Book Title: Sahitya Samrakshan
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 1
________________ સાહિત્ય-સંરક્ષણ - પૂર્વકાલીન શૃંખલાબદ્ધ ઇતિહાસ જળવાઈ શકે તેમ પૂર્વપુરુષની અમૂલ્ય વાણી સંભાળવામાં જૈન સમાજે વાપરેલી દીર્ઘદર્શિતા માટે પૂર્વ અને પશ્ચિમના સાક્ષર મુક્તકંઠે પ્રશંસા કરી રહ્યા છે; કેમ કે જૈન સાક્ષરોએ ઈતિહાસ-સંરક્ષણની શરૂઆત શીલાલેખ, તામ્રપત્રો અને સંજ્ઞાસુચક ચિત્રપટોથી સદીઓ પહેલાં કરી અને તે સાથે સાહિત્ય-સંરક્ષણ અર્થે તાડપત્રો તથા ભાજપત્રોનો ઉપ ગ શરૂ કરી દીધું અને શોધક દષ્ટિએ આગળ વધીને કાપડ તથા જાડા કાગળોમાં શાસ્ત્રગ્રંથને હાથે લખાવીને સેંકડો ગમે સાહિત્યનો વિકાસ કર્યો. તથા તે સાધનો યાવતચંદ્ર-દિવાકરૌ જળવાઈ રહે તે માટે તેને આગ, પાણી કે જીવજંતુ સ્પર્શ ન કરી શકે તેવી સલામત જનાથી ડાબડા તથા ભંડમાં સંરક્ષણ આયું : એ વાતની અગમ્ય ભંડારે, ભોંયરાઓ અને થાંભલાઓમાં છુપાયેલ ગ્રંથસંગ્રહ અત્યારે પણ ખાતરી આપે છે. ન મળેલાં સાધને ઉપરથી જાણી શકાય છે કે સૈકાઓ પહેલાંથી સાહિત્ય-લેખન અને સંગ્રહ માટે દરેક ગચ્છના સમર્થ આચાર્યાદિ મુનિવર્ગના ઉપદેશથી કે પોતાના આંતરિક ઉલ્લાસથી અનેક રાજાઓ, મંત્રીઓ તેમ જ ધનાઢથે ગૃહસ્થાએ તપશ્ચર્યાના ઉદ્યાપન નિમિત્તે, જિનાગમિશ્રવણ નિમિત્તે, પોતાના અથવા પોતાના પરલોકવાસી સ્વજનના કલ્યાણ અર્થે, સાહિત્ય પ્રત્યેની પોતાની અભિરુચિને કારણે અગર તેવા કઈ પણ શુભ નિમિત્તે નવીન પુસ્તકાદર્શો લખાવીને અથવા પુરાતન જ્ઞાનભંડારે મેળવીને મેટા મેટા જ્ઞાનભંડારની સ્થાપના કરીને જ્ઞાનને પ્રચાર કર્યો છે. આ સ્થળે ધ્યાનમાં રહેવું જોઈએ કે, સાધારણમાં સાધારણ વ્યક્તિઓએ પણ ઉપરોક્ત શુભ નિમિત્તોમાંનું કેઈ પણ નિમિત્ત પ્રાપ્ત થતાં મહત્વપૂર્ણ ફાળો આપવામાં પાછી પાની નથી કરી. ૧. માત્ર યતિઓના જમાનામાં અર્થાત્ સત્તરમી અને ખાસ કરીને અઢારમી–ઓગણીસમી સદીમાં અવ્યવસ્થિત રીતે લખાયેલ કેટલાક મંત્રે ભાજપત્ર પર જોવામાં આવે છે. ૨. પાટણના સંઘના ભંડારમાં કપડા ઉપર લખેલાં બે પુસ્તક છે, જેમાનું એક સંવત ૧૪૧૮ માં લખેલું ૨૫૪પ ઈચના કદવાળાં ૯૨ પાનાંનું છે. સામાન્ય ખાદીના કપડાના બે ટુકડાને ચાખાની લહીથી ચેડી તેની બન્ને બાજુએ લહી પડી અકીકના અગર તેવા કઈ પણ ઘૂંટાથી ઘૂંટી તેના ઉપર લખવામાં આવેલ છે. આ સિવાય ચોમાસાની વિજ્ઞપ્તિ, સાંવત્સરિક ક્ષમાપના, કર્મગ્રંથનાં યંત્ર, અનાનુપૂર્વી આદિ પણ એકવડા કપડા ઉપર લખાયેલ મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3