SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પરોક્ષરૂપે કરવામાં આવતી અવજ્ઞા એમની આશાતના જ લેખાય એ સત્યને નિર્દેશ કરતાં અંબડે સુલતાને ફરી પ્રશ્ન કર્યો. - “સમ્યક શ્રદ્ધા એટલે સર્વજ્ઞ પ્રરૂપિત શાસન અને સત્ય સાથેનું આત્મસંધાન. આવા આત્મસંધાનથી પ્રત્યેક આત્મામાં એક એવી બુદ્ધિ અને શકિતને ઉદય થાય છે કે જે બુદ્ધિ સત્યાસત્યને સહજભાવે વિવેકપૂર્ણ નિર્ણય કરી શકે છે. આ નિર્ણયને તે પિતાની આ શકિતના સામર્થ્યથી સ્વાભાવિક વ્યવહારમાં, આચરણના રૂપમાં પણ તેનું પરાવર્તન કરી શકે છે. આથી જ જ્યારે મેં સાંભળ્યું કે ૨૫માં તીર્થકર નગર બહાર સમવસર્યા છે ત્યારે તેમાં રહેલા અસત્યના કારણે મારા આત્મપ્રદેશો રોમાંચિત થયાં નહીં. સત્યની સમુપસ્થિતિને સમય આવે ત્યારે સત્યને સમપિત થયેલાઓને કોઈ સાદ કે આવાજની જરૂર નથી હોતી. સત્યની સમુપસ્થિતિથી તેઓ સ્વયં આવી પહોંચે છે. અસત્ય તેમને આકર્ષી શકતું નથી. એ ભૂલો નહીં અંબડ! વળી, આ અવસર્પીણીમાં ભ. મહાવીર એ ચરમ તીર્થકર છે એવા સર્વજ્ઞના કથનને શું તમે સાવ વિસરી ગયા ? પરપદાર્થમાં પ્રિતીવાળો આત્મા પ્રમાદી હોય પણ આત્મસ્વરૂપાકાંક્ષી આત્મા તો અપ્રમત્તભાવે જ આત્માની આલબેલ પુકારતા ને અજ્ઞાનને પડકારતો અડીખમ ઊભે હોય એ કેમ ભૂલે છે ?" તુલસાએ પોતે સ્વયં કેમ ત્યાં ગઈ નહીં તેનું કારણ કહેતાં કહેતાં પણ સ્વના અહમ નું વિલોપન અને સમકિત દૃષ્ટિ આત્મામાં રહેનારી સત્યનિષ્ઠાને સમાદર કરી પોતાના સંસારનું આંશિક વિસર્જન કર્યું. આ કથન દ્વારા સતી સુલસાએ પોતાના સંસારનું આંશિક વિસર્જન કર્યું એ હકીકત પ્રતિ અહીં અંગુલી નિર્દેશ એ માટે કર્યો છે કે, સાંપ્રત સમાજમાં, સતી સુલસીના જીવનમાં બનેલ આ સત્ય ઘટનાના આ કોયકારક પાસાની અભિવ્યકિત આજે અવ્યકત બનતી જાય છે. અવ્યકત બનતી આ અભિવ્યકિત એ છે કે ભગવાનના શાસન પ્રતિની અવિહડ શ્રદ્ધાની સ્પષ્ટ અભિવ્યકિત ત્યારે જ શકય બને છે કે જ્યારે કોઈ પણ આત્મામાં પોતાનામાં રહેલી આચરણની અશકિત અર્થાત પોતાનામાં રહેલા અચારિત્રીપણા પ્રતિ અભાવ પેદા થાય છે. આ અભાવ” જ આવા આત્મામાં ચારિત્ર્યની પ્રવૃત્તિને સંચાર કરાવનાર બને છે. કર્મજન્ય કુતૂહલવૃત્તિ એવી તે વિચિત્ર હોય છે કે, સત્ય સ્પષ્ટરૂપે જાણવા મળે છતાં પણ એને ઊલટાવીને કે અન્ય કોઈ પણ રીતે નાણી જેવાની અનધિકાર ચેષ્ટા કર્યા સિવાય માનવીની વૃત્તિ શમન પામતી નથી !! અંબડે વળી પાછું સુલતાને પૂછયું કે “એ વાતને સ્વીકાર કર' છું કે ૨૫માં તીર્થકરના આગમનથી તમને આત્મલ્લાસ ન થયો પણ શું તમે એ પણ વિચાર ન કર્યો કે, ધર્મ-પ્રભાવનાનું કારણ-નિમિત્ત બને તેવા કોઈ પણ પ્રસંગમાં તમારે હાજર રહેવું જોઈએ-સમ્મિલીત થવું જોઈએ?” “ધર્મને વાસ કોઈ વ્યકિત કે સ્થાનવિશેષમાં નથી પણ અધ્યાવસાય શુદ્ધિમાં અને તદનુસારની પ્રવૃત્તિમાં જ છે. આવી શુદ્ધિ હોય ત્યાં પરિણતી વગરની પ્રવૃત્તિ કયાં તો અભિનય વૃત્તિમાંથી પેદા થયેલી નાટકીય પ્રવૃત્તિ હોય છે અથવા કર્મજન્ય વિકૃતિઓમાંથી પેદા થયેલા પ્રપંચને જ એક પ્રકાર હોય છે. આવી પરિણતીહીન પ્રવૃત્તિ કે પ્રપંચના માધ્યમથી ધર્મપ્રભાવના થઈ શકે નહીં કે પરિણતી આવી શકે નહીં. ધર્માનુકુલ પ્રવૃત્તિ પરિણામ વિશુદ્ધિના પાયા પર જ કરી શકાય. બાલજીને સમ્યક માર્ગની પ્રાપ્તિ થાય તેવા અનેક ઉપાયો શાસ્ત્રકારોએ બતાવ્યા છે. આવા ઉપાયોની અભિવ્યકિત આકર્ષક બને તેના માર્ગો કે પ્રકારો પણ સર્વજ્ઞ ભગવંતોએ વર્ણવ્યા છે. આવા માર્ગો કે પ્રકારો વર્ણવતાં, આ ઉપકારી લોકોત્તર પરમ પુર એ સર્વપ્રથમ એ સ્પષ્ટતા કરી છે કે આવી અભિવ્યકિતની આકર્મકતા અધ્યવસાય શુદ્ધિ અને સાધનશુદ્ધિના વિવેકથી યુકત હોવી અનિવાર્ય છે, અન્યથા એવી પ્રવૃત્તિ કે અભિવ્યકિત અનર્થદંડની અભિવ્યકિત બને છે. અશુદ્ધ સાધનેનાં માધ્યમથી કરવામાં આવેલી કોઈ પણ પ્રવૃત્તિ કે પ્રરૂપણા શુદ્ધતા-સાધક બની શકે નહીં. અશુદ્ધ આલંબન કે માધ્યમથી પણ શુદ્ધ તવ કે સત્ય સમીપ પહોંચી શકાય છે, પ્રાપ્ત કરી શકાય છે એવી વાત કે માન્યતા અભિનિવેશમથથી ઉત્પન્ન થયેલી આત્મવંચક ભ્રમણા છે. આત્મકલ્યાણની ભાવના આવતાં જ બાલજીવનું બાળપણું બાહ્યા અજ્ઞાન નાશ પામે છે અથવા નહીંવત બને છે. આત્મકલ્યાણને ઈચ્છક અશુદ્ધ કે અનધિકારી માધ્યમને ઉપયોગ કરે જ નહી. સુલતાએ સમ્યક શ્રદ્ધામાંથી સાકાર થયેલી સાધ્ય અને સાધનશુદ્ધિની પ્રતીતિ પ્રગટ કરી. સુલસાની આ પાવન પ્રતીતિમાંથી ઉત્પન્ન થયેલા પ્રકાશપૂંજના તેજથી અંબડના આત્મામાં રહેલ આશંકાને અંધકાર દૂર થયો. આ અંધકાર દૂર થતાં જ અબડને આત્મભાન થયું–પશ્ચાત્તાપ થયો કે “મેં અશુદ્ધ સાધને દ્વારા ઈન્દ્રજાળથી આડંબરયુકત પ્રવૃત્તિ કરી પાપને બંધ કર્યો છે.” પાપના આ બંધને છેદવા માટે બડે અહમ ને ત્યાગ કરી સુલસા પાસે પોતાની અસત પ્રવૃત્તિનો એકરાર કરી મિથ્યા માર્ગગમન બદલ મિચ્છામિ દુક્કડમ દઈ કરેલા પાપની ગહ કરી. પોતાની શ્રદ્ધાને શુદ્ધ કરી આત્મકલ્યાણકારી આચરણા માર્ગનું અનુસરણ કર્યું. સમ્યક દર્શનમાંથી જન્મેલી સમ્યક શ્રદ્ધાના માધ્યમથી સમ્યક જ્ઞાનની અભિવ્યકિત તથા સમ્યક આચારના પાલનથી શ્રાવિકા સુલસાએ સર્વજ્ઞ એવા મહાવીરદેવની આજ્ઞાના પાલન અને આસ્થાથી આત્મામાં પ્રગટતી પારદર્શી તત્તશોધક દષ્ટિ અને પરિણતીનું પ્રત્યથા પ્રમાણ પૂરાં પાડયું. આવી પારદર્શીતા જ આત્માને સંસાર પારગામી બનાવે અને પાપપુનાશક બને તથા પુન્યપ્રવૃત્તિમાંથી વિરકિતની ભાવનાથી વીતરાગતા અપાવે. શ્રાવિકા સુલસાના આત્મામાં રહેલી આવી સત્યનિષ્ઠાને સાંપ્રત સમયના શ્રીસંઘમાં સમગ્ર માનવ સમાજમાં સાક્ષાત કરવાનો પુરુષાર્થ કરવાની આજના સમયમાં અનિવાર્ય આવશ્યકતા. આ અવશ્યકતાની પૂર્તિ અરિહંતના શાસનની વિશુદ્ધ આરાધનામાં જ નિહીત છે. આ આત્યંતિક સત્યમાં સમાજને પથ-પ્રદર્શન કરવાની ક્ષમતા શાશ્વત સ્વરૂપે રહેલી છે, એ એક શ્રેયકારી વાસ્તવિકતા છે. કોઈ પણ વાસ્તવિકતાને વિચારવાથી વિભાવિકતા અને વિકૃતિ આવે છે. 10 રાજેન્દ્ર જયોતિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230250
Book TitleShreyamargi Shravika ane Adarsh Aradhika Sulsa
Original Sutra AuthorN/A
AuthorPunamchand N Doshi
PublisherZ_Rajendrasuri_Janma_Sardh_Shatabdi_Granth_012039.pdf
Publication Year1977
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size532 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy