Book Title: Shreyamargi Shravika ane Adarsh Aradhika Sulsa Author(s): Punamchand N Doshi Publisher: Z_Rajendrasuri_Janma_Sardh_Shatabdi_Granth_012039.pdf View full book textPage 1
________________ શ્રેયમાગી શ્રાવિકા યાને આદર્શ આરાધિકા-સુલતા _ લેખક: શ્રી પુનમચંદ નાગરદાસ દોશી (ડીસા-બનાસકાંઠા) સાંપ્રત સમાજમાં મોટા ભાગના શબ્દો તેને અર્થ ખાઈ બેઠા છે. આના કરતાં પણ, આ વિષયમાં નગ્ન સત્ય ન કહેવું હોય તો પણ આ સ્પષ્ટોકિત તે અનિવાર્ય જ છે કે, મોટા ભાગના શબ્દોને ઉપયોગ તેના સાચા પરિપ્રેક્ષ્યમાં (in proper perspective) થતો નથી. આ કારણથી જ આજે શબ્દોનો જે ખેટા પરિપ્રેક્ષ્યમાં ઉપયોગ કરાય છે તેના કારણે માનવ-મનની અભિવ્યકિતનું આ માધ્યમ (medium) કલુષિત બન્યું છે. આ કલુષિતતાના કારણે સમાજના આચરણમાં પણ કલુષિતતા અને વિસંવાદિતા વ્યાપ્ત બની ગઈ છે. આનાં ઉદાહરણ શોધવા જવાં પડે તેમ નથી. આવું એક ઉદાહરણ છે-શ્રદ્ધા શબ્દનો ઉપયોગ. શબ્દકોષમાં શ્રદ્ધા શબ્દને અર્થ શું થાય છે તેની ચર્ચા અહીં અસ્થાને છે. સાધક આત્મા માટે શ્રદ્ધા શબ્દની સમુચિત પરિપ્રેક્ષ્યમાં સાચી અભિવ્યકિત તો એક જ હોઈ શકે. આ અભિવ્યકિત છે : “શ્રદ્ધા એટલે સમજપૂર્વકને કોયમાર્ગી વિશ્વાસ”. જે વિશ્વાસમાં સમજણ અને કોય નિહિત નથી તે વિશ્વાસને શ્રદ્ધા કહી શકાય નહી. સાંપ્રત સમાજમાં અને તેમાં પણ ‘શ્રી સંઘ'માં સમ્યક શબ્દનો ઉપયોગ તેના વાસ્તવિક પરિપ્રેક્ષ્યમાં થતું નથી. જેના કારણે સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર્યનો આચરણામાર્ગ આવરિત-ધૂમિલ બન્યો છે. આ આવરણથી આવેલી ધૂમિલતાના કારણે એડજના વૈયકિતક કે ચોક્કસ વર્ગના આગ્રહો જ આચારધર્મની આધારશીલા બની ગયા છે. આગ્રહબદ્ધતાથી ‘અભિનિવેશ” આવે છે એ સર્વજ્ઞકથિત સનાતન સત્ય છે. શ્રાવિકા સુલતાનું શ્રી ચતુર્વિધ સંઘમાં જે વિશિષ્ટ સ્થાન છે તે એની શ્રેયકારક સમ્યક શ્રદ્ધાના કારણે છે. સમ્યક્ શ્રદ્ધાની તેની સાચી સમજના કારણે સર્વજ્ઞ એવા ભ. મહાવીરે પણ તેને “ધર્મલાભ” પાઠવ્યો કે જે સામાન્ય રીતે અપ્રત્યાશીત ઘટના છે. આ અપ્રત્યાશીત ઘટના અનન્ય છે. કારણ કે સર્વજ્ઞ શ્રમણ મહાવીર દેવે, શ્રાવિકા સુલસાને “ધર્મલાભ” પાઠવવાના માધ્યમથી સમ્યક-શ્રદ્ધાવાન વ્યકિતનું શ્રી સંઘમાં શું સ્થાન છે તેને વ્યવહારીક નિર્દેશ જ નથી કર્યો પરંતુ શ્રી રાંઘમાં શ્રદ્ધાવાન વ્યકિતઓના સ્થાનની સ્વયં પ્રતિષ્ઠા કરી છે. આ સાથે એ હકીકત પણ એટલી જ મહત્ત્વની છે કે, શ્રાવિકા સુલસાએ પોતાના ઉચિત આચરણ દ્વારા શ્રદ્ધાવાન વ્યકિતઓ, શ્રદ્ધાને આચરણના માધ્યમથી જ અભિવ્યકિત આપે છે એ સત્યની સાબિતી કરાવી આપી છે. શ્રદ્ધા શુષ્ક ન હોઈ શકે. શ્રદ્ધા સક્રિય જ હોય. સક્રિયતા અને શ્રદ્ધા એક જ સિક્કાની બે બાજુઓ છે. સાંપ્રત સમાજમાં આવી કોયકારક શ્રદ્ધા સાકાર થાય એ હેતુથી શ્રાવિકા સુલતાના આરાધકભાવોનું આલેખન કરી ભાઈ શ્રી દોશીએ આરાધક ભાવની ઉપાદેયતાને ઉજાગર કરી છે. સંપાદક નગરજનો ! સાંભળજો, આજે સાક્ષાત બ્રહ્માજી સપરવિાર ઉદ્યાનમાં પધાર્યા છે. દર્શનાભિલાષીઓ આ અમૂલ્ય અવસરને અવશ્ય લાભ લે.” રાજગૃહી નગરીના મહોલ્લે, મહોલ્લે ઢોલ પીટીને ઢોલી નગરજનોને આ સંદેશ સંભળાવી રહ્યો હતો. સંશયના પડઘા પાડતો માનવમહેરામણ ઊભરાયો. શું બ્રહ્માનું રૂપ ! આડંબરપૂર્વક બિરાજેલા બ્રહ્માનું ઐશ્વર્ય અને ઓજસ જોઈ જનગણ અંજાઈ ગયો. આખું નગર હર્ષ-હિલોળે ચઢયું. ચોરે ને ચાટે એક જ ચર્ચા થતી દેખાઈ. ભ્રમણામાં રાચતો જનસમાજ “ઈશ્વર-દર્શન”થી કૃતાર્થ થયો! છતાં એક ન ગઈ સતી શ્રાવિકા સુલસા !!!. શું સુલસા ક્ષુબ્ધ હતી ? શું સુલતાના હૈયામાં સ્ત્રી-સહજ કુતુહલવૃત્તિ પણ ન હતી? ના, ના, સુલસા સર્વજ્ઞપ્રણિત સમ્યક શ્રદ્ધાની ધારક, “નારી તું નારાયણી”ના ભાવને જાગૃત કરનાર આદર્શ નારી હતી. અરિહંત પરમાત્માં ભ. મહાવીરના સાધનો માની ઉપાસિકા હતી. નારીસહજ કોમળતા અને વાત્સલ્યની મૂર્તિ હતી. રાજગૃહીના પ્રમુખ નાગરિક શ્રેષ્ઠી નાગસારથીની જીવનસંગીની હતી. શ્રદ્ધાના સહારે એણે સર્વજ્ઞકથિત સત્ય તત્ત્વો અને દર્શનનો ઊંડો અભ્યાસ કર્યો હતો. સત્યના સ્વાનુભવથી સુલસામાં એ તથ્ય તદાકાર થઈ ગયું હતું કે, પ્રત્યેક આત્મા જ્યારે કર્મ-મળથી શુદ્ધ થઈ સ્વ-સ્વરૂપસ્થિતિ પ્રાપ્ત કરે છે ત્યારે સ્વયં પરમાત્મસ્વરૂપ બની જાય છે. આવું પરમાત્મસ્વરૂપ પરાશ્રયી નથી હોતું. પરંતુ સ્વ-પુરૂષાર્થથી પ્રાપ્ત થતું સ્વત્વનું શુદ્ધ સ્વાશ્રયી સ્વરૂપ છે. આવી પરિણતીવાળા આત્મા અરિહંત કે સર્વજ્ઞ ભગવંતનું શરણ સ્વીકારે એ નિવિવાદ સત્ય છે. આવી શરણાગતીમાં આત્માના સ્વત્વ કે સત્વનું સમાપન નથી હોતું. આ કારણથી આવી શરણાગતી ત્યારે જ સંપૂર્ણ બને છે કે જ્યારે પોતાના આત્મામાં નિહિત સ્વત્વ અને કર્મનિર્જરા માટે આવશ્યક એવું આમિક, સત્ત્વ, આત્માના આંતરિક ગુણ-અનંતવીર્યથી આજસવાન બની સ્વયં પ્રકાશીત બને છે. આવી નિષ્ઠા જ્યારે પ્રત્યક્ષ અનુભવનો વિષય બને ત્યારે જ માનવું કે સર્વજ્ઞકથિત સત્યદર્શન અને સત્યધર્મની શાશ્વત સ્વરૂપે અર્થાત ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ થઈ છે. આવા ક્ષાયિક સમકિતનો સ્વામી હોય એ આત્માની અદ્રિતીયતા એ હોય છે, કે અરિહંત પદને પામેલ કોઈ વ્યકિત કે આત્માને તે વ્યકિતરાગી નથી હોતો. પરંતુ અરિહંતપદ પ્રાપ્ત કરેલ આત્મા વ્યવહાર નયને આકાયીને જે નામથી ઓળખતો હોય છે તે નામથી પણ ક્ષાયિક સમકિતનો સ્વામી અરિહંતાશ્રિત આત્માના શુદ્ધ સ્વરૂપને જ પૂજક હોય છે નહીં કે કોઈ નામથી ઓળખાતા દેહધારી આત્માના કર્માશ્રયી દેહને. સુલસામાં આ સત્ય તદાકાર હતું તેથી જ બ્રહ્માનું બ્રહ્માસ્વરૂપ કે લોકોને તેના પ્રતિને અહોભાવ સુલસાના આત્મપ્રદેશને સ્પર્શી શક્યો નહીં. આત્માની આંતરિક શકિતઓ પ્રતિ શ્રદ્ધાવાન આત્મા બાહ્યા ચમત્કારો કે ક્ષણિક સુખ કે આનંદને આકાંક્ષી ન હોય. એ તે હાય શાશ્વત સુખ અને આનંદને ઉપાસક. આવી આત્મપ્રતિનિયુકત નિશ્ચલ સમ્યક શ્રદ્ધામાંથી જન્મેલી આસ્થાને આજના સમાજને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે તેવું વાતાવરણ અને ઉજજવળ પરંપરાનું પુનરૂત્થાન કરવાનું હોય રાજેન્દ્ર જ્યોતિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3