્મનો ઉપદેશ આપ્યો અને તેમને સન્માર્ગ પ્રત્યે વાળ્યાં.
Page #3
--------------------------------------------------------------------------
________________
યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગર
અધ્યાત્મયોગની સાધના સાથે ધર્મ અને સમાજની સેવાનાં કાર્યો : દીક્ષા ગ્રહણ કર્યા પછી પોતાનાં અધ્યયન, દૈનિકચર્યા અને ગુરુસેવાનો સમય બાદ કરીને બાકીના સમયમાં સતત જાગૃતપણે તેઓએ લોકહિતનાં કાર્યો પ્રત્યે ધ્યાન આપ્યું અને સમાજના સમસ્ત વર્ગમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી લીધી. પૂજયશ્રીના ઉપદેશથી પ્રભાવિત થઈને ગુજરાતનાં વડોદરા, ઈડર, માણસા, પેથાપુર વગેરે અનેક રાજયોના રાજાઓએ પોતપોતાનાં રાજયોમાં થતાં શિકાર, હિંસા, દારૂ, જુગાર વગેરેનો અમુક અમુક દિવસોએ સર્વથા નિષેધ કર્યો અને આ અલખયોગીની પાસે આવીને પોતાને માટે યોગ્ય નિયમો લીધા. વિદ્વાનોની મંડળીઓએ તેમને “શાસ્ત્રવિશારદ'ની પદવીથી વિભૂષિત કર્યા. સાધુ તો ચલતા ભલા” ની ઉક્તિ અનુસાર તેઓ ગામેગામ વિહાર કરતા રહ્યા. આમ છતાં તેમને ત્રણ ક્ષેત્રોનું વિશેષ આકર્ષણ રહ્યું.
(૧) વિજાપુર પાસે “બોરિયા-મહાદેવ” જ્યાં શ્રી સદાનંદ સરસ્વતી નામના યોગીનો સારો પરિચય અને માર્ગદર્શન પ્રાપ્ત થયાં.
(૨) સાબરકાંઠાની પ્રસિદ્ધ અને પ્રાચીન નગરી ઈડર, જ્યાંની ડુંગરાળ હારમાળાઓ, એકાંત નિર્જન ગુફાઓ, જીર્ણશીર્ણ મંદિરો અને તે જમાનામાં ત્યાંનાં ગીચ જંગલો–આ બધાનું આ યોગીને ધાણું આકર્ષણ રહ્યું. એકાંત આત્મસાધના માટે અને મંત્રજાપ માટે તેઓએ અહીં કેટલાંક અઠવાડિયાં વિતાવ્યાં.
(૩) દક્ષિણ રાજસ્થાનના પ્રસિદ્ધ તીર્થ “શ્રી કેસરિયાજી'. અહીંના શાંત અને ડુંગરાળ વાતાવરણમાં અને “અઢારે વરણના શ્રદ્ધાસ્પદ એવા બાબા રાષભદેવન્કાલાબાબાનાં દર્શન કરીને તેઓશ્રીએ ઘણી આમિક શાંતિનો અનુભવ કર્યો. ઈડરની જેમ જ અહીં પણ એકાંત સાધના માટે તેમણે ઘણા દિવસો વિતાવ્યા.
આચાર્યપદ અને ધર્મભાવના : વિ. સં. ૧૯૭૦ના મહા સુદ પૂનમને દિવસે વિશાળ જૈન સંઘની હાજરીમાં તેઓને આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું. કઈ રીતે સમાજમાં જ્ઞાન અને સદાચારના સંસ્કાર નિર્માણ થાય, કયા ઉપાયોથી લોકોમાં આત્મવિશ્વાસ જન્મ, કુટુંબ-જ્ઞાતિ, સમાજ-ધર્મ-દેશ અને માનવમાત્ર પ્રત્યે પ્રેમનો-સેવાનોઆમીયતાનો ભાવ કેમ કરીને જાગે, અને લોકો કેવી રીતે વીરતાપૂર્વક જામૃત જીવન જીવતા થાય, આ બાબતોમાં જ તેમને મુખ્ય રસ હતો. આ ધ્યેય સિદ્ધ કરવા તેઓએ અનેક પ્રકારે સમાજને માર્ગદર્શન આપ્યું. તેઓ વિ. સં. ૧૯૬૩ ના ચાતુર્માસ પછી અમદાવાદના શેઠ લલ્લુભાઈ રાયજીના આગ્રહથી અમદાવાદ પધાર્યા હતા, જ્યાં જૈન જૈનેતરોને અનેક પ્રકારે પ્રતિબોધ આપ્યો. લાલા લજપતરાય, લીંબડીના ઠાકોર, અમદાવાદના કલેક્ટર-કમિશનર તેમજ હિંદુ, સ્વામિનારાયણ, સ્થાનકવાસી અને આર્યસમાજના ત્યાગીવર્ગ સાથે પરસ્પર ધર્મવાર્તા કરી અનેકની શંકાઓ દૂર કરી અને સૌને પોતપોતાની પદ્ધતિથી સત્ય, અહિંસા, અપરિગ્રહ અને ઉદાર વિચારધારાનાં શાશ્વત આર્યસત્યો સમજાવ્યાં.
અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ અને સાહિત્યસેવા : ભગવાન મહાવીરનો સંદેશ દૂર-સુદૂર સુધી સામાન્ય જનતાને તે સમજી શકે તેવી સરળ અને સીધી ભાષામાં
Page #4
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
પહોંચે, એ ધ્યેયને લક્ષમાં રાખીને વિ. સં. ૧૯૬૫ના કારતક સુદ પાંચર્મ (જ્ઞાનપંચમીના પવિત્ર દિવસે) ઉપર્યુક્ત સંસ્થાની સ્થાપના માણસા (જિ. મહેસાણા) મુકામે થઈ. આ સંસ્થાએ નામ પ્રમાણે કામ કર્યું. આ સ્ટંસ્થા દ્વારા ગુજરાતી, સંસ્કૃત, હિંદી અને માગધીમાં અત્યાર સુધીમાં નાના-મોટા થઈને લગભગ ૧૨૫ જેટલા ગ્રંથો બહાર પડથા છે. આ ગ્રંથમાળાની વિશેષતા એ છે કે તેમાં તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, અધ્યાત્મયોગની સાધના, વિવેચનો—ભાષાંતરો, જીવનચરિત્રો અને સમાજસુધારણા આદિ વિવિધ વિષયોને લગતા ગ્રંથો પ્રકાશિત થયા છે. આ ગ્રંથો માત્ર અમુક નાતજાત, પ્રાંત, ધર્મ, ભાષા કે માન્યતાના લોકો માટે જ નથી પણ એક અદના માનવીથી માંડીને મોટા મોટા પ્રોફેસરો, વકીલો, ડૉક્ટરો, વિદ્વાનો, ઇતિહાસકારો કે ત્યાગી-મુનિઓ-સૌ કોઈને સમજાય તેવા અને ઉપયોગી, ઉપકારી તથા વ્યક્તિના દૈનિક જીવનને ઉન્નત બનાવવામાં ઉપયોગી થાય તેવા છે, આમાંથી નીચેના ગ્રંથો બહુજનસમાજ અને સાધકો માટે વિશેષ ઉપયોગી હોવાથી વાંચવાની ખાસ ભલામણ કરવામાં આવે છે :
..
(૧) સમાધિશતક ( ૨ ) પરમાત્મ દર્શન (૩) યોગદીપક
(૪) અધ્યાત્મ શાંતિ (૫) કર્મયોગ
(૬) અધ્યાત્મગીતા (૭) ધ્યાનવિચાર
(૮) આત્મશક્તિ પ્રકાશ (૯) આત્મદર્શન
(૧૦) આનંદઘનપદ ભાવાર્થસંગ્રહ (૧૧) શ્રીમદ્ દેવચંદ્રજી (૧૨) કુમારપાળ ચરિત્ર
(૧૩) યશોવિજય ચરિત્ર
(૧૪) અધ્યાત્મ ભજનસંગ્રહ (ભાગ ૧–૧૪) (૧૫) શુદ્ધોપયોગ
(૧૬) સામ્યશતક (૧૭) શિષ્યોપનિષદ
(૧૮) આત્માનું શાસન
શિષ્ય સમુદાય : આચાર્યશ્રીનો મુખ્ય રસ અને પ્રયત્ન તો શાશ્વતકાળ માટે રહેનારાં શાસ્ત્રો રચવામાં જ રહેતો, તેમ છતાં યોગાનુયોગે તેમણે કેટલાક ભવ્ય જીવોને દીક્ષા આપવાનું કાર્ય પણ બજાવ્યું. તેમના મુખ્ય શિષ્યો નીચે પ્રમાણે છે :
(૧) અજિતસાગર (૨) કીર્તિસાગર
(૪) અમૃતસાગર (૫) જીતસાગર (૬) ભૃદ્ધિસાગર
(૩) ભક્તિસાગર
અજિતસાગરજી અને કીર્તિસાગરજીની પરંપરામાં ઘણા પ્રભાવશાળી મુનિરાજો થયા, જેમાં સર્વશ્રી કૈલાસસાગરજી, સુબોધસાગરજી, પદ્મસાગરજી વગેરે અનેકે શાસન પ્રભાવનાનાં રૂડાં કાર્યો કર્યાં. આજે પણ તે પરંપરા સારી રીતે સત્કાર્યરત છે. મહુડી તીર્થ ખૂબ વિકાસ અને લોકપ્રિયતાને પામ્યું છે. પૂજ્યશ્રીની પરંપરાના મુનિઓ ભારતભરમાં પોતાના જ્ઞાન–ચારિત્રયુક્ત પ્રેરક, તેજસ્વી અને પ્રતિભાશાળી વ્યક્તિત્વથી સુંદર અને દીર્ધજીવી શાસન-પ્રભાવના કરી રહ્યા છે. બીજા રૂડાં કાર્યોની સાથે સાથે આ મુનિરાજો વિશાળ બિનસાંપ્રદાયિક દૃષ્ટિ અને અધ્યાત્મયોગની સાધનાને આગળ વધારવામાં અગ્રગણ્ય ભાગ ભજવશે, એમાં કંઈ શંકા નથી.
Page #5
--------------------------------------------------------------------------
________________ યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગર સગુણોની સુવાસ : (1) સત્યાન્વેષક વિશાળ દષ્ટિ સહિત ગુણાનુરાગ અને ગુણગ્રહણ (ર) હિંમત અને સાહસ (3) દીર્ધદષ્ટિ (4) સતત અપ્રમત્ત પુરુષાર્થ (5) શ્રુતજ્ઞાનમાં નિષ્ઠા અને તેની સતત આરાધના (6) સધર્મસમભાવ (7) દયાદ્રતા (8) જ્ઞાનગતિ અને વૈરાગ્યજનિત નિ:સ્પૃહતા (9) વ્રત પાલનમાં નિષ્ઠા અને સતત પ્રયત્નશીલતા (10) ઉત્કટ શાસનપ્રેમ અને વિશાળ જૈનદૃષ્ટિ (11) ભારત જૈન મહાશાનાલય(પુસ્તકાલય)ની રચના દ્વારા જૈન-જૈનેતરોમાં શાસ્ત્રજ્ઞાનના પ્રચાર-પ્રસારની ભાવના (12) યોગસાધનામાં નિષ્ઠા અને સતત તેનો અભ્યાસ ઉત્તરાવ : વિ. સં. ૧૯૭૦માં માણસા મુકામે આચાર્યપદવી પ્રાપ્ત થયા પછી આ યોગીરાજે સાણંદનાં બે ચોમાસા બાદ કરતાં બધા ચાતુર્માસ વિજાપુર, માણસા અને પેથાપુરની આજુબાજુ જ કર્યા. વિ. સં. 1976 થી તેમને ડાયાબિટીસનો રોગ લાગુ પડયો અને તે વધતો ગયો. વિ. સં. ૧૯૮૦માં આણંદના પ્રખ્યાત ડૉ. કુપરે નિદાન કરીને ગંભીર માંદગીની જાહેરાત કરી. પરંતુ આ યોગીરાજને મૃત્યુની ફિકર નહોતી. ફિકર કર ફાકા કિયા, કાકા નામ ફકીર’ પરંતુ બાકી રહેલા ગ્રંથોના પ્રકાશનનું કાર્ય વરાથી થાય તેવી તેમણે ગોઠવણ કરી. 1980 ના મહા સુદ દશમે પટ્ટશિષ્ય શ્રી અજિતસાગરને આચાર્યની, શ્રી મહેન્દ્રસાગરને ગણિની તથા શ્રી ઋદ્ધિસાગરને પ્રવર્તકની પદવીઓ આપવામાં આવી. તે જ વર્ષમાં માગશર સુદ બીજને દિવસે મહુડીમાં ઘંટાકર્ણ વીરની સ્થાપના કરી, જેથી જેનજૈનેતર સૌને ધર્મનું આકર્ષણ રહી શકે. વિ. સં. ૧૯૮૧માં દીક્ષાના ૨૫મા વર્ષમાં અને જીવનના છેલ્લા વર્ષમાં પ્રવેશ કર્યો. મહાપ્રયાણ : મહારોગ ડાયાબિટીસને લીધે તેમના શરીરમાં જુદા જુદા રોગનાં ચિહનો દેખાવા લાગ્યાં હતાં. પાદરાના પોલિટિકલ એજન્ટને ઉપદેશ આપી, મહારાજશ્રી માણસા, લોદ્રા, વિજાપુર થઈને મહુડી આવી પહોંચ્યા. ચૈત્ર માસમાં શ્રી વૃદ્ધિસાગરજીના દેહવિલય પછી મહારાજશ્રી કંઈક એકલાપણાનો અનુભવ કરતા. પછી તો તેઓની દેહસ્થિતિ વધારે કથળવા લાગી. પણ આત્માની દઢતા અને જીવનના સર્વોત્તમ આદર્શને–સ્વ-પકલ્યાણને-વળગી રહેવાનો સંકલ્પ અફર દેખાતો હતો. વિજાપુર સંઘે યોગીરાજને લઈ જવાનો આગ્રહ રાખ્યો અને પુંધરાથી મળસ્કે પાટ પર સુવાડી તેમને વિજાપુર લઈ જવામાં આવ્યા. સંઘ સાથે મુનિ મહેન્દ્રસાગર સતત સેવા-સુશ્રદૂષામાં હતા. વચ્ચે વચ્ચે " અહે મહાવીરનો ધીમો નાદ સંભળાતો. સવારે વિજાપુરમાં પ્રવેશ થયા પછી એક-બે કલાકે વિ. સં. ૧૯૮૧ના જેઠ વદ ત્રીજના સવારે 8-30 વાગે વિશાળ ચતુર્વિધ સંઘની વિદાય લઈ યોગીરાજ શાંતિપૂર્વક અનંતની યાત્રાએ ચાલ્યા ગયા.