SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો .. વર્ષની ઉંમરે પોતાના જાનના જોખમે આ યુવાને ભેંસના શીંગડાના મારથી જૈન સાધુઓને બચાવ્યા હતા. તે વખતે “ પશુને મારવાથી તેને આપણા જેવું જ દુ:ખ થાય છે અને આપણને પાપ લાગે છે” એવો ઉપદેશ સાંભળી આ યુવાનને જૈનધર્મ પ્રત્યે આકર્ષણ ઊપજ્યું. હવે, વારંવાર ઉપાાયમાં જઈને તેણે પ્રવચન સાંભળવાનું અને સત્સંગ કરવાનું પણ ચાલુ કરી દીધું. આ વ્યક્તિનો આત્મા પૂર્વજન્મના સંસ્કારથી સિંચિત હતો. તેથી તેને આ અહિંસા, ક્ષમા, ઉદારતા, તત્યાગ અને શાસ્ત્ર—સ્વાધ્યાય વગેરે જૈન ધર્મમાં ઉપદેશેલી ઉર્જાને અને સર્વજનહિતકારી બાબતો પ્રત્યે અંતરનો પ્રેમ ઉભરાવા લાગ્યો. તે સાચનનો અને ચિંતનનો ખૂબ જ રસિયો હતો. તે હિંદી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓ પોતાની કોઠાસૂઝથી ભણવા લાગ્યો. થોડા વખત પછી તેણે આજોલ ગામે ધાર્મિક શિક્ષક તરીકેનું કાર્ય સ્વીકાર્યું. અહીં અન્યને ધાર્મિક શિક્ષણ આપતાં આપતાં પોતાનું ધર્મ, ઇતિહાસ, નીતિ, યોગસાધના વગેરે વિષયોનું જ્ઞાન પણ ખૂબ વધાર્યું અને તત્ત્વચિંતનમાં આગળ વધવાની સાથે અસત્ય, હિંસા, ચોરી, રાત્રિભોજનવગેરેનો ત્યાગ કરી સદાચારના માર્ગમાં બહેચરભાઈ સુસ્થિર થઈ ગયા. વિદ્યાની પિપાસા આ નાના ગામમાં પૂરેપૂરી નહીં સંતોષાય એમ લાગવાથી શ્રી વેણીચંદભાઈના • સહયોગથી આજોલ છોડીને મહેસાણા આવ્યા. અહીં સંસ્કૃત અને ન્યાયનો વિશિષ્ટ અભ્યાસ અને મોટાં મોટાં પુસ્તકાલયોનો લાભ પણ લઈ શકાય તથા શાનની સર્વતોમુખી વૃદ્ધિ પણ કરી શકાય એમ હતું. ત્યાગી જીવનનો સ્ગીકાર : જ્ઞાન અને સાંયમની આરાધનામાં અસાધારણ પ્રગતિ સાધનાર બહેચરદાસજીને તેમનાં માતાપિતાના સ્વર્ગવાસના સમાચાર મળ્યા ત્યારથી જ દીક્ષા લેવાનો ભાવ દૃઢ થતો ગયો. શ્રી રવિસાગરજીના શિષ્ય શ્રી સુખસાગરજી મહારાજના સાંનિધ્યમાં તેઓએ વિ. સં. ૧૯૫૭ના માગશર સુદ ૬ ના રોજ પાલનપુર મુકામે જિન-દીક્ષા લીધી અને બહેચરદાસમાંથી મુનિ બુદ્ધિસાગર બન્યા. સમયદેશ સમન્વયકારી યોગસાધક : તેમનામાં જીવનના પ્રારંભ કાળથી જ જ્ઞાનગર્ભિત વૈરાગ્યનો ઉદય થયો હતો. પરમાર્થ માર્ગમાં આગળ વધવા માટે આધ્યાત્મિક સાધના જ સર્વશ્રેષ્ઠ માર્ગ છે એવી તેમની દૃઢ માન્યતા હતી, એટલે આ યુવાન મુનિએ પોતાની જ્ઞાન-ધ્યાનની આરાધના આગળ વધારી. જૈનધર્મના ભિન્ન ભિન્ન સંપ્રદાયોના તુચ્છ વિવાદો અને મતભેદોને તેઓ માનતા નહીં. વિશાળ આર્યસંસ્કૃતિના ઉન્નત મૂલ્યો પ્રત્યેની નિષ્ઠા અને આત્મસાધના દ્વારા પ્રાણીમાત્રને પરમશાંતિ મળે તે માટે પોતે ઉચ્ચકક્ષાની એકાંત સાધના કરી અને સામાન્ય માણસ પણ સમજી શકે તેવું ઉચ્ચકક્ષાનું સુગમ, સરળ, સત્ત્વશીલ અને લોકોપયોગી સાહિત્ય રચીને તેમણે આપણા સૌ ઉપર મહાન ઉપકાર કર્યો છે. અંધશ્રાદ્ધા, મંત્ર-તંત્ર, બાધા-આખડી અને ભાવરહિત ક્રિયાકાંડની ભૂતાવળમાં ભટકતા સમાજને તેમણે સાચા જ્ઞાનનો અને સાચા આચરણનો માર્ગ બતાવ્યો. નાનાં-મોટાં, ગરીબ-તવંગર, જૈન-જૈનેતર, સ્ત્રી-પુરુષ અને નાત-જાત સંપ્રદાય વગેરેના ભેદભાવથી પર બની માનવમાત્રને શુદ્ધ આત્મધર્મનો ઉપદેશ આપ્યો અને તેમને સન્માર્ગ પ્રત્યે વાળ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249011
Book TitleYognishtha Acharya Buddhisagarji
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Story
File Size325 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy