Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રેયમાગી શ્રાવિકા યાને આદર્શ આરાધિકા-સુલતા
_ લેખક: શ્રી પુનમચંદ નાગરદાસ દોશી (ડીસા-બનાસકાંઠા)
સાંપ્રત સમાજમાં મોટા ભાગના શબ્દો તેને અર્થ ખાઈ બેઠા છે. આના કરતાં પણ, આ વિષયમાં નગ્ન સત્ય ન કહેવું હોય તો પણ આ સ્પષ્ટોકિત તે અનિવાર્ય જ છે કે, મોટા ભાગના શબ્દોને ઉપયોગ તેના સાચા પરિપ્રેક્ષ્યમાં (in proper perspective) થતો નથી. આ કારણથી જ આજે શબ્દોનો જે ખેટા પરિપ્રેક્ષ્યમાં ઉપયોગ કરાય છે તેના કારણે માનવ-મનની અભિવ્યકિતનું આ માધ્યમ (medium) કલુષિત બન્યું છે. આ કલુષિતતાના કારણે સમાજના આચરણમાં પણ કલુષિતતા અને વિસંવાદિતા વ્યાપ્ત બની ગઈ છે. આનાં ઉદાહરણ શોધવા જવાં પડે તેમ નથી. આવું એક ઉદાહરણ છે-શ્રદ્ધા શબ્દનો ઉપયોગ. શબ્દકોષમાં શ્રદ્ધા શબ્દને અર્થ શું થાય છે તેની ચર્ચા અહીં અસ્થાને છે. સાધક આત્મા માટે શ્રદ્ધા શબ્દની સમુચિત પરિપ્રેક્ષ્યમાં સાચી અભિવ્યકિત તો એક જ હોઈ શકે. આ અભિવ્યકિત છે : “શ્રદ્ધા એટલે સમજપૂર્વકને કોયમાર્ગી વિશ્વાસ”. જે વિશ્વાસમાં સમજણ અને કોય નિહિત નથી તે વિશ્વાસને શ્રદ્ધા કહી શકાય નહી.
સાંપ્રત સમાજમાં અને તેમાં પણ ‘શ્રી સંઘ'માં સમ્યક શબ્દનો ઉપયોગ તેના વાસ્તવિક પરિપ્રેક્ષ્યમાં થતું નથી. જેના કારણે સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર્યનો આચરણામાર્ગ આવરિત-ધૂમિલ બન્યો છે. આ આવરણથી આવેલી ધૂમિલતાના કારણે એડજના વૈયકિતક કે ચોક્કસ વર્ગના આગ્રહો જ આચારધર્મની આધારશીલા બની ગયા છે. આગ્રહબદ્ધતાથી ‘અભિનિવેશ” આવે છે એ સર્વજ્ઞકથિત સનાતન સત્ય છે. શ્રાવિકા સુલતાનું શ્રી ચતુર્વિધ સંઘમાં જે વિશિષ્ટ સ્થાન છે તે એની શ્રેયકારક સમ્યક શ્રદ્ધાના કારણે છે. સમ્યક્ શ્રદ્ધાની તેની સાચી સમજના કારણે સર્વજ્ઞ એવા ભ. મહાવીરે પણ તેને “ધર્મલાભ” પાઠવ્યો કે જે સામાન્ય રીતે અપ્રત્યાશીત ઘટના છે.
આ અપ્રત્યાશીત ઘટના અનન્ય છે. કારણ કે સર્વજ્ઞ શ્રમણ મહાવીર દેવે, શ્રાવિકા સુલસાને “ધર્મલાભ” પાઠવવાના માધ્યમથી સમ્યક-શ્રદ્ધાવાન વ્યકિતનું શ્રી સંઘમાં શું સ્થાન છે તેને વ્યવહારીક નિર્દેશ જ નથી કર્યો પરંતુ શ્રી રાંઘમાં શ્રદ્ધાવાન વ્યકિતઓના સ્થાનની સ્વયં પ્રતિષ્ઠા કરી છે.
આ સાથે એ હકીકત પણ એટલી જ મહત્ત્વની છે કે, શ્રાવિકા સુલસાએ પોતાના ઉચિત આચરણ દ્વારા શ્રદ્ધાવાન વ્યકિતઓ, શ્રદ્ધાને આચરણના માધ્યમથી જ અભિવ્યકિત આપે છે એ સત્યની સાબિતી કરાવી આપી છે. શ્રદ્ધા શુષ્ક ન હોઈ શકે. શ્રદ્ધા સક્રિય જ હોય. સક્રિયતા અને શ્રદ્ધા એક જ સિક્કાની બે બાજુઓ છે.
સાંપ્રત સમાજમાં આવી કોયકારક શ્રદ્ધા સાકાર થાય એ હેતુથી શ્રાવિકા સુલતાના આરાધકભાવોનું આલેખન કરી ભાઈ શ્રી દોશીએ આરાધક ભાવની ઉપાદેયતાને ઉજાગર કરી છે.
સંપાદક
નગરજનો ! સાંભળજો, આજે સાક્ષાત બ્રહ્માજી સપરવિાર ઉદ્યાનમાં પધાર્યા છે. દર્શનાભિલાષીઓ આ અમૂલ્ય અવસરને અવશ્ય લાભ લે.” રાજગૃહી નગરીના મહોલ્લે, મહોલ્લે ઢોલ પીટીને ઢોલી નગરજનોને આ સંદેશ સંભળાવી રહ્યો હતો.
સંશયના પડઘા પાડતો માનવમહેરામણ ઊભરાયો. શું બ્રહ્માનું રૂપ ! આડંબરપૂર્વક બિરાજેલા બ્રહ્માનું ઐશ્વર્ય અને ઓજસ જોઈ જનગણ અંજાઈ ગયો. આખું નગર હર્ષ-હિલોળે ચઢયું. ચોરે ને ચાટે એક જ ચર્ચા થતી દેખાઈ. ભ્રમણામાં રાચતો જનસમાજ “ઈશ્વર-દર્શન”થી કૃતાર્થ થયો! છતાં એક ન ગઈ સતી શ્રાવિકા સુલસા !!!.
શું સુલસા ક્ષુબ્ધ હતી ? શું સુલતાના હૈયામાં સ્ત્રી-સહજ કુતુહલવૃત્તિ પણ ન હતી?
ના, ના, સુલસા સર્વજ્ઞપ્રણિત સમ્યક શ્રદ્ધાની ધારક, “નારી તું નારાયણી”ના ભાવને જાગૃત કરનાર આદર્શ નારી હતી. અરિહંત પરમાત્માં ભ. મહાવીરના સાધનો માની ઉપાસિકા હતી. નારીસહજ કોમળતા અને વાત્સલ્યની મૂર્તિ હતી. રાજગૃહીના પ્રમુખ નાગરિક શ્રેષ્ઠી નાગસારથીની જીવનસંગીની હતી. શ્રદ્ધાના સહારે એણે સર્વજ્ઞકથિત સત્ય તત્ત્વો અને દર્શનનો ઊંડો અભ્યાસ કર્યો હતો. સત્યના સ્વાનુભવથી સુલસામાં એ તથ્ય તદાકાર થઈ ગયું હતું કે, પ્રત્યેક આત્મા જ્યારે કર્મ-મળથી શુદ્ધ થઈ સ્વ-સ્વરૂપસ્થિતિ પ્રાપ્ત કરે છે ત્યારે સ્વયં પરમાત્મસ્વરૂપ બની જાય છે. આવું પરમાત્મસ્વરૂપ પરાશ્રયી નથી હોતું. પરંતુ સ્વ-પુરૂષાર્થથી પ્રાપ્ત થતું સ્વત્વનું શુદ્ધ સ્વાશ્રયી સ્વરૂપ છે. આવી પરિણતીવાળા આત્મા અરિહંત કે સર્વજ્ઞ ભગવંતનું શરણ સ્વીકારે એ નિવિવાદ સત્ય છે. આવી શરણાગતીમાં આત્માના સ્વત્વ કે સત્વનું સમાપન નથી હોતું. આ કારણથી આવી શરણાગતી ત્યારે જ સંપૂર્ણ બને છે કે
જ્યારે પોતાના આત્મામાં નિહિત સ્વત્વ અને કર્મનિર્જરા માટે આવશ્યક એવું આમિક, સત્ત્વ, આત્માના આંતરિક ગુણ-અનંતવીર્યથી આજસવાન બની સ્વયં પ્રકાશીત બને છે.
આવી નિષ્ઠા જ્યારે પ્રત્યક્ષ અનુભવનો વિષય બને ત્યારે જ માનવું કે સર્વજ્ઞકથિત સત્યદર્શન અને સત્યધર્મની શાશ્વત સ્વરૂપે અર્થાત ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ થઈ છે.
આવા ક્ષાયિક સમકિતનો સ્વામી હોય એ આત્માની અદ્રિતીયતા એ હોય છે, કે અરિહંત પદને પામેલ કોઈ વ્યકિત કે આત્માને તે વ્યકિતરાગી નથી હોતો. પરંતુ અરિહંતપદ પ્રાપ્ત કરેલ આત્મા વ્યવહાર નયને આકાયીને જે નામથી ઓળખતો હોય છે તે નામથી પણ ક્ષાયિક સમકિતનો સ્વામી અરિહંતાશ્રિત આત્માના શુદ્ધ સ્વરૂપને જ પૂજક હોય છે નહીં કે કોઈ નામથી ઓળખાતા દેહધારી આત્માના કર્માશ્રયી દેહને.
સુલસામાં આ સત્ય તદાકાર હતું તેથી જ બ્રહ્માનું બ્રહ્માસ્વરૂપ કે લોકોને તેના પ્રતિને અહોભાવ સુલસાના આત્મપ્રદેશને સ્પર્શી શક્યો નહીં. આત્માની આંતરિક શકિતઓ પ્રતિ શ્રદ્ધાવાન આત્મા બાહ્યા ચમત્કારો કે ક્ષણિક સુખ કે આનંદને આકાંક્ષી ન હોય. એ તે હાય શાશ્વત સુખ અને આનંદને ઉપાસક.
આવી આત્મપ્રતિનિયુકત નિશ્ચલ સમ્યક શ્રદ્ધામાંથી જન્મેલી આસ્થાને આજના સમાજને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે તેવું વાતાવરણ અને ઉજજવળ પરંપરાનું પુનરૂત્થાન કરવાનું હોય
રાજેન્દ્ર જ્યોતિ
Jain Education Intemational
Page #2
--------------------------------------------------------------------------
________________
જો કોઈ પણ સાધક આત્માને ફાળે જવું હોય તો એવા શ્રેયનાં સાધક હતાં સ્વ. પૂજ્યપાદ શ્રી રાજેન્દ્ર પૂ. મ. આ મહાપુરૂષે ભગવાનના શાસનના સાધના માર્ગમાં સમકિત દષ્ટિ, દેશિવરતી અને સર્વવિરતીના ધારક આત્માઓની ગુણવત્તાની અવસ્થાના કારણે પ્રાપ્ત થતી સ્વાનની ભુસાની જતી મર્યાદાખાઓને સજીવ કરી. તેઓશ્રીએ આ મર્યાદારેખાઓ સજીવ કરી એટલું જ નહીં પણ પ્રત્યેક આત્માના સ્વ-પુરૂષાર્થ દ્રારા પ્રાપ્ત થતાં સ્થાનાની પુન: પ્રતિષ્ઠા કરનારી પરંપરાને પ્રાણવાન બનાવી.
આવી પાવન પરંપરાના સંવાહક પ્રણેતા ભ. મહાવીરના સંદેશ અને સુલસાના આત્મામાં સાકાર થયેલી સમ્યક શ્રાદ્ધાની કસોટી કરનાર બર્ડ કેવી કેવી એન્ટ્રીક છના કરી તે જોઈએ. સાથે સાથે આવી કસોટીઓનું કારણ – નિમિત્ત બનનાર ભ. મહાવીરના સંદેશા કેવો હતો તે જોઈએ.
એ સમયે શ્રમણ ભગવાન મહાવીર ચંપાપુરીમાં સમાસર્યા હતાં. સમતાની સૂરીલી બંસરીના નાદે અનેક આત્માએ આત્મસાધનાના માર્ગે વિચરવા કટીબદ્ધ બનતા હતાં.
પરિવ્રાજક અંબડ પણ આત્માના અંતરંગ સ્વરૂપના આવિષ્કાર કરનાર અરિહંત પરમાત્મા ભ. મહાવીરના આરાધક અને ઉપાસક બન્યો હતો. ભગવાનની દેશના સાંભળી અંબડ રાજગૃહી નગરી તરફ આવતો હતો ત્યારે અંબડના આત્માને સમ્યક કાળાની પ્રતિતિ કરાવવાનો અવસર જાણી શ્રમણ મહાવીરે તેની સાથે શ્રાવિકા સુલસાને ‘ધર્મલાભ’ના સંદેશ પાઠવ્યા.
આત્માશ્રયી એવા અરિહંત મહાવીર પણજે શ્રાવિકાને ધર્મલાભ” પાઠવે છે. ભાવિકો લાની ધર્મભાવના કેવી કામ હશે? આવી ઉત્તમ ધર્મભાવનાની અગ્નિપરીક્ષા કરવાના આંબડને કોડ જાગ્યા.
પરિવાજ અવસ્થામાં અભરે અનેક પ્રકારની લોકક ચમત્કાર સર્જી શકે તેવી સાધના સિદ્ધ કરી હતી. આ સાધનાના બળે તેણે રાજગૃહીના પૂર્વ દિશાના દરવાજે બ્રહ્માનું સ્વરૂપ સર્યું. પ્રાકિક ચમત્કારોમાં પાનના પુરૂષાર્થની તી માનનારો જનસમૂહ બ્રહ્માના રૂપમાં રહેલ અંબડને નમસ્કાર કરવા લાગ્યો.
બીજા દિવસે દક્ષિણ દિશાના દરવાજા બહાર ‘ચક્રધારી વિષ્ણુ’નું રૂપ વિકુર્તી બડે જનતાને આકર્ષી. ત્રીજા દિવસે રાજગૃહીની પ્રજાના ભાગ્ય ઊઘડી ગયા. જટાધારી શંકર નગાધિરાજ-હિમાલયથી સ્વયં સાક્ષાત આવ્યા. નગરજનો મોટી સંખ્યામાં પહોંચ્યા ત્યાં પણ, એક ન આવી સુલસા.
ત્રણ, ત્રણ દિવસથી રાજગૃહીની પ્રજા ઈશ્વરના ‘પ્રત્યક્ષ સાક્ષાત્કારો'થી ગાંડી ઘેલી અને ભાવિવભાર બની ગઈ. આમ છતાં અંબડની આકાંક્ષા કે આશંકાની પૂર્તિ કે નિવારણ ન થયું. થોકે થોક મરતી આવેલી પુખમાં અંબાને સુલમાં શોધી છતાં, જડી નહીં.
અંબડની આશંકાની અગ્નિના પરિતાપ તેને પોતાને પ્રજળાવવા લાગ્યો. આશંકામાંથી જન્મેલી અગ્નિપરીક્ષાની અંબડની ભાવના તેના ચરમ શીખરે પહોંચી. તેણે પ્રિય થાય એવા પ્રાય-દંભનો આરંભ કરવાનો નિશ્ચય કર્યો.
ચાથે દિવસે અંબડે પોતાની ઈન્દ્રજાળથી ભ. ૨૫મા તીર્થંકર સમવસરણમાં બિરાજી દેશના આપતા હોય તેવા આભાસ પેદા કર્યો. અરિહંતનું સ્વરૂપ કોઈ વિકુર્તી શકે નહીં-એ સ્વરૂપ તો આત્મશકિતના આવિષ્કારથી જ પ્રાપ્ત થાય એ સત્ય પણ, રાજગૃહીની જનતા ભૂલી ગઈ. અંબડે ઊભા કરેલા આભાસમાં પ્રજા અંજાઈ ગઈ. નિરાશ થયેલા અંબડના દિલમાં આશાના ઉદય થયા કે
વી. નિ. સં. ૨૫૦૩
આજે તો સુલસા જરૂર આવશે. તીર્થંકરનું નામ સાંભળી સુલસા દોડી આવશે. પણ આવું કાંઈ જ ન બન્યું. અંબડે આખો દિવસ રાહ જોઈ છતાં સુલસા આવી નહીં.
જે આત્મામાં સાચી શ્રદ્ધા આવી હોય, સત્યની પ્રતીતિ થઈ હોય તે આત્મા દંભ, ચમત્કાર કે છલનાના શિકાર થતા નથી, અસત્ય, અર્ધસત્ય કે મિાસત્ય આવા આત્માની હૃત તંત્રીના તારોને ઝણઝણાવવામાં અસમર્ચ નીવડે છે. શુદ્ધ સ્વર્ણના સ્વામીને ભલે કરોડો આદમી એમ કહે કે આ કથીર છે છતાં જેવી રીતે એ સુવર્ણને। ત્યાગ કરતા નથી કે કથીર માની ફેકી દેતા નથી. તેવી રીતે જેને સત્યની પ્રાપ્તિ થઈ છે તે અસત્યના આકાય તે ઠીક પણ એના ઓછાયા પણ લેતા નથી.
થાકેલા એવા અંબડ છેવટે થાકીને પોતે જાતે સુલસાને ઘેર ગયો અને મા મહાવીરનો ધર્મલાભના સંદેશા સુસાને આપ્યો.
કામણ.... મહાવીરનો સાંભળતા જ સુલસાને આત્મા આનંદિવભાર બની ગયો. સંદેશમાં હતો ધર્મલાભ' જ પણ સુલસા ગાંડીઘેલી બની ગઈ. સમ્યક્દર્શન, સમ્યક્ જ્ઞાન કે સમ્યક ચારિત્ર્ય પ્રતિની અર્થાત્ સત્ય દર્શન, સત્ય જ્ઞાન અને સત્યાચારણ કરનાર વ્યકિતને જ્યારે સત્યને સર્વાંગી સ્વરૂપે પ્રકાશીત કરનાર સર્વજ્ઞના સામાન્ય એવા સંદેશા પ્રત્યક્ષ કે પરોક્ષ મળે છે ત્યારે તેના આત્માના એક એક અણુ પ્રફુલ્લિત થઈ જાળ છે. આ છે સન્ય સાથેનું આત્માનું સંધાન.
રૂપે
“અંબ! શું મારા નાથે મને યાદ કરી?” સુલસાએ પૂછ્યું. એના અવાજમાં આત્મ મિલનના આનંદની આકાંક્ષાની આતુરતા હતી.
અંબડ અચંબામાં પડી ગયો. એની ચૌલીક માયાથી જ્યારે રાજગૃહીની પ્રજા ઘેલી બની ત્યારે જે સુલસાનું એક રવાડું પણ ફરક્યું ન હતું તે સુલસા શ્રમણ મહાવીરના સંદેશ - માત્ર એક શબ્દના સંદેશ સાંભળી ગાંડીઘેલી બની ગઈ.
“સુલસા! ભગવાન તે ચંપાપુરીમાં બિરાજમાન છે. પ્રભુ મહાવીર ત્યાં ઉપકારક દેશના દ્વારા અનેક જીવોના આત્મકલ્યાણના માર્ગ પ્રશસ્ત કરી રહ્યા છે. સતી સુલસા! મારી એક શંકાનું નિવારણ કરો. આ નગરીમાં બ્રહ્મા, વિષ્ણુ મહેશ સાક્ષાત આવ્યા. રાજગૃહીની સમગ્ર જનતા દર્શનાર્થે ઉમટી પણ તમે એક જ આવ્યાં. આનું કારણ શું?
“અંબડ! આત્માના સ્વ-સ્વરૂપ પ્રતિ પ્રીતિ ઉત્પન્ન થતા તેના નિજાનંદની મસ્તીમાં મહાલતા આત્મામાં અસત અને અશાશ્વત તત્ત્વો કે દ્રવ્યો પ્રતિની આસકિત વિલય પામે છે. આવી આસકિતઓના વિલય થતાં દેહાત્મભિન્ન-ભાવની પ્રતીતિ થાય છે. આ પ્રતીતિમાંથી જન્મતી પરિણતીના પ્રતાપે જડ પદાર્થો તથા પુદ્ગલ પ્રતિની સરાગદશાના સ્થાને વિરકતી અથવા સાક્ષીભાવના સાક્ષાત્કાર થાય છે. આ સાક્ષાત કાર સર્વજ્ઞ પ્રરૂપિત સત્યદર્શનના આધારે આવતી અધ્યવસાય શુદ્ધિથી થાય છે. આવી અધ્યવસાયશુદ્ધિવાળા આત્મા ઈહલાકિક કે અશાશ્વત શકિતઓ કે ચમત્કારોમાં આસ્થા કે કુતૂહલવૃત્તિ નથી રાખતો. આવા આત્મા પુદ્ગલાનંદી ન હોય, પણ સ્વ-સ્વરૂપના શાશ્વત આનંદમાં જ એનું રમણ હોય” સુલસાએ જવાબ આપ્યો.
“માની લઉં છું, કે સ્વ-સ્વરૂપના નિજાનંદની મસ્તીમાં તમે મસ્ત છે પણ આવી મસ્તીના માર્ગદર્શક એવા ૨૫મા તીર્થંકર સાક્ષાત્ આ નગરીમાં સમવસર્યા છતાં તમે ન આવ્યાં. શું આ તમારી ભૂલ નથી ?” અરિહંત કે અરિહંતની આજ્ઞાની પ્રત્યક્ષ કે
૯
Page #3
--------------------------------------------------------------------------
________________ પરોક્ષરૂપે કરવામાં આવતી અવજ્ઞા એમની આશાતના જ લેખાય એ સત્યને નિર્દેશ કરતાં અંબડે સુલતાને ફરી પ્રશ્ન કર્યો. - “સમ્યક શ્રદ્ધા એટલે સર્વજ્ઞ પ્રરૂપિત શાસન અને સત્ય સાથેનું આત્મસંધાન. આવા આત્મસંધાનથી પ્રત્યેક આત્મામાં એક એવી બુદ્ધિ અને શકિતને ઉદય થાય છે કે જે બુદ્ધિ સત્યાસત્યને સહજભાવે વિવેકપૂર્ણ નિર્ણય કરી શકે છે. આ નિર્ણયને તે પિતાની આ શકિતના સામર્થ્યથી સ્વાભાવિક વ્યવહારમાં, આચરણના રૂપમાં પણ તેનું પરાવર્તન કરી શકે છે. આથી જ જ્યારે મેં સાંભળ્યું કે ૨૫માં તીર્થકર નગર બહાર સમવસર્યા છે ત્યારે તેમાં રહેલા અસત્યના કારણે મારા આત્મપ્રદેશો રોમાંચિત થયાં નહીં. સત્યની સમુપસ્થિતિને સમય આવે ત્યારે સત્યને સમપિત થયેલાઓને કોઈ સાદ કે આવાજની જરૂર નથી હોતી. સત્યની સમુપસ્થિતિથી તેઓ સ્વયં આવી પહોંચે છે. અસત્ય તેમને આકર્ષી શકતું નથી. એ ભૂલો નહીં અંબડ! વળી, આ અવસર્પીણીમાં ભ. મહાવીર એ ચરમ તીર્થકર છે એવા સર્વજ્ઞના કથનને શું તમે સાવ વિસરી ગયા ? પરપદાર્થમાં પ્રિતીવાળો આત્મા પ્રમાદી હોય પણ આત્મસ્વરૂપાકાંક્ષી આત્મા તો અપ્રમત્તભાવે જ આત્માની આલબેલ પુકારતા ને અજ્ઞાનને પડકારતો અડીખમ ઊભે હોય એ કેમ ભૂલે છે ?" તુલસાએ પોતે સ્વયં કેમ ત્યાં ગઈ નહીં તેનું કારણ કહેતાં કહેતાં પણ સ્વના અહમ નું વિલોપન અને સમકિત દૃષ્ટિ આત્મામાં રહેનારી સત્યનિષ્ઠાને સમાદર કરી પોતાના સંસારનું આંશિક વિસર્જન કર્યું. આ કથન દ્વારા સતી સુલસાએ પોતાના સંસારનું આંશિક વિસર્જન કર્યું એ હકીકત પ્રતિ અહીં અંગુલી નિર્દેશ એ માટે કર્યો છે કે, સાંપ્રત સમાજમાં, સતી સુલસીના જીવનમાં બનેલ આ સત્ય ઘટનાના આ કોયકારક પાસાની અભિવ્યકિત આજે અવ્યકત બનતી જાય છે. અવ્યકત બનતી આ અભિવ્યકિત એ છે કે ભગવાનના શાસન પ્રતિની અવિહડ શ્રદ્ધાની સ્પષ્ટ અભિવ્યકિત ત્યારે જ શકય બને છે કે જ્યારે કોઈ પણ આત્મામાં પોતાનામાં રહેલી આચરણની અશકિત અર્થાત પોતાનામાં રહેલા અચારિત્રીપણા પ્રતિ અભાવ પેદા થાય છે. આ અભાવ” જ આવા આત્મામાં ચારિત્ર્યની પ્રવૃત્તિને સંચાર કરાવનાર બને છે. કર્મજન્ય કુતૂહલવૃત્તિ એવી તે વિચિત્ર હોય છે કે, સત્ય સ્પષ્ટરૂપે જાણવા મળે છતાં પણ એને ઊલટાવીને કે અન્ય કોઈ પણ રીતે નાણી જેવાની અનધિકાર ચેષ્ટા કર્યા સિવાય માનવીની વૃત્તિ શમન પામતી નથી !! અંબડે વળી પાછું સુલતાને પૂછયું કે “એ વાતને સ્વીકાર કર' છું કે ૨૫માં તીર્થકરના આગમનથી તમને આત્મલ્લાસ ન થયો પણ શું તમે એ પણ વિચાર ન કર્યો કે, ધર્મ-પ્રભાવનાનું કારણ-નિમિત્ત બને તેવા કોઈ પણ પ્રસંગમાં તમારે હાજર રહેવું જોઈએ-સમ્મિલીત થવું જોઈએ?” “ધર્મને વાસ કોઈ વ્યકિત કે સ્થાનવિશેષમાં નથી પણ અધ્યાવસાય શુદ્ધિમાં અને તદનુસારની પ્રવૃત્તિમાં જ છે. આવી શુદ્ધિ હોય ત્યાં પરિણતી વગરની પ્રવૃત્તિ કયાં તો અભિનય વૃત્તિમાંથી પેદા થયેલી નાટકીય પ્રવૃત્તિ હોય છે અથવા કર્મજન્ય વિકૃતિઓમાંથી પેદા થયેલા પ્રપંચને જ એક પ્રકાર હોય છે. આવી પરિણતીહીન પ્રવૃત્તિ કે પ્રપંચના માધ્યમથી ધર્મપ્રભાવના થઈ શકે નહીં કે પરિણતી આવી શકે નહીં. ધર્માનુકુલ પ્રવૃત્તિ પરિણામ વિશુદ્ધિના પાયા પર જ કરી શકાય. બાલજીને સમ્યક માર્ગની પ્રાપ્તિ થાય તેવા અનેક ઉપાયો શાસ્ત્રકારોએ બતાવ્યા છે. આવા ઉપાયોની અભિવ્યકિત આકર્ષક બને તેના માર્ગો કે પ્રકારો પણ સર્વજ્ઞ ભગવંતોએ વર્ણવ્યા છે. આવા માર્ગો કે પ્રકારો વર્ણવતાં, આ ઉપકારી લોકોત્તર પરમ પુર એ સર્વપ્રથમ એ સ્પષ્ટતા કરી છે કે આવી અભિવ્યકિતની આકર્મકતા અધ્યવસાય શુદ્ધિ અને સાધનશુદ્ધિના વિવેકથી યુકત હોવી અનિવાર્ય છે, અન્યથા એવી પ્રવૃત્તિ કે અભિવ્યકિત અનર્થદંડની અભિવ્યકિત બને છે. અશુદ્ધ સાધનેનાં માધ્યમથી કરવામાં આવેલી કોઈ પણ પ્રવૃત્તિ કે પ્રરૂપણા શુદ્ધતા-સાધક બની શકે નહીં. અશુદ્ધ આલંબન કે માધ્યમથી પણ શુદ્ધ તવ કે સત્ય સમીપ પહોંચી શકાય છે, પ્રાપ્ત કરી શકાય છે એવી વાત કે માન્યતા અભિનિવેશમથથી ઉત્પન્ન થયેલી આત્મવંચક ભ્રમણા છે. આત્મકલ્યાણની ભાવના આવતાં જ બાલજીવનું બાળપણું બાહ્યા અજ્ઞાન નાશ પામે છે અથવા નહીંવત બને છે. આત્મકલ્યાણને ઈચ્છક અશુદ્ધ કે અનધિકારી માધ્યમને ઉપયોગ કરે જ નહી. સુલતાએ સમ્યક શ્રદ્ધામાંથી સાકાર થયેલી સાધ્ય અને સાધનશુદ્ધિની પ્રતીતિ પ્રગટ કરી. સુલસાની આ પાવન પ્રતીતિમાંથી ઉત્પન્ન થયેલા પ્રકાશપૂંજના તેજથી અંબડના આત્મામાં રહેલ આશંકાને અંધકાર દૂર થયો. આ અંધકાર દૂર થતાં જ અબડને આત્મભાન થયું–પશ્ચાત્તાપ થયો કે “મેં અશુદ્ધ સાધને દ્વારા ઈન્દ્રજાળથી આડંબરયુકત પ્રવૃત્તિ કરી પાપને બંધ કર્યો છે.” પાપના આ બંધને છેદવા માટે બડે અહમ ને ત્યાગ કરી સુલસા પાસે પોતાની અસત પ્રવૃત્તિનો એકરાર કરી મિથ્યા માર્ગગમન બદલ મિચ્છામિ દુક્કડમ દઈ કરેલા પાપની ગહ કરી. પોતાની શ્રદ્ધાને શુદ્ધ કરી આત્મકલ્યાણકારી આચરણા માર્ગનું અનુસરણ કર્યું. સમ્યક દર્શનમાંથી જન્મેલી સમ્યક શ્રદ્ધાના માધ્યમથી સમ્યક જ્ઞાનની અભિવ્યકિત તથા સમ્યક આચારના પાલનથી શ્રાવિકા સુલસાએ સર્વજ્ઞ એવા મહાવીરદેવની આજ્ઞાના પાલન અને આસ્થાથી આત્મામાં પ્રગટતી પારદર્શી તત્તશોધક દષ્ટિ અને પરિણતીનું પ્રત્યથા પ્રમાણ પૂરાં પાડયું. આવી પારદર્શીતા જ આત્માને સંસાર પારગામી બનાવે અને પાપપુનાશક બને તથા પુન્યપ્રવૃત્તિમાંથી વિરકિતની ભાવનાથી વીતરાગતા અપાવે. શ્રાવિકા સુલસાના આત્મામાં રહેલી આવી સત્યનિષ્ઠાને સાંપ્રત સમયના શ્રીસંઘમાં સમગ્ર માનવ સમાજમાં સાક્ષાત કરવાનો પુરુષાર્થ કરવાની આજના સમયમાં અનિવાર્ય આવશ્યકતા. આ અવશ્યકતાની પૂર્તિ અરિહંતના શાસનની વિશુદ્ધ આરાધનામાં જ નિહીત છે. આ આત્યંતિક સત્યમાં સમાજને પથ-પ્રદર્શન કરવાની ક્ષમતા શાશ્વત સ્વરૂપે રહેલી છે, એ એક શ્રેયકારી વાસ્તવિકતા છે. કોઈ પણ વાસ્તવિકતાને વિચારવાથી વિભાવિકતા અને વિકૃતિ આવે છે. 10 રાજેન્દ્ર જયોતિ Jain Education Intemational