SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ પટ સાહિત્ય-સંરક્ષણ પૂજ્યપાદ શ્રીમાન દેવર્ધિગણી ક્ષમાશ્રમણે ગ્રંથલેખનનો આરંભ કરાવ્યો ત્યારે અને તે પછી અનેક સમર્થ તેમ જ સાધારણ વ્યક્તિઓએ વિશાળ જ્ઞાનભંડારોની સ્થાપના કરી છે. એનું સંપૂર્ણ સંશોધન કરવું અશક્ય છે. પરંતુ ઉપલક નજરે જોતાં સાહિત્યરસિક મહારાજા સિદ્ધરાજ જયસિંહે ત્રણસો લહિયા એકઠા કરી સર્વ દર્શનના ગ્રંથો લખાવી રાજકીય પુસ્તકાલયની સ્થાપના કર્યાનો તથા આચાર્ય હેમચંદ્રકૃત સવાલાખ શ્લોપ્રમાણ વ્યાકરણ ગ્રંથની સેંકડો પ્રતિઓ લખાવી તેના અભ્યાસીઓને દેશપરદેશમાં ભેટ મોકલાવ્યાનો ઉલ્લેખ “પ્રભાવક ચરિત્ર ” તથા “ કુમારપાલપ્રબંધ ”માં છે. મહારાજા કુમારપાલને માટે પણ કુમારપાલપ્રબંધાદિમાં એકવીશ જ્ઞાનભંડાર સ્થાપ્યાને તથા પોતાના રાજકીય પુસ્તકાલય માટે જૈન આગમ ગ્રંથો અને આચાર્ય શ્રી હેમચંદ્રવિરચિત યોગશાસ્ત્ર, વીતરાગસ્તવની હાથપોથી સ્વર્ણાક્ષરે લખાવ્યાની બેંધ છે. મંત્રીઓમાં જ્ઞાનભંડાર લખાવનાર મહામાત્ય વસ્તુપાલ-તેજપાલે નાગૅદ્રગચ્છીય આચાર્ય વિજયસેન તથા ઉદયપ્રભસૂરિના ઉપદેશથી જ્ઞાનભંડારો લખાવ્યાની નોંધ જિનહર્ષગણિત “વસ્તુપાલચરિત્ર', “ઉપદેશ તરંગિણી” આદિમાં નજરે પડે છે. તેમ જ માંડવગઢના મંત્રી પેથડ શાહે તપગછીય આચાર્ય ધર્મઘોષસૂરિ પાસે આગમ શ્રવણ કરતાં ભગવતીસૂત્રમાં આવતા વીર-ગૌતમ નામની સોનાનાણથી પૂજા કરી, તે એકઠા થયેલ દ્રવ્યથી પુસ્તકે લખાવી ભરૂચ આદિ સાત સ્થાનોમાં ભંડાર સ્થાપ્યા હતા. આ ઉપરાંત ગૃહસ્થોમાં, ખરતરગચ્છીય આચાર્ય જિનભદ્રના આદેશથી ધરણું શાહ, મહોપાધ્યાય શ્રી મહીસમુદ્રગણીના ઉપદેશથી નંદુરબારનિવાસી સં. ભીમના પૌત્ર કાલુએ, આગમગછીય શ્રી સત્યસૂરિ, જયાનંદસૂરિ અને વિવેકરનસૂરિના ઉપદેશથી પેથડશાહ, મંડલીક તથા પર્વત-કાન્હાએ નવીન ગ્રંથે લખાવી જ્ઞાનભંડારો સ્થાપ્યા હતા. આજ સુધીમાં આવા સેંકડે જ્ઞાનભંડારો ઊભા થયા અને કાળની કુટિલતાને બળે, રાજ્યની ઊથલપાથલને લીધે કે જૈન સમાજની અજ્ઞાનતાને લીધે તેમાંના ઘણું શીર્ણ–વિશીર્ણ થઈ ગયા. અને ઘણું માલિકીના મોહમાં કે અજ્ઞાનતાથી ઉધેઈના મુખમાં અદશ્ય થયા કે જીર્ણ દશાને પામ્યા. આ ઉપરાંત પાણીથી ભીંજાઈને ચેટી જવાથી અથવા તો બગડી જવાને કારણે, ઉંદર આદિએ કરડી ખાધેલ હોવાને લીધે, ઊથલપાથલના સમયમાં એકબીજા પુસ્તકનાં પાનાંઓથી ખીચડારૂપ થઈ અવ્યવસ્થિત થવાને કારણે અગર તેવા અન્ય કોઈ પણ કારણે વહેતી નદીઓમાં, દરિયામાં અથવા જાના કવાઓમાં પધરાવીને સેંકડે ગ્રંથ ગુમાવી દેવાયા તેની તો બહુ થોડાઓને જ ખબર હશે. આવા જ ફેંકી દેવાને તૈયાર કરાયેલ અનેક સ્થળના કચરારૂપ મનાતાં પાનાંઓના સંગ્રહમાંથી વિજ્ઞ મુનિવગે કેટલાયે અમૃતપૂર્વ, અલભ્ય તેમ જ મહત્ત્વના સેંકડો ગ્રંથ શોધી કાઢ્યા છે, એ વાત જે ધ્યાનમાં રહે તો એવા નષ્ટ થતા અનેક કીમતી ગ્રંથ હજુ પણ મળી શકે. જેમ જૈન સંઘે મોગલોની ચડાઈને જમાનામાં પ્રતિમાઓના રક્ષણ માટે મંદિરની અંદર ગુપ્ત અગમ્ય ભાર્ગવાળાં તેમ જ અકય ડાઈવાળાં ભૂમિગૃહો-ભોંયરાની સંકલના વિચારી હતી, તેમ જ્ઞાનભંડારની રક્ષા માટે જેસલમેરને કિલ્લે જોવાથી ત્યાંના ભંડારને કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવતા હતા તે સમજાશે. આચાર્ય સિદ્ધસેન માટે એમ સાંભળવામાં આવે છે કે તેમણે ગુપ્ત સ્તંભને ઔષધિ વડે ઉધાડી તેમાંથી મંત્રાનાયનાં કેટલાંક ઉપયોગી પુસ્તકે બહાર કાઢયાં અને સ્તંભ અચાનક જમીનમાં ઊતરી ગયો. આવાં ( તિલસ્માતી) ગુપ્ત સ્તંભે કે મકાનમાં કેટલુંય મંત્રસાહિત્ય સદાને માટે અદશ્ય પડયું હશે, તે કલ્પના બહાર રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230262
Book TitleSahitya Samrakshan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size342 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy