SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ 60 ] જ્ઞાનાંજલિ આ પ્રાચીન સાહિત્યને આ રીતે પ્રકાશિત કરીને તેના સંરક્ષણ માટે પુસ્તક મૂકવાની પેટી, મંજૂસ કે કબાટ આદિ જમીનથી અદ્ધર રાખવાનો રિવાજ છે કે જેથી ધૂળ, ઉધઈ કે ઉંદર ઉપદ્રવ કરી શકે નહિ. તેમ જ હસ્તલિખિત પુસ્તકની શાહીમાં ગુંદર પડતો હોવાથી શરદી લાગતાં તે ચોંટી ન જાય તે માટે ગ્રંથભંડારનું સ્થાન મેજરહિત તેમ જ ચોમાસાનું પાણી ન ઊતરે તેવું પસંદ કરવામાં તથા દરેક ગ્રંથને મજબૂત રીતે બાંધીને રાખવામાં આવે છે. જૈન હસ્તલિખિત ભંડારના કાર્યવાહક ચોમાસામાં ભંડારને ઉઘાડતા નથી તેનું કારણ પણ પુસ્તકને હવા ન લાગે એ છે. આટલી સંભાળ છતાં જે કઈ પાનાં શાહીના દેષથી ચૂંટીને રોટલા જેવાં થઈ ગયાં હોય, તે તેવાં પુસ્તકને ઉખાડવા માટે પાણિયારામાંની સૂકી જગ્યામાં અથવા પાણી ભર્યા બાદ ખાલી કરેલ ભીનાશ વિનાની પણ પાણીની હવાવાળી માટલી કે ઘડામાં જલમિશ્રિત શરદી લાગે તેમ મૂકવા અને તે હવાની અસર થવા પછી ચોંટી ગયેલ પાનાંને ધીરે ધીરે ઉખાડવાં. જે વધારે ચુંટી ગયેલ હોય તો તેને વધારે પ્રમાણમાં શરદી લાગ્યા પછી ઉખાડવાં, પણ ઉખાડવા માટે ઉતાવળ ન કરવી. ચોમાસામાં પુષ્કળ વરસાદના ભેજની અસર પણ એ કામ કરે છે. આવાં પાનાં ફરીથી ચૂંટી ન જાય માટે તેવા દરેક પાના ઉપર ગુલાલ છાંટી દેવો. આ ઉપાય કાગળના પુસ્તક માટે છે. - જે તાડપત્રીય પુસ્તક એંટી ગયું હોય તો એક કપડાને નીતરે તેમ પાણીમાં ભીંજાવી તેને પુસ્તકની આસપાસ લપેટવું અને જેમ જેમ પાનાં હવાતાં જાય તેમ તેમ ઉખાડતા જવું. તાડપત્રીય પુસ્તકની શાહી પાકી હોવાથી તેની આસપાસ નીતરતું કપડું લપેટતાં તેના અક્ષરે ભૂંસાવાને કે ખરાબ થવાનો ભય રાખવો નહિ. વર્ષાઋતુમાં જ્ઞાનભંડારમાં પેસી ગયેલ સ્નિગ્ધ હવા ઉરાડવાને કાર્તિક માસમાં શરદઋતુની પ્રૌઢાવસ્થા હોઈ સૂર્યનો પ્રખર તાપ અનુકૂળ છે. તેથી કાર્તિક શુકલ પંચમી (જ્ઞાનપંચમી) માટે જ્ઞાનભક્તિનું માહાત્મ્ય જણાવ્યું છે. પરંતુ અત્યારે આ પર્વના હેતુને સમજીને પુસ્તક-ભંડારો તપાસવા, ત્યાંને કચરે સાફ કરો, પુસ્તકોને તડકે દેખાડે, બગડી ગયેલ પુસ્તકે સુધારવાં, તેમાં જીવડાં ન પડે તે માટે મૂકેલ ઘોડાવજના ભૂકાની પોટલીઓ બદલાવવી, આદિ કશું જ ન કરતા માત્ર જૈનોની વસ્તીવાળાં ઘણાંખરાં નાનાં-મોટાં નગરોમાં થોડાંઘણાં, જે હાથમાં આવ્યાં તે, પુસ્તકોની આડંબરથી સ્થાપના કરી તેની પૂજા-સત્કાર આદિથી જ કૃતકૃત્યતા માનવામાં આવે છે. તો આશા છે કે જ્ઞાનના ઉપાસકે અને જ્ઞાનભંડારના સંરક્ષક જ્ઞાનભક્તિનો મર્મ સમજી યથાવિધિ જ્ઞાનોપાસનાને અપૂર્વ લાભ લેશે. [ જન’ સાપ્તાહિક, રજત મહોત્સવ ગ્રંથ, વસંતપંચમી, સં. 1986]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230262
Book TitleSahitya Samrakshan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size342 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy